________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૮૩
છે. તેની પ્રતિમા પાટણના પંચાસરાના પાર્શ્વનાથના મંદિરમાં આજે પણ વિદ્યમાન છે. આ મૂર્તિ તેના પુત્ર અરિસિંહે સંવત ૧૩૦૧માં દેવચંદ્રસૂરિના હસ્તે પ્રતિષ્ઠિત કરાવી મૂકી હતી. વાદિ દેવસૂરિ અને કુમુદચંદ્ર વચ્ચે જ્યારે પાટણમાં સિદ્ધરાજના પ્રમુખ સ્થાને વાદ થયો ત્યારે તે પણ ત્યાં હાજર હતો. મુદ્રીત કુમુદચંદ્ર નાટકમાં જણાવ્યા પ્રમાણે આશુક મંત્રીની સલાહથી સિદ્ધરાજે, ઋષભદેવનો એક મહાપ્રાસાદ આ મહાવિવાદના વિજયોત્સવ તરીકે બંધાવ્યો હતો. આજ સમયમાં ઉદયન મંત્રી તરીકે અધિકાર ઉપર આવ્યો હોવાનું પ્રબંધ ચિંતામણી વગેરે ઐતિહાસિક ગ્રંથો જણાવે છે. વનરાજના પ્રધાન જાંબનો વંશજ સજ્જન દંડનાયક તરીકે આ સમયમાં અધિકાર ઉપર હતો. વસ્તુપાળનો પિતા સોમ સિદ્ધરાજના કોષાધિકારી તરીકે જાણવા મળે છે. આ ઉપરાંત આનંદ નામનો વૈશ્ય તે સમયે એક ખાતાનો મંત્રી હતો. ગાંગીય નામનો એક ગૃહસ્થ સિદ્ધરાજનું મંત્રીપદ ધરાવતો. તેનો પુત્ર લાલિંગ, તેનો મહિંદુકના બે પુત્રો દશરથ અને પૃથ્વીપાલ પણ કોઇ એક ખાતાના મંત્રીઓ હતા. સિદ્ધરાજના વ્યયકરણ મહામાત્ય (ખર્ચ ખાતાનો અધિકારી) તરીકે અંબ પ્રસાદનું નામ જાણવા મળે છે. દાદક સિદ્ધરાજના મહામાત્ય તરીકે વધુ જાણીતો છે. તે સમયે દંડનાયક તરીકે પરમવિશ્વાસુ મહાદેવનું નામ ઇતિહાસમાં આલેખાયેલું છે. સિદ્ધરાજે માળવાનો વિજય કર્યા બાદ તે પ્રદેશને ખાલસાકરી ત્યાં પોતાના પ્રતિનિધિ તરીકે મહાદેયને દંડનાયક બનાવી રાખ્યા હતા. ગાંગીય નામનો એક મંત્રી પણ સિદ્ધરાજના રાજ્ય સમય દરમ્યાનમાં થઇ ગયેલ છે પ્રતિહારી જગદેવ જે જગદેવ પરમાર તરીકે લોકકથામાં વધુ પ્રચલિત થયો છે. તે પણ સિદ્ધરાજના સમયમાં ઊંચો હોદ્દો ધરાવતો. સિદ્ધરાજનો તો તે ખાસ અંગરક્ષક અને પરમ રહસ્ય મંત્રી તરીકે આજે પણ લોકોમાં તેંની અનેક લોક વાર્તાઓ પ્રસિધ્ધી બની છે. જે રાસમાળામાં સ્વ.શ્રી ફાર્બસ સાહેબે રજુ કરેલ છે. કુમારપાળના રાજપુરૂષોમાં ઉદયન મહામાત્ય તરીકે ચાલુ રહ્યો છે. આ ઉપરાંત વાગ્ભટ, આલિંગ અને વાય મહામાત્ય તેમજ અમાત્યનો હોદ્દો ધરાવતા હોવાનું ઐતિહાસિક ગ્રંથો ઉપરથી જણાય છે. દંડનાયક સજ્જન પણ તેજ અધિકાર ઉપર રહ્યો છે. સોલ્લાક નામનો જૈન ગૃહસ્થ કુમારપાળના રાજ્યમાં સભાગારનો ઉપરી હોવાથી સામંત મંત્રી સત્રાચારનું બિરૂદ આપવામાં આવ્યું હતું. ચાહડના પુત્ર કુમારસિંહનું કોષ્ઠા ગારિક (કોઠારી) તરીકે નામ જાણવા મળે છે. ભીમદેવના વ્યયકરણ મહામાત્ય જાહિલ્લનો પુત્ર નરસિંહ પણ કુમારપાળનો કોષ્ઠાગા (ખાનગી કારભારી) હોવાનું જણાય છે. આ સિવાય પૃથ્વીપાલ, મહાદેવ, યશોધવલ, અને કપર્ટી વગેરે રાજપુરૂષો અમાત્ય કે મંત્રીશ્વરના અધિકારો ધરાવતા હતા.
કપર્દીમંત્રી કુમારપાળના મુખ્ય મંત્રીશ્વર હતા. તેમનો પ્રભાવ કુમાંરપાળના રાજ્યમાં એક ચુસ્ત જૈન મંત્રી તરીકે વધુ પ્રકાશતો. અજયપાળ, કુમારપાળનો ભત્રીજો હોવાથી રાજ્ય વારસ તેજ હતો. છતાં તે ચૂસ્ત શૈવ હોવાથી જૈન ધર્મમાં ગ્લાની આવશે એ ઉદ્દેશથી કુમારપાળના દૌહિત્ર પ્રતાપપાળને ગાદી ઉપર બેસાડવાની વાત ચાલતી તેનો કપર્દી મંત્રી પુરસ્કર્તા હતો. બીજા પણ કેટલાક રાજપુરૂષો તેને લાવવાની પેરવી કરતા હોવા છતાં કુમારપાળના મરણ બાદ અજયપાળ ગાદીએ આવ્યો. અજયપાલ પૂર્વની હકીકત જાણતો હોવાથી તેના વિરોધીઓનો તેણે ગાદી ઉપર બેસતાં જ નાશ કર્યો. શતપ્રબંધના કર્તા અને આચાર્ય હેમચંદ્રના પટ્ટશિષ્યને તપાવેલી તાંબાની પાટ ઉપર બેસાડી મારી નાંખ્યા. તેવી જ રીતે કપર્દી મંત્રીને કડકડતા તેલની કડાઇમાં નાંખી પ્રાણ લીધા.