________________
યુગે યુગે પાટણની પ્રભુતા
ઈતિહાસવિદ્દ અને પુરાતત્વવિદ્ સ્વ.શ્રી રામલાલ ચુનીલાલ મોદી
પ્રા.મુકુંદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય મહાગુજરાતના પ્રથમ પુરાતત્વવિદ્ આરૂઢ વિદ્વાન અને મહાન સંશોધક શ્રી રામલાલ ચુનીલાલ મોદી પાટણના એક રત્ન સમાન હતા. નવી પેઢી તેમનાથી ખાસ પરિચિત નથી.
પ્રાચીન ઇતિહાસના વિષયમાં તેમનો અભ્યાસ પ્રસંશનીય હતો. સ્વ.શ્રી મોદીના લેખો અભ્યાસપૂર્ણ, માહિતીથી ભરપૂર અને જે તે વિષયના અભ્યાસીઓને ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક થઈ પડે તેવા છે. જીવનભર એમણે સાહિત્ય સેવા જ કરી છે. શ્રી રામલાલભાઈ મોદીમાં સંશોધનની સ્વાભાવિક સૂઝ અને હૈયાઉકલત હતી. જેને પ્રતાપે તેઓ અનેક કોયડાઓ ઉકેલી શકતા હતા. ગુજરાતી સાહિત્ય ઇતિહાસને લગતા જે સંશોધનાત્મક લેખો લખ્યા છે. તેમાં શ્રી મોદીની આગવી સુક્ષ્મ સૂઝ જોવા મળે છે.
સ્વ.શ્રી મોદીએ પાટણ અંગે જે ઇતિહાસ સંશોધન કર્યું છે તે અદ્વિતીય છે. તેઓ સાહિત્ય રસિક અને મહાન ઇતિહાસપ્રેમી હતા.
શ્રી રામલાલ ચુનીલાલ મોદી આપણા પાટણના વતની હતા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૬ ના શ્રાવણ સુદ-૭ ના રોજ થયો હતો. તેઓએ પાટણ હાઇસ્કુલમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરી વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા. ચાણસ્મા અને ઉંઝામાં થોડોક વખત શિક્ષક તરીકે જોડાયા અને મૃત્યુપર્યત તે જગ્યાએ જ રહ્યા હતા. તેમનું અવસાન વિક્રમ સંવત ૨૦૦૫ ના ચૈત્ર સુદ૧૨ ના રોજ લગભગ ૧૯ વર્ષની વયે થયું હતું.
- શ્રી મોદીએ જે સમયમાં સંશોધનનું કામ કર્યું હતું તે સમયમાં સાધન-સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પણ ન હતી. ટાંચા સાધનો વચ્ચે જે ખંતથી અને ચીવટપૂર્વક સંશોધનનું કામ તેમણે કર્યું છે તે ખૂબ જ આધારભૂત અને સંશયરહિત ગણાય છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા તેમના પ્રિય શિષ્ય હતા. ડૉ.સાંડેસરા તેમના વિષે લખતાં જણાવે છે કે, “એમનું (સ્વ.શ્રી મોદીનું) નિરાડંબરીપણું, અભ્યાસવૃત્તિ, બીજાના કામમાં દખલગીરી નહિ કરવાની ટેવ સાંસારિક સુખ-દુઃખોથી અલિપ્ત રહેવાની શકિત, ગમે તે દરજ્જાની વ્યકિત આગળ ઉચિત સ્પષ્ટ વકતૃત્વ આ બધા ગુણોએ મારા ઉપર ઉંડી છાપ પાડી હતી.”
તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ કઠણ મુશ્કેલીઓ વચ્ચે રહીને પૂર્વવાસનાથી . પ્રેરાઈ ગુજરાતના ઇતિહાસ અને પુરાતત્ત્વનું ઉત્તમ સંશોધન કર્યું છે. સહસલિંગ સરોવરનો નકશો તેમણે તૈયાર કરાવેલો જે અતિજીર્ણ હાલતમાં મળી આવતાં તેની મોટી (એનાલાર્જડ) કોપી આ ગ્રંથના