________________
૧૨૦
યુગે યુગે પાટણની પ્રભુતા
વાવ યાને ત્રીકમ બારોટની વાવ રાણકીવાવના પથ્થરોનો થયેલો ઉપયોગ સ્પષ્ટપણે જોઇ શકાય છે. આજે પાટણના મહોલ્લામાં નજર કરનારને સહેજે પ્રતિતી થઇ શકશે કે પુરાણા પાટણના અકબંધ પથ્થર નવા પાટણની રચનામાં વપરાયા છે.
મોગલ સામ્રાજ્ય :
ગુજરાતમાં પ્રવર્તતી અંધાધૂંધીનો લાભ લઇ મોગલ બાદશાહ અકબરે ગુજરાત પર ચઢાઇ કરી. ઇ.સ. ૧૫૧૨ થી ૧૬૦૫ સુધી, જહાંગીરે ઇ.સ. ૧૬૦૫ થી ૧૬૨૭; શાહજહાંએ ૧૬૨૭ થી ૧૬૫૭ અને ઔરંગઝેબે ઇ.સ. ૧૬૫૮ થી ૧૭૦૭ સુધી, બહાદુરશાહે ઇ.સ. ૧૭૦૭ થી ૧૭૨૨, રુખિયરે ઇ.સ. ૧૭૨૩ થી ૧૭૨૯, રફીક ઉર્દુ દરજીએ ઇ.સ. ૧૭૧૯, સુહમ્મદશાહે ઇ.સ. ૧૭૨૯ થી ૧૭૪૮ અહમદશાહે ઇ.સ. ૧૭૪૮ થી ૧૭૫૭, આલમગીર બીજાએ ઇ.સ. ૧૭૫૪ થી ૧૭૫૯ સુધી રાજ્ય કર્યું. તે વખતમાં સ્મારકોમાં જુમ્મા મસ્જિદનું ખંડેર, ગૂમડા મસ્જિદ, શેખ ફરીદનો રોજો અને ખાનસરોવર મુખ્ય હતા. તે ઉપરાંત અનેક મુસ્લિમ રાજાઓને દફનાવી આલીશાન કબરો બનાવવામાં આવી. ઔરંગઝેબના અવસાન પછી ઝઘડા થવા માંડવા અને ગુજરાતમાં મરાઠાઓનાં આક્રમણ શરૂ થયાં. ઇ.સ. ૧૭૫૮માં પેશવા રધુનાથ રાવ અને દામાજી રાવ ગાયકવાડે અમદાવાદ કબજે કર્યું અને આ રીતે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો.
ગાયકવાડી રાજ્યસત્તા :
પિલાજીરાવ ગાયકવાડે દક્ષિણ ગુજરાતના સોનગઢમાં પોતાનું વડુમથક સ્થાપેલું એના પુત્ર દામાજીરાવ બીજાએ પોતાનું વડોદરા, પાટણ વગેરેનો કબજો મળતાં વડુ મથક સોનગઢથી પાટણ ખસેડયું એના મૃત્યુ બાદ વડોદરાને પાટનગર બનાવવામાં આવ્યું. ત્યારે અમદાવાદમાં પેશવા અને ગાયકવાડીની સંયુક્ત સત્તા સ્થપાઇ હતી. દામાજીરાવના મૃત્યુબાદ ગાદીના વારસા માટે એના રાજપુત્રોમાં ઝધડા થયાં. ગોવિંદરાવ (૧૭૬૭-૭૧), સયાજીરાવ પહેલો (૧૭૭૧-૭૮), ફતેસિંહરાવ (૧૭૭૮-૭૯), માનાજીરાવ (૧૭૭૯-૯૩), ફરી ગોવિંદરાવ (૧૭૯૩-૧૮૦૦), આનંદરાવ (૧૮૦૦-૧૮૧૯), સયાજીરાવ બીજો (૧૮૧૯-૪૭), ગણપતરાવ (૧૮૪૭-૫૬), ખંડેરાવ (૧૮૫૬-૭૦) અને મલાહરરાવ (૧૮૭૦-૭૫) પછી સંયાજીરાવ ત્રીજા ગાદીએ બેઠાં. તેઓ બાહોશ અને પ્રગતિશીલ રાજવી તરીકે નામાંકિત હતા. સયાજીરાવના સમય દરમ્યાન વડોદરા રાજ્યના ચાર પ્રાંત હતા. ઉત્તર ગુજરાતના ગાયકવાડી પ્રદેશનો સમાવેશ કડી પ્રાંતમાં થયો હતો એમાં પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર, મહેસાણા, વિસનગર, ખેરાલુ, વિજાપુર, કલોલ, કડી અને દહેગામ તાલુકાઓનો સમાવેશ થયો. આગળ જતાં અવરજવરથી વધુ સગવડને લક્ષમાં લઇ પ્રાંતનું વડુમથક ૧૯૦૨માં મહેસાણામાં રાખવામાં આવ્યું. એ સમયે પાટણ તાલુકાનો સમાવેશ આ પ્રાંતમાં થતો. પ્રતાપસિંહ ગાયકવાડે ૧૯૩૯થી ૧૯૪૯ સુધી રાજ્ય કર્યું. ૧૯૪૯માં વડોદરા રાજ્યનું વિલીનીકરણ થતાં એ ગુજરાતની રાજ્યની અંતગર્ત ગણાયો. તાજેતરમાં પાટણને જિલ્લાનો દરજ્જો પ્રાપ્ત થયો છે અને પાટણ જિલ્લાનું વડુમથક બન્યું છે.
પાટણ નામ સંસ્કૃત પટ્ટન શબ્દ પરથી ઉતરી આવેલ છે. વિક્રમ સંવત ૮૦૨માં નવું નગર