________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૩
પાઢણ ઃ જુનું અને નવું
૧૧૭
મોહનલાલ પટેલ
પાટણનાં અનેક નામો ગુજરાત બહાર પ્રચલિત હતાં. અર્થાત્ પાટણ વિવિધ નામોથી ઓળખાતું નગર હતું. તેમાંથી કેટલાંક નામો આ પ્રમાણે હતા. (૧) અણહિલવાડ (૨) અણહિલપુર (૩) અણહિલપાટક (૪) અણહિલવાટક (૫) અણહિલપત્તન (૬) અણહિલપાટકપત્તન (૭) અણહિલવાડપત્તન (૮) અણહિલવાડય (૯) અણહિલપટ્ટણ (૧૦) પત્તન (૧૧) અણહિલપુર પાટણ (૧૨) પિરાણ પટ્ટણ (૧૩) નહરવાલા પત્તન (૧૪) સિધ્ધપુર પાટણ વગેરે ડૉ. ભોગીલાલ સાંડેસરાએ એક નવું જ નામ શોધી કાઢ્યું છે તે છે ‘‘અઇવ ુ’’ (અતિશય વિશાળ) પ્રાચીન ઇતિહાસમાં પાટણને ‘નરસમુદ્ર' કહેવામાં આવ્યું છે. આ પ્રાચીન અણહિલવાડ નગર આજે નવા પાટણની પશ્ચિમ બાજુ ત્રણેક કિલોમીટર દૂર ‘અનાવાડા' નામે એક નાનકડા ગામડાના સ્વરૂપમાં દેખાય છે. આ છે કાળની બલિહારી !
અણહિલપુર પાટણની સ્થાપના દિવસ માટે વિવિધ મતમતાંતર છે. (૧) રાસમાળા (૨) ધર્મારણ્યપુરાણ (૩) વિચારશ્રેણી (૪) મિરાંતે સિકંદરી (૫) ગણપતિની પોળના મંદિરમાં મૂર્તિ પરનો શિલાલેખ વગેરેમાં પાટણની સ્થાપના વિક્રમ સંવત ૮૦૨ માટે બધા જ એકમત ધરાવે છે.
વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત ૮૦૨માં પાટણની સ્થાપના કરી. આ ચાવડા વંશે લગભગ ૧૯૬ વર્ષ રાજ્ય કર્યું. ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને મારી તેના ભાણેજ મૂળરાજ પહેલાએ પાટણની ગાદી કબજે કરી. આમ વિક્રમ સંવત ૯૯૮માં મૂળરાજ સોલંકી પાટણની ગાદી પર આવતાં સોલંકી વંશનું શાસન સ્થપાયું. સોલંકીવંશ લગભગ ૩૦૨ વર્ષ સત્તાવાર રહ્યો. સોલંકીવંશ છેલ્લા રાજવી ત્રિભુવનપાલના મરણ પછી પાટણની ગાદી વિક્રમ સંવત ૧૩૮૦માં વાધેલા વંશના પ્રથમ રાજવી વિસલદેવ વાધેલાના હાથમા ગઇ. વાધેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ વાધેલા (જે કરણ ઘેલાના નામથી ઇતિહાસમાં ઓળખાય છે.) ના સમયમાં એટલે વિક્રમ સંવત ૧૩૬૦માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીનના સુબા ઉલુઘખાનની આગેવાની હેઠળ મુસલમાન લશ્કરે પાટણને રોળી નાખ્યું. પાટણનું પતન થયું. સાડા પાંચસોહ વર્ષ સુધી પાટણ ગુજરાતની રાજધાની રહ્યું. છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ વાધેલો હારીને નાસી ગયો. પાટણમાં મુસલમાનોની સત્તા સ્થપાઇ. આમ પાટણ પાટનગર મટી મુસ્લિમ સુબાઓનું વહીવટી મુખ્ય મથક બન્યું. પાટણનો પહેલો મુસ્લિમ સુબો અલપખાન થયો. આ અલપખાન દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીનો સાળો હતો.
પાટણમાં હિન્દુ રાષ્ટ્રનું પતન થયું. ખીલજી સલ્તનત સ્થપાઇ. આ મહાન અણહિલપુર પાટણનો સર્વનાશ તો કુદરતી હોનારતે કર્યો જણાય છે. સરસ્વતી નદીના વિનાશકારી ધસમસતા પૂરના પાણીએ પાટણનો સર્વનાશ કર્યો. પટ્ટણનું દટ્ટણ થયું.