________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૮૭ આ તેની અભૂત વીરયોદ્ધા તરીકેની પ્રસિદ્ધિ સૂચવે છે. રાસમાળામાં તેમજ પ્રબંધ ચિંતામણીમાં તેના પરાક્રમોના અનેક પ્રસંગ નોંધાયા છે. સિદ્ધરાજના મરણ બાદ અગર તો તે પહેલાં તે પાટણ છોડી દક્ષિણમાં ચાલ્યો ગયો હોવાનો ઇતિહાસ કહે છે. આમ રાજ્યકર્મચારી ઉપરાંત અનેક શેઠીયાઓ અને વરિયોદ્ધાઓએ પાટણની પ્રગતિમાં અપૂર્વ ફાળો નોંધાવ્યો છે.
- ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ અલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે.
અહીં (પાટણમાં) વાસ કરવાના રસલોભથી કમલા (લક્ષ્મી) શારદા (સરસ્વતી) સાથે કલહ ન કરતી નથી. અર્થાત શ્રી અને સરસ્વતી બન્ને સાથે સંપથી અહીં નિવાસ કરે છે.
શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, સમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદનાં છ અંગોમાં આ નગર (પાટણ)ના લોકો અગ્રેસર છે.
આ નગર (પાટણ) જાણે પૃથ્વીના હારમાંના સત્તાવીશ મોતીઓમાંનું એક હોય તેમ અને મહાનગરોમાં અણમૂલ છે.
. સહસ્ત્રલિંગ સરોવરને ફરતાં શિવ અને વિષ્ણુનાં મંદિરો શોભી રહ્યો છે તેથી તે જાણે પૃથ્વી માતાના કુંડળને ફરતી મોતીની હાર હોય તેવું શોભે છે.