________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૯૮
૫૬) સંસ્કૃત સાહિત્યમાં સહસ્ત્રલિંગ સરોવર
સંકલન: પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય સહસ્ત્રલિંગ સરોવર ભરાયે ગુજરાતનું એક અદ્ભુત શિલ્પ સ્થાપત્ય ધરાવતું મહાસરોવર ગણાતું. સિદ્ધરાજનાં પૂર્વ (વાવ, કૂવા, તળાવ, મંદિરો વગેરે) કાર્યોમાં તે સર્વશ્રેષ્ઠતાનું બિરૂદ ધરાવતું. સિદ્ધરાજના જીવન દરમ્યાન તેણે કરેલાં મહત્કાર્યોમાં, તેની ગણના મૂર્ધન્ય ગણાતી. આથી સિદ્ધરાજના ચરિત્રલેખનકાર્ય વિદ્વાનોએ, તેના જીવનમાં આ સરોવરની ખાસ નોંધ લીધી છે. બીજું પાટણ શહેરનું વર્ણન કરતા સંખ્યાબંધ ઉલ્લેખો, પ્રબંધો, શિલાલેખો અને પ્રશસ્તિઓમાંથી મળે છે, તે પૈકી કેટલાક ગ્રંથોમાં પાટણના આ લોકવિખ્યાત, મહાસરોવરનાં બાદશાહી વર્ણનો મળે છે. સહસલિંગનો ઇતિહાસ , રજૂ કરતા આ ગ્રંથમાં, તેવા વર્ણનો ખાસ કરીને રજૂ કરવા જ જોઈએ એમ હું માનું છું. કારણ આવાં વર્ણનો પૈકી કેટલાંક તો સમકાલિન ગ્રંથોમાં સંગ્રહાયાં છે, જે આ સરોવરનું સત્યસ્વરૂપે શબ્દચિત્ર રજૂ કરે છે. આવાં ગ્રંથોમાં “સરસ્વતીપુરાણ” એ મહત્વનું સ્થાન ધરાવે છે, તેના મુખ્ય પાયા ઉપરથી જ આ ગ્રંથ રચાયો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. આવું સુરેખ, અને તાદશ્ય વર્ણન, બીજા કોઇ ગ્રંથમાંથી મળતું નથી. આ ગ્રંથની આધારશિલા તે ગ્રંથ હોવાથી, તેનાં વર્ણનો સહસ્ત્રલિંગ સરોવરનાં દરેક તીર્થો અને દેવમંદિરોની હકીકત રજૂ કરતાં, જે તે સ્થળે તેના ઉલ્લેખો રજૂ કર્યા છે. આ દેવમંદિરો અને તીર્થોનાં માહાત્મો, પુરાણકારે વિસ્તારપૂર્વક આપ્યાં છે, પરંતુ સહસ્ત્રલિંગનો ઇતિહાસ અને તેની રૂપરેખા રજૂ કરતા આ ગ્રંથમાં, તેવાં માહાભ્યોની ખાસ આવશ્યકતા જણાતી નથી. કારણ આ તીર્થો અને મંદિરોના માહાત્મોમાં, ત્યાં સ્નાન, દાન, શ્રાદ્ધ, પૂજન, અર્ચન, તર્પણ, પિંડદાન વગેરે કરવાનો જે મુખ્ય આદેશ આપી, તેનાથી પ્રાપ્ત થતાં ઐહિક સુખસાધનો અને જન્મજન્માંતરમાં મળનાર દેવલોકનાં સૂચનો કરેલ હોય છે. જે શ્રદ્ધેય સમાજને આ સરોવરમાં, સ્નાનપાન કરવા આકર્ષે છે. સિદ્ધરાજને અમર વિકમ બનવાની મહત્વાકાંક્ષા હતી, તેથી આવા મહાન પૂર્વકાર્યો કરી, તેને દૈવીસ્વરૂપ આપવા તેની સભાના વિદ્વાન પાસે, સરોવર ઉપર સ્થાપેલ દરેક તીર્થો અને મંદિરોનાં માહાત્મો રચાવ્યાં હશે એમ માની શકાય. આમ “સરસ્વતીપુરાણ'માંના સહસ્ત્રલિંગ સરોવરનાં વર્ણનો, એક યા બીજા સ્વરૂપે આ ગ્રંથમાં દરેક સ્થળે આપેલાં છે, એટલે હવે તેનાં વર્ણનો ખાસ અહીં આપવાની જરૂરત જણાતી નથી.
“સરસ્વતીપુરાણ' સિવાય સિદ્ધરાજના સમકાળમાં રચાયેલ ‘દયાશ્રય” મહાકાવ્યમાં, સહસલિંગનું અલંકારપ્રચુર ભાષામાં વર્ણન આપ્યું છે. આ સિવાય કીર્તિકૌમુદી', 'વસંતવિલાસ', ‘સુકૃતસંકીર્તન', 'મોહરાજપરાયે', 'હમ્મીરમદમર્દન’ અને ‘સમરરાસુ માંથી પણ સહસલિંગ સરોવરનાં પ્રભાવશાળી વર્ણન મળે છે. જેનાં ભાવવાહી વર્ણનો અહીં રજૂ કરવામાં આવેલ છે. ૧. ‘ધયાશ્રય' મહાકાવ્ય :
આ મહાકાવ્યના સર્જક આચાર્ય હેમચંદ્ર છે. પ્રાકૃતના પાણિનિનું બિરૂદ પ્રાપ્ત કરનાર, આ