________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૮૪
વૈજલ્લ અને ચાહડ નામના દંડનાયકો કુમારપાળના રાજ્યમાં થઇ ગયા છે. વલ્લ નામની વ્યક્તિનો મંત્રી તરીકે ઉલ્લેખ મળે છે. ચાહડ માળવાનો દંડનાયક હોવાનું જણાય છે. તેવી જ રીતે મુલુક પણ સોરઠનો દંડનાયક તરીકે અધિકાર ભોગવતો કુમારપાળના મહાક્ષપટલીકોમાં લક્ષ્મણ, કાયસ્થ પંડિત, મહિપાલ અને વિઘરામના પુત્ર કાલક્યના નામો મળી આવે છે. તેનાં રાજયના મહાસાંધિવિગ્રાહકના હોદ્દા ઉપર દેવણ નામનો રાજપુરૂષ હોવાના ઐતિહાસિક ઉલ્લેખો મળે છે.
આગળ જણાવેલા કપર્દી મંત્રી થોડાક વખત અજયપાલના મહામાત્ય તરીકે રહ્યા હતા. ત્યારબાદ આનંદ, આભડ અને મોહપરાજયના કર્તા મોઢ વૈશ્ય યશપાલ મંત્રીઓ હોવાનું જણાય છે. તેના રાજ્યકાળમાં સોમેશ્વર મહામાત્ય હોવાનું ઉદયપુર (માળવા) ના શિલાલેખ ઉપરથી જાણવા મળે છે. તેવી જ રીતે દંડનાયક લૂણ પ્રસાદનું નામ પણ તેમાંથી મળી આવે છે. શોભનદેવ તેના પ્રતિહાર તરીકેનો હોદ્દો ધરાવતો. બાળ મૂળરાજના ટુંકા રાજ્ય અમલમાં રાજપુરૂષોનાં નામો મળતાં નથી. પણ અક્ષપટલીક તરીકે મોઢ વૈશ્ય વૈજલ્લનાં પુત્ર કુમારસિંહનું નામ એક દાનપત્રમાં નોંધાયું છે.
ભીમદેવ બીજાના રાજ્યમાં આંબડ તથા અલ્હાદન અને શોભનદેવ તેના દંડનાયકો થઇ ગયા.
તેજ સમયમાં થયેલ મહાદાનેશ્વરી બુદ્ધિપાલ, શૂરવીર અને સંસ્કૃત સાહિત્યના પ્રૌઢ વિદ્વાન વસ્તુપાળ અને તેજપાલ બંને ભાઇઓ મહામાત્ય તરીકે ઇતિહાસમાં સુપ્રસિધ્ધ છે. તેમણે ભીમદેવનું ભિન્ન ભિન્ન થયેલ રાજ્ય ટકાવી રાખવામાં સુવ્યવસ્થિત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. પાટણનું ડગમગતું રાજ્ય સિંહાસન આ બંને વીર પુરૂષોએ સ્થિર કર્યું અને તેની પુનર્ભવસ્થા કરતાં ગુજરાતમાં શાંતિ અને સુવ્યવસ્થા સ્થાપી. ગુજરાતનો પ્રતાપી વૈભવ અને શાસન ટકાવી રાખવામાં આ બંને ભાઇઓએ અવિરત શ્રમ અને ખંતપૂર્વક સહાય આપી હતી તેઓ જેવા શૂરવીર હતા. તેવા જ સાહિત્યના આરૂઢ વિદ્વાનો હોવાથી તેમણે કેટલાયે વિદ્વાનોને પુરસ્કાર આપી સંસ્કૃત સાહિત્યનો ઉત્કર્ષ સાધ્યો છે. તેમના વિદ્યામંડળમાં કવિવર સોમેશ્વરદેવ અને અમરચંદ્ર સૂરિ જેવા પ્રકાંડ પંડિતો બિરાજતા. ધાર્મિક કાર્યોમાં પણ કરોડો રૂપિયાનાં દાન તેમણે છૂટા હાથે આપેલાં. આબુ ઉપર દેલવાડાના મંદિરોમાં લૂણિગવસહી, શેત્રુજય ઉપર અને અનેક ઠેકાણે ભવ્ય જૈન મંદિરો તેમણે બંધાવ્યા હતાં, કોઇપણ ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા બતાવ્યા વગર જૈનેત્તર ધર્મોના કેટલાંએ મંદિરો, રૂપા, પરબો, સત્રાગારો અને મસ્જીદો બંધાવ્યાનું તેમનું જીવન વૃત્તાંત કહે છે. તદ્ઉપરાંત તત્કાલિન સાહિત્યમાંથી પણ જાણવા મળે છે. તેમણે કરોડો રૂપિયા ખર્ચી પાટણમાં જ્ઞાન ભંડારો સ્થાપ્યા હોવાના ઉલ્લેખો મળે છે.
આ બંને મહામાત્યો સિવાય ઠાભૂ અને રત્નપાલ નામના માણસો તેમના મંત્રી મંડળમાં રહ્યા હતા. ભીમદેવના મુદ્દાધિકારી તરીકે રત્નસિંહ અને શોભનદેવના નામો ઐતિહાસિક ગ્રંથો અને ગ્રંથ પ્રશસ્તિઓમાંથી મળે છે. મહાસાંધિવિગ્રાહકો તરીકે ભીમાક, બહુદેવ અને વૈજલ્લના નામો તેનાં દાનપત્રોમાં નોંધાયાં છે. તે સમયે અક્ષપટલીકનો હોદ્દો મોઢ વૈશ્ય કુંમર, કાયસ્થ વોસરી અને સોમસિંહ ધારણ કરતા હતા. સોમરાજ નામનો મહાપ્રતિહાર તે કાળમાં થઇ ગયો છે. વસ્તુપાળનો પુત્ર જયંતસિંહ ખંભાતનો સુબાગીરીનો માનવંતો હોદ્દો ધરાવતો. તેણે પાટણ પાસે ચંદ્રોન્માનપુર (ચંદ્રમાણા) માં જૈન મંદિર, સરોવર, ધર્મશાળા અને સત્રશાળા વગેરે બંધાવ્યા હતાં. તેમને જનમલ દેવી અને પાવી