________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૮૨
મળતો નથી. પણ તેના દાનપત્રનો લેખક કાયસ્થ જે જકનો પુત્ર કાચન હતા તેના સમયમાં કાધવ નામના એક મહામંત્રી પાટણમાં થઇ ગયેલ છે. જય નામનો મહાસાંધિવિગ્રાહક તેના રાજ્યકાળે વિદ્યમાન હતો.
મૂળરાજના પુત્રં ચામુંડના રાજ્ય અમલમાં પણ વીર મંત્રી હોવાનું પ્રભાવક ચરિત કહે છે. આ વીરના પુત્રો નેઢ અને વિમલ થયા. નેઢ ભીમદેવ પહેલાનો મંત્રી હોઇ, તે ગમે તે એક ખાતાનો પ્રધાન હતો. જ્યારે વિમલ ચંદ્રાવતીના દંડનાયક તરીકે નીમવામાં આવેલ હોઇ, તેણે ત્યાં જઇ સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. વિમલ શાહનું ચરિત્ર આપતા તો એક સ્વતંત્ર પ્રકરણ લખી શકાય. વિમલ મંત્રી રાજકાર્ય કુશલ તરીકે વધુ જાણીતો હોવા છતાં તે એક વીર યોદ્ધો પણ હતો. ચંદ્રાવતીનો રાજા ધંધુક ભીમદેવનો સાંમત હતો. પરંતુ પાછળથી ધારાના પરમાર રાજા ભોજના પક્ષમાં ભળી જઇ ભીમદેવનું સર્વોપરીત્વ સ્વીકારતો ન હતો. આથી ભીમે વિમલને ચંદ્રાવતીનો દંડનાયક નીમ્યો. વિમલ શાહએ ધંધુકને સમજાવી ચિત્તોડથી પાછો બોલાવ્યો અને ભીમદેવ સાથે મેળ કરાવી તેને ચંદ્રાવતીનું રાજ્ય સોંપ્યું અને પોતે ભીમદેવના પ્રતિનિધિ તરીકે દંડનાયક તરીકે ત્યાં નિવાસ કર્યો. તે ભગવતી અંબિકાનો પરમોપાસક ગણાતો. તેના કૃપા પ્રસંગથી તેણે આબુ ઉપર વિમલ વસહિ નામનું સંગેમરમરનું વિશ્વ વિખ્યાત મંદિર બંધાવ્યું. આ મંદિર તેની શિલ્પકલા ખાતે ભારત તેમજ વિશ્વના અન્ય સ્થાનોમાં સુપ્રસિદ્ધિ છે. તેનો એક એક પાષાણ કલાશિલ્પની દૃષ્ટિએ ઘણુ ઘણુ કહી જાય છે. તે કલાશિલ્પનું અમર કાવ્ય છે. તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેના સ્તંભો, મંડપો, તોરણો, મદનિકાઓ, પૌરાણિક પ્રસંગો અને નૃત્યાંગનાઓ તેમજ દ્વારશાખાઓ તથા ગવાક્ષો (ગોખલાઓ) માં શિલ્પકલાને અઘતન રીતે કંડારી તેના સ્થપતિએ શિલ્પશાસ્ત્રનો વિશ્વ કોષ રજુ કર્યો છે. વિમલ મંત્રીશ્વરનો આ એક અમર કીર્તિસ્તંભ છે. માધવના નામનો મહામંત્રી ચામુંડના રાજ્યમાં થયો હોવાનું શ્રીધરની આ દેવપાટણ પ્રશસ્તિ પરથી જણાય છે.
જાહિલ નામનો વૈશ્ય ભીમદેવનો વ્યયકરણ અમાત્ય (ખર્ચ ખાતાનો પ્રધાન) હોવાનું ઐતિહાસિક ગ્રંથો સૂચવે છે. તેના સમયમાં અંડ શર્મા સાંધિવિગ્રાહક અને દામોદર મહા. સાંધિવિગ્રાહક તરીકે જાણીતા હતા. દામોદર એક વિચક્ષણ ચાણક્ય બુદ્ધિ ધરાવતો રાજપુરૂષ હતો. તેને લોકો ડામરથી પણ ઓળખતા. તેના નામ ઉપરથી જ ગુજરાતીમાં ‘‘ડાહ્યો ડમરો’’ લોકાહિત પ્રચલિત બની હોવાનું સમજાય છે. અર્થાત્ ડામર જેવા ડાહ્યા બનવાનો આદર્શ પણ લોકોમાં વધુ સેવાતો. મહાશ્રી પટલીક તરીકે કાંચનનો પુત્ર વટેશ્વર હોવાનું તેના દાનપત્રો કહે છે. કર્ણદેવના સમયમાં રાજકાર્ય કુશળ અને મુત્સદ્દી વીર મહામંત્રી મુંજાલ થયા. આ સિવાય ધવલક નામનો પણ એક મંત્રી થયા હોવાનું મલ્લચરિત ઉપરથી જાણવા મળે છે. મહામાત્ય સંપત્કર યાને શાન્તુ કર્ણદેવના રાજ્યકાળમાં જવાબદારી ભરેલો મંત્રીશ્વરનો હોદ્દો ધરાવતા હતા. તેના સમયમાં સર્વાદિત્ય અને આહિલના નામો મહાસાંધિવિગ્રાહક તરીકે દાનપત્રોમાંથી મળે છે. દાનપત્રોના અધિકારી તરીકે વટેશ્વરનો પુત્ર કેક્કા નીમાયો હતો. સિદ્ધરાજના રાજકર્મચારીઓમાં મુંજાલ મંત્રીની બુદ્ધિમત્તા માટે જૈન ગ્રંથકારો કેટલીક આખ્યાયિકાઓ રજુ કરી છે. આશુંક નામનો એક મોઢ વૈશ્ય સિદ્ધરાજનો મંત્રી હતો. તેના પિતાનું નામ જાહલ્ય. તે મૂળમંડલી હાલના માંડલનો વતની હોવાનું તેના પ્રતિમાના લેખ પરથી જાણવા મળે