________________
‘ગૃહિદેહોપકારાય’ ગોચરી કહી છે. ઇન્દ્રિયોના રસપોષણ માટે નહિ, પણ ગૃહસ્થોના અને સાધુ દેહના ઉપકાર માટે ગોચરી જવાનું છે. પૂર્વકાળમાં ગોચરી મળે તો સંયમ વૃદ્ધિ માનીને અને શુદ્ધ ગોચરી ન મળે તો તપોવૃદ્ધિ માનીને મુનિઓ તપ જપમાં ખોવાઇ જતા. પચ્ચકખાણ પારીને જ ગોચરી જવાય, તો આ રીતે તપોવૃદ્ધિ ક્યાંથી થઇ શકે ?
વિ ઉપસર્ગ પૂર્વક દર શબ્દના સંયોજન પૂર્વક વિહાર શબ્દ બને છે. વિશેષ રીતે હરણ કરવું, દૂર કરવું, એ વિહાર, વિશેષ પ્રકારે ગૃહસ્થના અજ્ઞાન આદિને દૂર કરે, એ વિહાર. આ વિહારની વ્યાખ્યા આજે ઘટે છે ખરી ? ગાયકવાડ રાજ્યમાં જેમ ઘોડે સવાર, ટેક્સ માગીને ગામેગામથી રવાના થઇ જતો, એમ આજે આપણે ગોચરી-પાણી વહોરીને આગળ ચાલ્યા જવાનું રાખ્યું છે. ગૃહસ્થના ભક્તિના ભાવ વધારવા કે ટકાવી રાખવા આપણે શું કરીએ છીએ ?
પ્રતીકને જ પૂર્ણ માનવાની ભૂલના આપણે ભોગ બન્યા છીએ. પચ્ચકખાણ પાર્યા બાદ સ્વાધ્યાય કરવાનો છે. ભૂખ અસહ્ય બને ત્યારે જ વાપરવાનું છે. આ સ્વાધ્યાયના પ્રતીકરૂપે ધમ્મોમંગલની ૧૭ ગાથા ગણવાની પરિપાટી ગોઠવાઇ છે, પણ આ પ્રતીકને આપણે પૂર્ણ માની બેઠા છીએ અને પ્રતીક રૂપ ૧૭ ગાથા પણ કઇ રીતે ગણાય છે, એનું અવલોકન કરવા જેવું છે. લ
સુશ્રુત નામના આયુર્વેદ ગ્રંથમાં લખ્યું છે કે, દૂધ-ઘી આદિ વિગઇઓ ઔષધની જેમ પ્રમાણસર ઉપયોગમાં લેવામાં આવે, તો જ ખોરાકની પચન-ક્રિયામાં સહાયક બને. આ ભૂલાઇ ગયું છે અને ઔષધ આહાર રુપે લેવાઇ રહ્યો હોવાથી રોગોએ શરીરમાં ઘર ઘાલ્યું છે.
Jain
on
Lione
ટિDિrat Eાન , PerSON
: ૯