________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૮૧
૫૩) પાટણના કુશળ મંત્રીઓ
કનૈયાલાલ ભાઇશંકર દવે પાટણના વિકાસમાં સમ્રાટો અને સામ્રાજ્ઞીઓની માફક જ તેના ચતુર મંત્રીઓનો મોટો ફાળો છે. મંત્રી જૈન હોય કે વૈષ્ણવ એમણે માત્ર પાટણના વિસકામાં જ રસ દાખવ્યો છે. પ્રજાના તમામ વર્ગ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ રાખી કુશળ વહીવટ કર્યો છે. મંત્રીઓએ જેમ રાજ્ય કારોબાર સંભાળ્યો એમ યુધ્ધમાં પણ મોખરે રહી યુધ્ધ ખેલ્યાં છે અને કેટલાક મંત્રીઓએ તો ઉત્તમ સાહિત્ય સર્જન પણ કર્યું છે. પાટણના ઇતિહાસને ઉજ્જવળ બનાવવામાં જે જે મહાપુરૂષોએ પોતાનો ફાળો આપ્યો છે. તેમાંના કેટલાક મહાજનો અને રાજપુરૂષોની ટુંકી પિછાન કરાવવાનો અહીં પ્રયત્ન કરવામાં આવેલ છે. પાટણમાં સેંકડો કરોડાધિપતિઓ અને લક્ષાધિશો રહેતા હતા. એમ અણહિલપુરના વર્ણનમાં આગળ જણાવી ગયા છીએ. તે બધાના નામોનો આપણી પાસે ક્યાંથી મળે ? પરંતુ જે જે મહાજનોએ પાટણનો વિકાસ સાધવામાં રાજાપ્રજા ઉભયનો વિકાસ. રાજાપ્રજા ઉભયનો ઉત્કર્ષ વિસ્તારવામાં આજીવન સેવા આપી છે. તેવા કેટલાક લોક નાયકોની ટુંક ઓળખાણ પાટણના ઇતિહાસમાં જરૂર આપવી જોઈએ તે ઉદ્દેશને નજર સમક્ષ રાખી અહીં તેવા મહાપુરૂષોની સામાન્ય નોંધ રજુ કરવામાં અાવી છે.
વનરાજનો મંત્રી નિનય જેને ગાંભુથી પાટણમાં બોલાવી રાખ્યો હતો. તે પ્રાગ્વાટ પોરવાડ જ્ઞાતિનો જૈન મુત્સદ્દી હોવાનું ઇતિહાસ કહે છે. તેણે પાટણમાં ઋષભદેવનો મહાપ્રાસાદ બંધાવ્યો હતો તેની વંશપરંપરા મંત્રીપદ કાયમ ચાલુ રહ્યું હતું. તેના પુત્ર લહેરે મંત્રીપદ સ્વીકારી ઉત્તરોત્તર ત્રણ રાજવીઓનું પ્રદાનપદું સાચવ્યું. લહેર મંત્રી એક સમર્થ યોદ્ધો હતો. તેણે અનેક રાજવીઓ સાથે યુદ્ધ કરી તેઓને હરાવ્યા હતા. વિંધ્યાચળમાં જઇ સેંકડો હાથીઓ પકડી લાવ્યો હતો. તે વિંધ્યવાસિની દેવીનો પૂર્ણ ભક્ત હતો. તેણે અંડસ્થલ હાલમાં સાંથલ ગામમાં આ દેવીનું એક મંદિર બંધાવ્યું હતું. તે વીર અને બાણાવળી હોવાથી ભગવતીનું સ્મરણ કરતાં ધનુષ્ય પર તેની ઉપાસ્ય દેવી બિરાજતાં એમ તે માનતો એટલું જ નહિ પણ પોતાની ઉપાસ્ય દેવી જગદંબાને તે ધનુહાવી દેવી તરીકે પૂજતો. લહેરે વનરાજને કેટલાક હાથીઓ લાવી ભેટ કર્યા હતા. જેથી પ્રસન્ન થઇ વનરાજે તેને અંડસ્થળ-સાંથળ ગામ ઇનામમાં આપ્યું હતું. તેની પરંપરા વીર મહાત્રય (મહેતા) થયો. જે મૂળરાજનો મંત્રીશ્વર બન્યો તે ટંકશાળનો ઉપરી હતો. જ્યાં લક્ષ્મીની છાપવાળા મૂળરાજના સિક્કા બનાવવામાં આવતા. સજ્જન શ્રેષ્ઠી નામનો વૈશ્ય મૂળરાજનો ગોષ્ટિક (ગોઠી) સલાહકાર હોવાનું જાણવા મળે છે. મહત્તમ શિવરાજ મૂળરાજના મહામાત્ય તરીકે જાણીતો હતો. જે હુલ અને જંભક મૂળરાજના પ્રધાનો કે સેનાનાયકો હોવાનું જણાય છે. વયાશ્રય કાવ્યના ટીકાકાર અભયતિલકગણિ જેહુલને ખેરાળુનો રાણક (રાણી) અને જબુકને મહામંત્રી તરીકે નોંધે છે. તેના સમયમાં જય નામનો મહાસાંધિવિગ્રાહક હોવાનું તામ્રપત્ર કહે છે. મૂળરાજના રાજ્યકાળે અશ્વપાલિકનો હોદ્દો શરૂ થયો હતો કે કેમ ? એ સંબંમાં કોઇ ઉલ્લેખ