________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૫ જ્ઞાનસાગરકલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ગુજરાતના ઇતિહાસમાં સોલંકી યુગનું એક વિશિષ્ટ સ્થાન છે. આ સોલંકી યુગમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ નોંધપાત્ર શાસકો છે અને તેમના જ વખતમાં થઈ ગયેલા કલિકાસવર્ણ શ્રી હેમચંદ્રાચાર્યજી એ ગુજરાતની એક અદ્વિતીય વિભૂતિ છે. આ મહાન વિભૂતિ જૈન સંપ્રદાય માટે ગૌરવરૂપ છે, પરંતુ રાષ્ટ્રની તો એ અનમોલ પ્રાણશક્તિ છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગુજરાતના સમર્થ સંસ્કારદાતા છે.
આ લેખક વર્ષો પહેલાં મહામુની શ્રી પુણ્યવિજયજીને, બાબુના બંગલામાં મળેલા. ત્યારે તેમના મુખેથી આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિશે ઘણું સાંભળવા-જાણવા મળેલું. શ્રી પુણ્યવિજયજી મહારાજ વિનમ્રતાની મૂર્તિ સમા હતા અને હમેશાં વિદ્યા-ઉપાર્જનમાં જ વ્યસ્ત રહેતા હતા. તેઓશ્રીએ નાંખેલા બીજમાંથી જ આજે શ્રી હેમચંદ્રાચાર્યજી વિશે લખવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે.
શ્રી હેમચંદ્રાચાર્ય ગુજરાતના મહાન જ્યોર્તિધર તેમજ મહાન સંસ્કૃતિધર એવા પ્રખર વિદ્વાન હતાં.
શ્રી ધુમકેતુએ ખૂબ જ યોગ્ય કહ્યું છે કે, “સૂર્યોદય સમયે સરસ્વતી નદીના કિનારે ઉભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશપુંજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્પો અને તમને હેમચંદ્રાચાર્ય
દેખાશે.”.
શ્રી હેમચંદ્રાચાર્યું ગુજરાતના હૃદય સમા પાટણમાં રહીને સમગ્ર રાષ્ટ્રમાં સંસ્કારીતા, વિદ્યા અને વિશુધ્ધ ધાર્મિકતાનો પ્રાણ પૂર્યો છે.
વિશ્વની મહાન વિભૂતિઓમાં આગલી હરોળમાં સ્થાન ધરાવનાર શ્રી હેમચંદ્રાચાર્યનાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં અનેક જીવન ચરિત્રો લખાયેલાં છે. ડૉ. બુહલરે તેમનું જીવન ચરિત્ર જર્મન ભાષામાં પણ પ્રસિદ્ધ કરેલું છે.
તેમનો જન્મ ધંધુકામાં વિક્રમ સંવત ૧૧૪૫માં કારતક સુદ-૧૫ ના રોજ થયો હતો. તેમને સંવત ૧૧૫૦ અગર ૧૧૫૪માં દીક્ષા આપવામાં આવી હતી. તેમના પિતાનું નામ ચાંચ અને માતાનું નામ પાહીનીદેવી હતું. શ્રધ્ધા અને પ્રેમ આ બે તત્વો જીવનમાં ઉતારનાર પાહીણી દેવીની કૂખે સંવત ૧૧૪૫ ના કારતક સુદ-૧૫ રોજ જન્મેલ બાળક ચંગદેવ એ જ ભવિષ્યમાં હેમચંદ્રાચાર્ય નામથી વિશ્વ વિખ્યાત બને છે.
ચંગદેવની ઉંમર પાંચેક વર્ષની હશે ત્યારે માતાની આંગળી પકડી શ્રી દેવચંદ્રસૂરિને વંદન કરવા