________________
યુગે યુગે પાટણની પ્રભુતા
સહસ્રલિંગ સરોવરનું બાંધકામ બહુ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું. તેની આસપાસ સહસ્ર એક હજાર શિવના મંદિરો બનાવ્યા. જેમાં એક મંદિરમાંતી દોરી ખેંચતા હજાર મંદિરોમા એક સામટો ઘંટનાદ સંભળાતો હતો. આવી ભવ્ય સરોવરની બાંધણી હોવા છતાં તેમાં સહેજ પણ પાણી ટકતું નથી.
બાર બાર વર્ષના વહાણાં વાયાં. મનુષ્ય તો ઠીક પરંતુ પશુ પંખીઓ પણ પાણી વિના ટળવળવા માંડચા. સિદ્ધરાજ મુંઝાયો. સતીના શાપ નિવારણ માટે ઉપાય શોધવા પંડિતોને પૂછવામાં આવ્યું. ત્રિલોચન પંડિતે કુંડળી મૂકી શાપનું તારણ સૂચવ્યું કે, “સહસ્રલિંગ સરોવરના મધ્યભાગમાં કોઇ એક બત્રીશ લક્ષણા માણસનું રક્ત સિંચાય અને પૃથ્વી તૃપ્ત થાય તો જ સરોવરમાં જળ ટકે. શાપાગ્નિથી તપેલી સહસ્રલિંગ સરોવરની ધરતી બત્રીશ લક્ષણા માનવનું બલિદાન માંગે છે. માટે બલિદાન આપો.''
૯૫
શહેરમાં ઢંઢેરો પીટાવવામાં આવે છે કે, “જે કોઇ મનુષ્યને સહસ્રલિંગ સરોવરમાં સ્વેચ્છાએ પોતાનું બલિદાન આપવું હોય તેને રાજદરબારમાં હાજર થવું.'' સાત-સાત દિવસ સુધી સતત્ ઢંઢેરો પીટાયો પણ કોઇ હાજર થયું નહિ.
ઢંઢેરો પીટનારી ટોળીમાં જ એક માયા નામનો વણકર હતો. તે ખૂબ જ સંસ્કારી હતો. માયાના પિતા ધર્મસિંહ અને માતા ગંગાબાઇ ખૂબ જ ધાર્મિક સંસ્કારવાળા હતા. એકનો એક દીકરો બલિદાન દેવા તૈયાર થયો.
જેણે પોતાના દેહને દેશ, સમાજ કે જાતિના ભલા માટે નથી અરપ્યો તેનું જીવન વ્યર્થ છે. માયા અને બેં-ચાર બીજા વણકરો રાજડેલીમાં આવી માયાની ઇચ્છા બલિદાન આપવાની છે તે વાત જાહેર કરે છે.
એક અછૂતના લોહીથી રંગાયેલ પાણી સવર્ણો પીશે ? ડાહ્યા માણસોએ જણાવ્યું કે, અસ્પૃશ્ય સમાજમાં પણ પરાશર ઋષિ, વેદવ્યાસ, ત્રિકમસાહેબ, રોહિદાસ વગેરે મહાનપુરૂષો પાક્યા છે.
વીરમાયાનું ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું. તેના નામનો જયજયકાર થયો. સહસ્રલિંગ સરોવરની વચમાં માયાને લઇ જવામાં આવ્યો. બલિદાનની મુહૂર્તની ઘડી આવી પહોંચતાંજ ચકચકતી તલવાર નમેલી ડોક પર રામનામ લેતાં મારી. તલવાર પડતાંની સાથે માયાનું શીર ધડથી જુદુ પડયું. લોહીની ધારાઓ વહેવા લાગી. આકાશમાં સૂર્યનારાયણ થંભી ગયા.
વીરમાયાના રકતથી તૃપ્ત થયેલ ધરણીમાંથી નીર પ્રગટટ્યાં. માયાનું લોહી અને જળ એકમેક થયા. સહસ્રલિંગ સરોવરમા વચમાંથી પાણી ઉપર આવવા લાગ્યાં. અને સરોવર પાણીથી છલકાઇ ગયું. આ રીતે આજથી નવસોહ વર્ષ પહેલાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં અસ્પૃશ્ય ગણાતા રંકનું આત્મસમર્પણ મહાસુદ સાતમના દીને અર્પાયું.
વીરમાયાન ભવ્યાતિભવ્ય આ બલિદાનની વાત લોકહૃદયમાં એટલી દૃઢ થયેલી છે કે આજે નવસો વર્ષ પછી પણ સવર્ણો પણ એના બલિદાનને વંદન કરે છે. ‘રાણીના મહેલ’ના નામે ઓળખાતા ટેકરા પર વીરમાયાનું સ્મારક બનાવવામાં આવ્યું છે દર વર્ષે મહાસુદ-૭ ના રોજ ત્યાં ભવ્ય મેળો ભરાય છે. સુંદર સંકુલ બનાવવામાં આવ્યું છે.