________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૮૫
પાટણ આર્ટસ કોલેજના કેટલાક અધ્યાપકો તથા અન્ય મિત્રો ભેગા મળી “ભાલણ સાહિત્ય સભા” નામની નાના પાયા ઉપર સાહિત્યને લગતી પ્રવૃત્તિ ચલાવે છે. જે અભિનંદનને પાત્ર છે.
ભાલણના બે પુત્રો નામે ઉધ્ધવ અને વિષ્ણુદાસ હતા. બન્ને પુત્રો પણ કવિ હતા.
ઘીવટામાં આવેલ “ભાલણકવિની ખડકી”માં કયું ઘર ભાલણનું હતું તેની માહિતી મળતી " નથી. લેખકે એના માટે સીટી સર્વેનો રેકર્ડ જોવડાવ્યો હતો પણ કાંઇજ માહિતી મળતી નથી.
સરસ્વતિપુરાણ - સિધ્ધરાજના શાસનકાળમાં ચોર, અગ્નિ, ઝેર અને ઝેરી પ્રાણીઓ ! : (સર્પ, વ્યાઘ, સિંહ વગેરે)નો ભય ન હતો. તેમજ કોઈને ભૂખ કે તૃષાની ચિંતા ન ; હતી અર્થાત્ સર્વ પ્રજાજનો સાધન સંપન્ન હતાં. (સર્ગ ૧૫ શ્લોક ૧૦૦)
સિધ્ધરાજના શાસનકાળમાં સર્વ વર્ણો સ્વધર્મથી રહેતાં હતાં, મનુષ્યોમાં | 1 અકાલ મરણો થતાં ન હતાં અને ભયંકર વ્યાધિઓનો ભય ન હતો.
સિધ્ધરાજ ભપતિના પ્રભાવ વડે વરસાદ ઈચ્છા પ્રમાણે થતો.(માગ્યા! 1 મેઘ વરસતા હતા) પૃથ્વી દરેક પ્રકારનાં વિપુલ ધાન્ય આપતી અને ગાયો પુષ્કળ i દુધ આપતી હતી. આ
' રૂદ્ધફૂપમાં જે મનુષ્ય સ્વસ્થચિત્તથી શ્રાદ્ધ કરે છે, તે એકોત્તરશત | પિતૃપુરૂષોને રૂદ્રલોકમાં લઈ જાય છે.