________________
૮૧
યુગે યુગે પાટણની પ્રભુતા લેખકે તૈયાર કરાવેલ છે. સિદ્ધરાજના કીર્તિસ્તંભ શિલાલેખના એક અંશ તેમણે પાટણના વિજળકુવા પાસે આવેલા વૈજનાથ મહાદેવના મંદિરની ભીંતમાં જડાયેલો છે, તે શોધી કાઢી એક અભૂત દસ્તાવેજ આધાર પૂરો પાડયો છે. આ દસ્તાવેજ તથા તેનું ભાષાન્તર આ ગ્રંથમાં અન્યત્ર છાપેલ છે. સિદ્ધરાજના કીર્તિસ્તંભના આરસના લેખના આ ટુકડાની કિંમત આજે લાખો રૂપિયા ગણાય તેવો છે.
આપણા પાટણના કવિ ભાલણ, કર્ણ સોલંકી, ચાવડાઓની વંશાવલી, વિદ્યાપતિ બિલ્હાણ, ધર્મારણ્ય, શ્રી હેમચંદ્રાચાર્ય ઇતિહાસકાર એક પ્રાચીન રેંટીયાગીત, વાર્તાઓમાં ઇતિહાસનો વિપર્યાસ, પાટણની જગ્યાએ પહેલાં કોઈ નગર હતું ખરૂ? પાટણની સ્થાપનાની તારીખ વાર અને તિથિ, સિદ્ધરાજ અને કુમારપાળના બનાવટી દાનપત્રો, સોલંકી સમયના રાજ્યાધિકારીઓ, આડ, મંત્રી ઉદયન, જૈન સાહિત્યમાં શ્રી બહુચરાજી, વાયડા જ્ઞાતિ સંબંધી કેટલાક પ્રાચીન લેખ વગેરે અનેક સંશોધાત્મક તેમના લેખો છે.
પાટણના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી પુરૂષોત્તમભાઈ ભીખાભાઈ શાહ ઉ.વ.૯૭ શ્રી રામલાલભાઈ મોદીના મિત્ર છે. તેમણે ભારે જહેમત લઈ સ્વ.શ્રી મોદીના લેખ સંગ્રહ ભાગ-૧ અને ભાગ-૨ એમ બે ગ્રંથોનું સંપાદન કરી પ્રસિદ્ધ કરાવેલ છે. શ્રી મોદીના ધણા લખાણો હજુ પણ ગ્રંથ સ્વરૂપે પ્રસિદ્ધ કરવા જેવા પડ્યા છે. આપણા પાટણમાં સ્થપાયેલી આપણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આ અંગે ગંભીરતાપૂર્વક વિચારે. અને સ્વ.શ્રી મોદીના અપ્રાપ્ય લખાણો પ્રસિદ્ધ કરે એવી આ કટાર લેખકની યુનિ. સત્તાવાળાઓને અનેક વખત નમ્રવિનંતી કરેલી છે. - સ્વ.શ્રી રામલાલ ચુનીલાલ મોદીના ઇતિહાસ અને પુરાતત્વને લખાતા સંખ્યાબંધ ગ્રંથો અને લેખોને નિષ્ણાત વિદ્વાનો અને માન્ય સંશોધન સંસ્થાઓએ પુરસ્કારોથી નવાજ્યા છે. તેમના લખાણો એમ.એ. ની ગુજરાતી વિષયની પરિક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થયેલ છે. તેમને મરણોત્તર નર્મદ સુવર્ણચંદ્રક મળેલ છે. તેમના તૈલચિત્રોનું અનાવરણ પાટણ હાઇસ્કુલમાં કરવામાં આવેલું જે વાચકવર્ગે એકવાર દર્શન કરવા જેવું છે. પાટણ જેવા ખૂણે પડયા, ધન કે કીર્તિની પાછળ વલખાં માર્યા સિવાય શુદ્ધ વિઘા ઉપાસનાનું જીવન શ્રી મોદીએ ગાળ્યું અને ગુજરાતને પોતાના સંશોધનના ફળ સ્વરૂપે અનેક અદ્ભુત કૃતિઓ અર્પણ કરી, તેથી એમનું જીવન ખરેખર સાર્થક થયું. નિરાડંબર, સંશોધકની કદર આપણા પાટણે તેમના જીવતાં કરી નથી. તેમની કાયમી સ્મૃતિ રહે એવું પાટણની સાહિત્યપ્રેમી અને ઇતિહાસપ્રેમી જનોએ એમના જીવતાં કાંઈ કર્યું નથી એ ખરેખર દુઃખદ ઘટના છે.
1 શ્રી ડોલરરાય માંકડે તેમને શ્રદ્ધાંજલી અર્પતા સાચે જ કહ્યું છે કે, “સ્વ.શ્રી રામલાલ મોદી આપણા ગણ્યાગાંઠયા અભ્યાસીઓમાંના એક હતા. તેમણે કરેલું સંશોધન બહુમૂલ્ય છે. ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસમાં તેમણે આપેલો ફાળો વિશિષ્ટ છે.''
નર્મદ સાહિત્યસભાના પ્રમુખપદેથી શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ તેમના વિશે જણાવેલ કે, “સ્વ.શ્રી રામલાલભાઈએ સંશોધનમાં સ્વતંત્રતા અને સત્યભકિત દાખવ્યો એ નાની વાત નથી.'
તા.૧-૭-૨૦૦૫ના રોજ સ્વ. શ્રી મોદીના પરમ સ્નેહી મિત્ર મુરબ્બી શ્રી પુરૂષોત્તમદાસ