________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૭૨
અમદાવાદ’’ આ વિદ્વાન લેખક સ્વ. શ્રી રત્નમણિરાવભાઇ ભટ્ટે તેમના આ ગ્રંથમાં સ્પષ્ટતઃ કબુલે છે કે અમદાવાદ પાટણ શહેરની જુદી નકલ હશે એમ વધારે સંભવ છે. હાલનું પાટણ શહેર અણહિલવાડ પાટણનો ત્રીજો અવતાર છે. એટલે અસલ પાટણની રચના કેવી હશે ?. એ પણ ધારવું એટલું અગર વધારે મુશ્કેલ છે. બાદશાહ અહમદશાહે અમદાવાદ વસાવ્યું ત્યારે પાટણની ગણત્રી હિંદના સારાં શહેર તરીકે થતી હતી અને ગુજરાતના બાંધકામ કરનારાઓને આ એક જ શહેર નમૂનારૂપ હતું. ભદ્રના કિલ્લાના વર્ણનમાં મિરાતે અહમદીમાં સ્પષ્ટ લખ્યું છે કે, એ પાટણના કિલ્લાના ઘાટનો બાંધવામાં આવ્યો હતો અને ભદ્ર કહેતા એટલે અહમદનગર અને ચાંપાનેરના કિલ્લાઓનાં નામો પણ ભદ્ર પડચાં આ ઉપરથી એમ ખાત્રીપૂર્વક માની શકાય છે કે, અમદાવાદની બાંધણીમાં પાટણની નગર રચના ઉપર ખાસ આધાર રાખવામાં આવ્યો હોય, શહેરનો સાધારણ આકાર, રસ્તા વગેરે ઉપરાંત પોળો અને મહોલ્લાઓની બાબતમાં પણ અમદાવાદે પાટણનુંજ અનુકરણ કર્યું છે. ટુંકમાં અમદાવાદ પાટણની રચના પ્રમાણે બંધાયું હતું. જે સમયે પાટણનું સ્થાન ગુજરાતનાં શહેરોમાં પ્રથમ પંક્તિમાં આવતું.