________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૯૯ મહાવિદ્વાને આ ગ્રંથ રચી, તેમાં મૂળરાજ સોલંકીથી આરંભી, કુમારપાળ સુધીના ચૌલુક્ય રાજાઓનાં, ઇતિહાસ શુદ્ધ ભાષામાં જીવનવૃત્તાંતો આપેલ છે. ચૌલુક્યવંશનો સીલસીલાબંધ આવો સપ્રમાણ ઇતિહાસ, આ પહેલાંના કોઈ ગ્રંથમાંથી મળતો નથી. એટલે ચૌલુક્ય વંશના ઇતિહાસનો આ એક પ્રમાણિક ગ્રંથ છે, જે સિદ્ધરાજ જયસિંહના સમય દરમ્યાન રચવામાં આવેલો અને કુમારપાળના રાજ્યકાળ પૂરો થયો હતો, એમ તેની આંતરિક હકીકતો ઉપરથી પુરવાર થાય છે. આથી આ ગ્રંથમાં રજૂ કરેલ સિદ્ધરાજ, તથા કુમારપાળના ચરિત્રો, ગ્રંથકારે પોતે જોયેલી, તથા સાંભળેલી, હકીકતોના આધારે ઉપર રચાયાં હતા એમ સ્પષ્ટ જણાય છે. આથી જ તેમાં રજૂ કરેલ દરેક વિધાનો, ઐતિહાસિક દષ્ટિએ પ્રમાણિક હોવાનું માની શકાય. જો કે આ ગ્રંથના સર્જન પાછળ બે મુખ્ય આશયો હોવાનું, તેના અભિયાનમાં જ સૂચવાયું છે, એટલે તેને બે દષ્ટિએ વિચારવાનું સમજી શકાય તેમ છે. એક તો ચૌલુક્ય વંશનો સપ્રમાણ ઇતિહાસ રજૂ કરવાનું, અને બીજું “સિદ્ધહેમ વ્યાકરણની અષ્ટાધ્યાયીનાં સૂત્રોને પાદવાર, ઉદાહરણો સાથે સમજાવવાનો આશય આમાં ગૂંચ્યો છે. એટલે કેટલેક સ્થળે ઐતિહાસિક વિધાનો સમજવામાં ખેંચાખેંચી થાય છે. જેમ ભટ્ટકાવ્યમાં પાણિનિ અષ્ટાધ્યાયીનાં સૂત્રોનો કમ યથાર્થ રીતે કવિવર ભટ્ટીએ રજૂ કર્યો છે, તેમ આ ગ્રંથ પણ વ્યાકરણ અને ઇતિહાસના અર્થો સૂચિત કરે છે. આ ગ્રંથમાં સર્ગ ૧૫માની અંદર, સિદ્ધરાજચરિત્રના અંત્યભાગે સહસલિંગ સરોવરનું. વર્ણન ગ્લૅધાન્ક ભાષામાં કવિવરે ભવ્ય રીતે રજૂ કર્યું છે, જે બીજા બધા ગ્રંથોનાં વર્ણનો કરતા, અદ્વિતીય પ્રતિભા વ્યક્ત કરે છે. તેમાં સહસલિંગનું વર્ણન નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે.
અતીત્વ થિનિયુદ્ધ થાયવો નઃ વૃત્તિ: agઃ |
प्रपातेतरतिथ्यां स पूर्त चक्रे महासर : ॥११५॥ જેમ રાવણ સાથે યુદ્ધ કરી, મૈથિલીને પ્રાપ્ત કરતાં રાઘવે (શ્રીરામે) યજ્ઞ કર્યો હતો. તેમ વ્યતિપાતરહિત શુભ યોગમાં તે રાજાએ સહસલિંગ સરોવર બંધાવ્યું.
पापकाककुलश्येन पातायां तत्तटीभुवि ।
સત્રીનાં નૃપ તિપાયિનુષાર્ ૨૨. પાપરૂપી કાકસમૂહને બાજરૂપ, અર્થાત્ પાપનો નાશ કરનાર અતિપવિત્ર આ તળાવના કિનારા ઉપર, તલ નાખવાની ક્રિયા જેમાં કરવામાં આવતી, તેવી યજ્ઞયજ્ઞદ ક્રિયાઓ કરનારાઓ (બ્રાહ્મણો) માટે, તે રાજાએ ત્યાં સત્રશાળા કરાવી.
પા મિથો દિ સંપદૈઃ સ્મૃતિ સહ ઢનિઃ |
तासु छांदसनैमित्त मौहुर्ता भोज्यलिप्सवः ॥११६॥ આ સત્રશાળાઓમાં વેદ જાણનારા, જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનો અને શાકુનશાસ્ત્ર તથા મુહૂર્ત વિદ્યાના પારંગતો, એકબીજાનો પરાભવ કરનારા એકબીજાના પગથી અથડાઅથડીમાં પગે પગ કચરાય, તેવી રમતોને સંભારતા, ભોજનની ઇચ્છા રાખતા હતા.
चक्रे नैमित्तिको मोहूर्तिको नैयायिकश्च सः । शंभो सहस्रमष्टौ चायतनानि सरस्तटे ॥११७।।