________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૭૯
જણાય છે. આથી હેમચંદ્રાચાર્યનું કથન અસત્ય ઠર્યું. પછી શંકરાચાર્યએ કુમારપાળને જણાવ્યું કે અમુક દિવસે આ નગરમાં મોટું પૂર આવશે અને નગરને ડુબાડી દેશે. શંકરાચાર્યના જણાવ્યા પ્રમાણે રાજાને મોટું પૂર તે દિવસે આવતું હોય તેમ જણાયું આથી તે રાજા મહેલના સૌથી ઊંચા માળે ચઢચો પણ પૂરતો વધતું જ ચાલ્યું. શંકરાચાર્યે જણાવ્યું કે હમણાં એક નાવડી જોવામાં આવી. રાજા બારીએથી નાવડામાં બેસવા જતો હતો પણ શંકરાચાર્યએ રોક્યો. હેમચંદ્રાચાર્ય અને બીજા સાધુઓ જેમાં બેઠા પણ આ બધું કલ્પિત હોવાથી તેટલે ઊંચેથી નીચે પડી બધા મરણ પામ્યા અને જૈન ધર્મમાંથી શંકરાચાર્યે શૈવ બનાવ્યો જ્યાં અગાડી સાધુઓ પડી મરણ પામ્યા તે ખાડાનું નામ લાખુખાડ પડ્યું, કેટલાક તો અહીં લાખ સાધુઓ મરણ પામ્યાનું જણાવી લાખુખાડ નામથી વ્યુત્પત્તિ જણાવે છે. આ એક સંધર્ષ કથા જૈન અને શૈવ ધર્મો પ્રત્યે ચાલતા કલહની છે. જે પરંપરા પ્રાપ્ત લોકવાણી દ્વારા વૃદ્ધોમાં સચવાઇ રહી છે. જેને રાસમાળાકારે સંગ્રહી છે.
પદ્મપુરાણ તથા ધર્મારણ્ય પુરાણમાંથી પણ આ કથાનું મૂળ જાણી શકાય છે. ગોરજીઓના પુનમી આવ્યાગચ્છની આવી જ બીજી લોકકથા ઝમોરની છે. જે લોકો પુનમને અમાસ માનનારા હતા તેઓના ગોરજીઓ પુનહીઆગચ્છના કહેવાયા. કુમારપાળનું લગ્ન મેવાડના સીસોદીયા કુટુંબમાં થયું હતું. સીસોદીયાઓ તો ચુસ્ત શૈવ ધર્માવલંબી. આ રાજાની કન્યાને તેડવા કુમારપાળે માણસો મોકલ્યા ત્યારે ધાર્મિક માન્યતામાં વાંધો આવ્યો. કન્યાએ જણાવ્યું કે હું ચુસ્ત શૈવ હોવાથી જૈન ધર્મ અંગીકાર કરીશ નહિ. કુમારપાળના દસોંદી જય દેવ ભાટે ખાત્રી આપી કે તમારે જૈન ધર્મ સ્વીકારવાની જરૂરત નથી. રાજા કુમારપાળ બળજબરીથી જો તમોને પાળવાનું કહેશે તો હું તમોને અહીં પહોંચાડીશ. ભાટની જામીનગીરી સાથે સીસોદણી રાણી પાટણ આવી, પણ કુમારપાળે જૈન ધર્મ સ્વીકારવા આગ્રહ કર્યો તેમાં કેટલીક રકઝક ચાલી પણ રાણીએ માન્યું નહિ. ભાટે પોતાની જામીનગીરી આપેલી એટલે પોતાનું વચન રાખવા રાત્રે છાનામાના રાણીને લઇ મેવાડ લઇ ગયો. ખબર પડતાં તેણે બે હજાર ધોડેસવારનું સૈન્ય રાણીને પાછી લાવવા મોકલ્યું. ઇડર પહોંચવામાં માત્ર દશજ ગાઉ બાકી હતા તેટલામાં લશ્કરે રાણી અને તેને લઇ જનારાઓને પકડી પાડડ્યા. બંને વચ્ચે યુધ્ધ થયું અને રાણીએ જાણ્યું કે પકડાઇ જઇશ એટલે તેણે રથમાં આપધાત કર્યો. જયદેવ ભાટેને તો પોતાની કીર્તિ ગઇ જાણી ખૂબ રોષે ચડચો અને પોતાનું જીવન આત્મ બલિદાનથી સમર્પવા ઇચ્છયું પોતાની લાજ ગઇ, તેમજ આપેલું વચન પાળ્યું નહિ તેથી તે સિદ્ધપુર ગયો અને પોતાની જ્ઞાતિ ભાઇઓને જણાવ્યું કે રાજાના અત્યાચારથી મારી પ્રતિષ્ઠા નહિ પણ આપણી સમસ્ત કોમથી પ્રતિષ્ઠા ગઇ તે માટે જેને મારી સાથે ઝમોર કરવાની ઇચ્છા હોય તેઓએ આવવું. ત્યારબાદ સિદ્ધપુર પાટણ અને બીજા સ્થાનોએ ચિતાઓ ખડકી કેટલાય ભાટો ઝમોર કરી મરણ પામ્યાં. જૈન અને શૈવ ધર્મનો સંધર્ષ વ્યક્ત કરતી આ દંતકથા ઐતિહાસિક દૃષ્ટિએ તથ્ય વગરની છે. સિદ્ધરાજ અને કુમારપાળ બંને જૈન ધર્મ પ્રત્યે પ્રેમ રાખતા હોવા છતાં તેમણે પોતાનો કુળ ધર્મ કદી પણ છોડયો નથી. બંને ‘‘પરમમાહેશ્વર’’ અને કુમારપાળ તો ‘‘ઉમાપતિવરલબ્ધરાજ્ય'' આવા બિરૂદને શોભાવતા હતા. એટલે તેમના રાજ્ય અમલમાં આવા પ્રસંગો બન્યા હોય તેમ માનવાને કારણ નથી. વાદ વિવાદ ચાલતા. એકબીજાના ધર્મની સર્વોપરીતા બતાવવા પ્રયત્ન કરતા છતાં આવા અત્યાચારી પ્રસંગોને કારણે બન્યું હોય તેમ માની