________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૬૮
સરોવર સાથે હોવાનું લાગે છે. સહસ્રલિંગ સરોવરનો નાશ સરસ્વતીના પ્રવાહથી થયો હતો. તે વખતે સહસ્રલિંગ સરોવરની પૂર્વ બાજુની પાળ તૂટી ગયેલી અને તે પૂરે અણહિલપુર નગરને પણ તારાજ બનાવેલું. આ હકીકતના સ્મારક તરીકે સહસ્રલિંગ સરોવર જવાના માર્ગ ઉપર આવેલ આ દરવાજાનું નામ ‘‘ફાટીપાળ’’ રાખ્યું હોય એમ સંભવિત લાગે છે. આ સિવાય બીજો કોઇ ઉકેલ, આ દરવાજાના નામ માટે મળ્યો નથી.
ઉત્તર દિશામાં કિલ્લાની મધ્યમાં આવેલ, દરવાજાનું નામ અઘારો દરવાજો છે. અહીંથી અઘાર નામનું ગામ જે પાટણથી ચાર માઇલ દૂર આવેલું છે, ત્યાં જઇ શકાય, પરંતુ તેનો સાચો માર્ગ છેંડીયા દરવાજાથી જાય છે. એટલે આ દરવાજાનું નામ અઘારો કેમ રાખ્યું હશે ? એ એક વિચારણિય પ્રશ્ન છે. અઘાર જેને સંસ્કૃત અગ્રહાર કહેવામાં આવે છે. તે ઇ.સ. ના સાતમા આઠમા સૈકા જેટલું પ્રાચીન હોવાનું ‘‘તીર્થ કલ્પ’’ ના એક ઉલ્લેખ પરથી જાણવા મળે છે. ફાર્બસ સાહેબને મળેલી હકીકત પ્રમાણે, તે દરવાજાનું નામ ‘‘દિલ્હી’’કે ‘“આગ્રાઇ’' દરવાજો કહેવાતો એમ જાણવા મળે છે. આ આગ્રાઇનુંજ અઘારો નામ પાછળથી પ્રચારમાં આવ્યુ હોય તે સંભવિત છે. આ દરવાજેથી દિલ્હી, તથા આગ્રા જવાના રાજમાર્ગ પ્રાચીન કાળમાં હશે, એવું અનુમાન કરી શકાય. આજ કારણને લઇ દરવાજાનું નામ આવું રાખ્યું હોવું જોઇએ આ દરવાજા ઉપર આનંદરાવ ગાયકવાડના સમયનો એક લેખ છે. જેમાંથી તેમના રાજ્યકાળે આ દરવાજાનો જીર્ણોદ્ધાર કરાવ્યાની હકીકત મળે છે.
ઉત્તરના બીજા એક દરવાજાનું નામ કોઠાકુઇ છે. પહેલાં આ દરવાજા પાસે વાવના જેવા કોઠા બનાવેલ કોઇ કુવો કે વાવ હશે જેના કારણે દરવાજાનું આવું નામ પડ્યું હીય આજે તેવી કોઇવાવ કે કુવો તયાં કે તેની આજુ બાજુ વિદ્યમાન નથી. આ દરવાજો પાછળથી બન્યો હોય, એમ તેની બાંધણી ઉપરથી લાગે છે. હમણાંજ તે પાડી નાખવામાં આવ્યો હોઇ, તેનો રસ્તો વિશાળ બનાવ્યો છે. આ દરવાજા ઉપર એક ફારસી શિલાલેખ હતો જેમાં જણાવ્યા પ્રમાણે તે નવાબવાલા જનાબ ઉમરખાં સાહેબના સમયમાં જ્યારે ફત્તેહમહમદ પાટણનો વહિવટ ચલાવતો હતો ત્યારે, હિ.સં. ૧૧૨૪ ઇ.સ. આશરે ૧૭૩૦ થી ૪૦ સુધીમાં બંધાવ્યો હતો. આથી આ દરવાજો પાછળથી બનાવ્યો હોય કે બળવાખોરોના હુમલાથી પડી જવા પામેલો તેને સુધરાવી નવીન બનાવ્યો હોવાનું જણાય છે. તેમાંથી દરવાજાનું નામ મળતું નથી.
ઉત્તર દિશામાં ઠેઠ ઇશાન ખૂણા ઉપર આવેલો દરવાજો ઘેંડીયો છે. કેટલાક લોકો તેને દિલ્હી દરવાજાથી પણ ઓળખાવે છે. આ દરવાજો બીજા દરવાજાઓ કરતા બુલંદ અને બાંધણીની દૃષ્ટિએ ભવ્ય છે. આ એક મહત્વનો દરવાજો હશે, એમ તેના બુરજો અને સ્થાપત્ય ઉપરથી જાણી શકાય છે. પૂર્વકાળમાં કદાચ આ દરવાજા પાસે હુલ્લડો અને યુધ્ધો થયાં હોય એવું અનુમાન કરી શકાય તેમ છે. આ દરવાજાનો જીર્ણોધ્ધાર શ્રીમંત આનંદરાવ ગાયકવાડના સમયમાં થયો હોવાનો ત્યાં એક શિલાલેખ છે. તેમાં જણાવ્યા પ્રમાણે આ દરવાજાની મરામત શેરબહાદુર નામના અધિકારીની દેખરેખ નીચે કરવામાં આવેલી. રધુનાથરાવ હેબતરાવની નાયબ સુબાગીરી દરમ્યાન હિજરી સંવત ૧૧૬૬ વબીઉલ અવ્વલ મહિનાની સત્તાવીસમી તારીખે તેનું કામ પુરું થયું હતું. આથી આ દરવાજાનો પુનરોદ્ધાર ગાયકવાડી અમલ દરમ્યાન કરાવવામાં આવેલો હોવાનું જણાય છે. બીજો એક શિલાલેખ સંવત