________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(૩૪)
વીરમાયાનું ભવ્ય બલિદાન
૯૪
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય
સિદ્ધરાજ જયસિંહના જવલંત ઇતિહાસમાં અનેક લોકગાથાઓ ગુંથાયેલ છે. જે તેના સારા નરસાં પાસાને સાચવી રાખે છે. સહસ્રલિંગ સરોવરની સુંદર શિલ્પકૃતિ પાટણના આજના ખંડિયેરરૂપ હોવા છતાં અનેરી શોભારૂપ છે. ખોદકામમાંથી ખુલ્લા થયેલા કલા વૈભવવાળા ભાગને કોઇ કરામતથી એના પ્રાચીનકાળની જાહોજલાલી કહેવાની વાચા ફૂટે તો આ પથ્થરો અનેક વાતો આપણા જુના પટ્ટણીઓના જીવન સબંધી કહી નાંખે, એવી કલ્પના માત્ર આપણને તેને 'માટેનો અહોભાવ જાગ્રત કરે છે.
સહસ્રલિંગ સરોવરના સર્જનની સાથે સતી જસમા અને વીર માયાદાસની લોકકથા કરૂણતાથી વણાઇ ગઇ છે.
આ કરૂણ કથનીથી ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની કીર્તિનું કલંક જાણે ચિરંજીવી બની ગયું છે. સમાજના અછુત ગણાતા વર્ગમાંથી એક નવલોહીયા યુવાનનુ લોકહિતાર્થે સ્વીકારાયેલું બલિદાન સવર્ણ હિન્દુઓને પણ વિચાર કરતા બનાવી દે તેવું છે.
સંત કબીરે કહ્યું છે કે, ‘“જાત ભાત પૂછે ના કોઇ, હરીકો ભજે સો હરિકા હોઇ’'
આ રીતે જ્ઞાતિ-જાતીના ભેદભાવ ભક્તિ સ્વાર્પણ અને દેશપ્રેમમાં આડે ન આવવા જોઇએ. શહીદ વીરમાયાની કથની આ વાતની આપણને પ્રતિતિ કરાવે છે.
સોલંકી કુળભૂષણ, મહાપ્રતાપી અણહિલપુર પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહને પુત્ર ન હતો. તેથી પંડિતોની સલાહ મુજબ એક ભવ્ય તળાવ ખોદાવી તેની આજુબાજુ એક હજાર શિવના મંદિરો બનાવી સતી રાણકે આપેલા શાપ નિવારણ કરવા સંકલ્પ કર્યો.
આ ભવ્ય તળાવ ખોદાવવા માટે માળવાથી એક લાખ ઓડ અને સવા લાખ ઓડણીઓને તેડી લાવવા સિદ્ધરાજે પોતાના ભાણેજ દુધમલ ચાવડાને મોકલ્યો. તેની સાથે રાજબારોટ મૂળદેવ પણ સાથે ગયા હતા. આ ઓડણીઓમાં જસમા નામની એક સૌંદર્યવાન ઓડણ પણ હતી. લોકવાયકા મુજબ સિદ્ધરાજે તેને પટરાણી બનાવવાની દરખાસ્ત મૂકી.
66
‘જસમા માટી થોડી રે ઉપાડ..'' આ લોકગીત આજે પણ ચલચિત્રો, રામલીલા અને લોકભવાઇમાં એટલા જ ભાવથી લોકમુખે ગવાય છે.
આખરે રાજા જસમાના પુત્રને મારી નાંખે છે અને બળથી જસમાનો કબજો લેવા પ્રયત્ન થાય છે. રાજાને તુચ્છકારી કાઢી રણચંડી બનેલ જસમા જણાવે છે કે ‘‘સિંહ મૂછ, ભોરીંગમણી, કૃપણધન, સતીનાર એ જીવતાં પર હાથ જાય નહીં. મૂવે લોઢા વણહાર.’
છેવટે જસમા શ્રાપ આપે છે કે, “હે રાજન ! તું તારો ધર્મ ભૂલ્યો છે. પાટણમાં ખોદેલા સહસ્રલિંગમાં પાણી રહેશે નહી. પાટણની પ્રજા પાણી વિના ટળવળશે અને હે રાજન ! તારૂં તો નિર્વંશ જશે.’’