________________
૨ ૦ ૦
યુગે યુગે પાટણની પ્રભુતા
શાકુન શાસ્ત્રો, નૈમિત્તિક (જ્યોતિષ) શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના જાણકાર તે રાજાએ (સિદ્ધરાજે), આ સરોવરના કિનારા ઉપર એક હજાર અને આઠ શિવમંદિરો બંધાવ્યા હતાં.
पौराणिकानुपदिकोऽत्रानुलाक्षणिकः कृतः ।
स देवीनां शतं साग्रं प्रासादान्मातृकल्पिकः ॥११८॥ પુરાણ, નિરૂકત, વ્યાકરણ અને માતૃકલ્પ-દેવીનાં રહસ્ય વ્યકત કરતાં શાસ્ત્રો પુરાણો વ.ના જાણકાર, આ રાજાએ ત્યાં એકસો આઠ દેવી મંદિરો પણ રચાવ્યાં હતાં.
अग्निष्टोमिक यवक्रीतिक वासवदत्तिकैः ।
दशावतारी प्रकृतव्याख्यामत्र व्यधत्त सः ॥११९॥ અગ્નિષ્ટોમિક-અગ્નિષ્ટોમ (સોમયોગ) કરનારા, યવક્રય (સોમયોગમાં કરાતી એક ઇષ્ટી જેમાં યવક્રય, સોમક્રમ વગેરેનાં વિધાનો થાય છે) કરનારા વાસવદત્તિકો-વાસવદત્તાદિ સંસ્કૃત સાહિત્યની, . પ્રસિદ્ધ આખ્યાયિકાઓનું વિવેચન કરનારા બ્રાહ્મણો, જ્યાં અહર્નિશ પ્રવચનો આપે છે વ્યાખ્યાન કરે છે, તેવા દિવ્ય દશાવતારી મંદિરનું પણ ત્યાં નિર્માણ કરાવ્યું હતું, જેમાં વિષ્ણુ દશ અવતારોનાં મંદિરો આવેલા હતાં.
स वार्तिसूत्रिकान् कल्पसूत्रानागमविद्धिकान् । सांसर्गविद्यास्त्रैविद्यानांगविद्यांश्च कोविदान् ॥१२०॥ _ क्षात्रविद्यान्धार्मविद्यांल्लोकायतिकविद्विषः ।
याज्ञिकां नौक्थिकांश्चात्र चके प्रीणयतुं मठान् ॥१२१॥ વૃત્તિ તથા સૂત્રને જાણનારા, કલ્પસૂત્રના જાણનારા, આગમવિદ્યાના પારંગતો, સાંસર્ગવિદ્યાના આરૂઢ વિદ્વાનો, વેદમયી ત્રણે વેદનાં રહસ્યો જાણતા વૈવિઘો અનેં અંગવિદ્યાના પ્રખર પંડિતો, તેમ જ યુદ્ધકર્મને જાણનારા ક્ષાત્રવિદ્યાના પ્રકાંડ વિદ્વાનો, ધર્મશાસ્ત્રના પારંગત શાસ્ત્રજ્ઞો, તથા નાસ્તિકવાદ-ચાર્વાકવિદ્યાવાળાને પરાસ્ત કરવાવાળા યાજ્ઞિકો, ઔકિથકો ઉકથ વગેર શ્રૌતયાગો કરાવનારા વિદ્વાનોને પ્રસન્ન કરવા, તે રાજાએ આ સરોવરના કિનારા ઉપર અનેક મઠો-વિદ્યાલયો અને પાઠશાળાઓ ત્યાં બંધાવી હતી.
अनुब्रह्माण्याढ्यः स शतपथिकैः षष्ठिपथिकैः । कृतान्यायान्याशूत्तरपदिकयुक् पूर्वपदिकैः ॥ . द्विषद्भूवाक्येभ्यः पदिक इव निर्धार्य सपदा ।
न्युरुन्कीर्तिस्तंभानिव सुरगृहाणि व्यचरयन् ॥१२२॥ બ્રાહ્મણ જેવા ગ્રંથમાં નિપુણ, શતપથ બ્રાહ્મણને જાણનારા, ષષ્ઠીપથાધ્યાય જાણનારા, ઉત્તરપદ પૂર્વપદના વિવેકપૂર્વક, તેના લક્ષણો સમજનારા વિદ્વાનો, જ્યાં વેદાધ્યયનની ધૂન મચાવતા - હોય છે, તેવાં પોતાના કીર્તિસ્તંભ જેવા, શનૂભૂમિરૂપી વાક્યમાં પદીક (પદીક એટલે વ્યાકરણ જાણનારા વિદ્વાન જેમ, વાક્યમાંથી શબ્દરૂપ પકડે, તેમ શત્રુની ભૂમિમાં પદ-પગ ઠરાવ્યો છે, તે વાત રાજાએ