________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૯૫
૫૫) પાટણના મહોલ્લાઓનું વર્ગીકરણ
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય - પાટણના મહોલ્લા વાડા, પાડા, પોળ, શેરી, ખડકી કે માઢના નામથી ઓળખાય છે. “પાડો” શબ્દ સંસ્કૃત શબ્દ પાટક” ઉપરથી અને “વાડો” શબ્દ સંસ્કૃત શબ્દ ‘વાટક ઉપરથી આવેલ છે. “પાટક' નો અર્થ ગામનો એક ભાગ થાય છે અને “વાટક' નો અર્થ વાડવાળી જમીન થાય છે.
જ્યારે પાટણ વસ્યું હશે ત્યારે જુદા જુદા લોક સમૂહને જમીનના પ્લોટ આપવામાં આવેલા તે ‘પાટક' કહેવાતા હશે અને તેમાં વાડ બાંધીને તેના પેટા ટૂકડા પાડેલા તે વાટક” કહેવાતા હશે. પાછળથી આ પાટક અને વાટકનું અપભ્રંશ થઈ પાડા અને વાડા થયું હશે.
પાટણના મહોલ્લા પોળોનું વર્ગીકરણ ખૂબ રસમય જણાય છે. વાચકને તે જરૂર ગમશે.
(૧). પ્રાણીઓનાં નામવાળા મહોલ્લા : પાટણના કેટલાક મહોલ્લા-પોળોનાં નામ પ્રાણીઓના નામ પરથી પડેલાં છે. દા.ત. હાથી વાડો, ઊંટવાડો. આ જગ્યાએ ભાડાના હાથી, ઊંટ બંધાતા હશે.
(૨) પક્ષીઓનાં નામવાળા મહોલ્લા : (૧) વાગોળનો પાડો અને (૨) લાવરીની ખડકી આવા નામ કેમ પાડયાં હશે? કોઇ મહોલ્લા-પોળમાં એટલી મોટી સંખ્યામાં વાગોળો કે લાવરી પક્ષી હોય નહિ. મોરમોર વાડો અને કાગડાની ખડકી પણ છે. કેટલાક માણસોની ‘અટક’ આવી હોવા સંભવ છે. જેમ કે આજે પણ હાથી” અટકવાળી “માંકડ’ અટકની જ્ઞાતિઓ છે. અથવા કોઇની ખીજ પાડી હોય. અમારા એક શિક્ષક ખિસકોલી' નામથી જ ઓળખાતા આજે પણ પાટણમાં કેટલાક લોકો ‘વાંદરા', કાગડા” ના ઉપનામથી ઓળખાય છે.
(૩) ઝાડના નામ ઉપરથી પડેલાં નામ : પાટણમાં કેટલાક મહોલ્લા પોળોનાં નામ ઝાડ-વૃક્ષના નામ ઉપરથી પડેલા છે. (૧) વરખડીની પોળ (૨) આંબલીની પોળ (૩) ખેજડાનો પાડો (૪) ખજૂરીની પોળ (૫) લીંમડીનો પાડો (૬) પીપળાશેર (૭) ગુંદીની પોળ (૮) પડી ગુંદીનો પાડો (૯) પંપરીયા વાસ (૧૦) વડવાળો ખાંચો વગેરે. જે તે મહોલ્લા પોળોમાં આવા તોતીંગ વૃક્ષો હોય એના ઉપરથી મહોલ્લાના નામ પડ્યા હશે. ખેજડાની પોળ ઘીવટામાં છે અને બીજી સોનીવાડામાં પણ છે.
(૪) ખોરાક ઉપરથી પડેલાં નામઃ (૧) કસારવાડો (કે કંસાર વાડો?) અને (૨) ઢીલી ખીચડીનો પાડો એવાં નામ પણ છે. ખીચડીમાં પણ ઢીલી વિશેષણ વપરાયું છે. ચોખા-વતીનો પાડો, દાળિયાનો પાડો વગેરે.
(૫) આકાર ઉપરથી પડેલાં નામ : કેટલાક મહોલ્લા પોળો, શેરીઓના નામ તેના આકાર કે વિશિષ્ટ સ્થાન પરથી પડેલા છે. દા.ત. (૧) સાંકડી શેરી (૨) ઊંચી શેરી (૩) ઢાલની પોળ