________________
જ્ઞાન-આગમની શાસનમાં મુખ્યતા છે. આ બતાવવા માટે જ વિહાર સમયે મુનિના ખભે આગળના ભાગે પોથી ને પાછળ પાત્રા રાખવામાં આવે છે. આગળ પાત્રા-તરપણી ન રખાય. આગળ તો પોથી-જ્ઞાન જ રાખવું જોઇએ.
પદાર્થો જોતાં આંખમાંથી પાણી ઝરે તો સમજવું કે જ્ઞાન પચ્યું છે, પણ જો પદાર્થો જોઇને જીભમાંથી પાણી છૂટે તો સમજવું કે જ્ઞાન પચ્યું નથી.
પ્રભુના શાસનમાં ગીતાર્થ ગુરુનું મહત્ત્વ ઘણું ઘણું છે. વર્તમાનમાં ગીતાર્થોની મર્યાદા મુજબ શાસન ચાલે છે. જોગની ક્રિયા, પ્રતિક્રમણ વગેરેની વિધિ આજે જીતકલ્પની મર્યાદાનુસાર ચાલે છે. હાલ પાંચ વ્યવહારમાંથી ચાર વિચ્છેદ પામતાં જીતકલ્પ મુજબ શાસન ચાલે છે. શ્રુત-આજ્ઞા-ધારણા વ્યવહાર વગેરે આજે નથી. આજે ગીતાર્થો દ્વારા નિયત થયેલ સામાચારીનું પાલન કરવાનું છે.
SD SIST
મોભને માથે બે ખીલી વધુ' આ કહેવત મુજબ સામાન્ય સાધુ કરતાં પદસ્થોના શિરે વધુ જવાબદારી સોપવામાં આવી છે. એકનું એક પાપ જુદી જુદી વ્યક્તિ કરે અને પદસ્થ કરે, તો પ્રાયશ્ચિત્તમાં પણ ફરક પડે.
Tophils bis
s
રથયાત્રા એટલે શું ? રથયાત્રાને શાસ્ત્રમાં ‘ચલ ચૈત્ય’ તરીકે ઓળખાવવામાં આવી છે. રથયાત્રામાં નિસીહી કહીને પ્રવેશ કરવો જોઇએ. એમાં વાતચીત ન થાય, શ્રાવકથી જોડા ચંપલ ન પહેરાય, ઉચિત વસ્ત્રો શ્રાવકે પહેરવા જોઇએ. મંદિરની જેમ રથયાત્રામાં પ્રભુના ગુણો જ ગવાના હોય. આજે બેન્ડવાજાનો ઘોંઘાટ સરજીને ‘રથયાત્રા'ની પૂર્ણતા મનાય છે. જૂના વખતમાં વાજાગાજાની નહિ, પ્રભુના ગુણો ગાવાની મુખ્યતા હતી.
in Education terna
XVII
& PISSILK O