________________
કામળી; કપડો નાખીને પછી જ ઓઢવી જોઇએ. કામળી માત્ર તમસ્કાયની વિરાધના-કિલામણાથી જ બચવા માટે નથી. કામળી અપકાય, તેઉકાય, વાઉકાયના જીવોની રક્ષા માટે પણ છે. વંટોળ ચડે ત્યારે વાયુકાય સચિત્ત બને છે. ને ચારેબાજુ છવાઇ જાય છે. સચિત્તવાયુ ઘડા, પાતરા, ગોચરી. ઉપધિ આદિને અડે, તો તે સચિત્ત રજવાળા બની જાય, માટે વરસાદના છાંટાથી બચવા જેમ બારીબારણાં બંધ કરાય છે. તેમ વંટોળ ચડે ત્યારે પણ બારી બારણા બંધ કરીને અને કામળી ઓઢીને બેસવું જોઇએ. જયણા માટે જે કામળી છે, એ આજે શોભા માટે બની ગઇ છે.
પરમાત્માના શાસનનો મુનિ માટે જે વેશ કેટલાય વર્ષોથી ચાલ્યો આવે છે, એ વેશને પલટાવનાર મહાપ્રાયશ્ચિત્તનો ભાગીદાર બને. મુનિવેશમાં મનફાવતો પલટો લાવનાર આપણે શૂરવીર (!) પાક્યા છીએ અને રેશમી, તારવાળી, સાદી વગેરે જાતજાતની કામળીઓ ઓઢતા થઇ ગયા છીએ. પૂર્વે પહેરાતી પાલીની કામળી આપણા શરીર પરથી તો વિદાય થઇ જ ગઇ છે, પણ હવે તો બજારમાંથી પણ અલોપ થઇ જશે એમ લાગે છે. આ રીતે પરિવર્તન કરતા રહીશું, તો ક્યાં પહોંચી જવાશે, એ વિચારતાં આંખે અંધારા આવી જાય છે.
સંઘ સાધુની ભક્તિ દિલ મૂકીને કરે છે, એ ભક્તિ ફુટી ન નીકળે એ માટે સાધુએ સંયમની ભીષ્મ સાધના કરવાની છે. સાધના નહિ થાય, તો આ ભક્તિ ફુટી નીકળશે. લૌકિક દુહો યાદ આવે છે.
ધર્માદાકી રોટીયો, જીસકા લંબા લંબા દાંત, ધર્મ કરે તો ઉગરે, નહિતર ખેંચી કાઢે આંત, જબ માંગેગા હિસાબ, તબ છૂટ જાયેગા પિશાબ.
cobwe
uslap
વાચનાના આ પ્રથમ વિભાગમાં આ અને આવા અનેક ચિંતનો
One tonal
fe
ersongse Only