________________
ન્યાયરહસ્ય.
છેલ્લી બે કૃતિઓ રામભદ્ર સાર્વભૌમે લગભગ વિ. સં. ૧૭૩૦માં રચી છે જ્યારે બાકીની કૃતિ મથુરાનાથ તર્કવાગીશે લ. વિ. સં. ૧૬ ૨પમાં રચી છે.
વિવરણાત્મક સાહિત્ય - યશોવિજયગણિના ગ્રન્થોના બે વર્ગ પાડી શકાય : (૧) મૌલિક અને (૨) વિવરણાત્મક. આ ગણિએ પોતાના જ ગ્રન્થોના સ્પષ્ટીકરણાર્થે વૃત્તિ, વિવૃતિ, વિવરણ કે ટીકાના તેમજ વાર્તિક, ટબ્બા કે બાલાવબોધના નામે ઓળખાવાતું સાહિત્ય રચ્યું છે એટલું જ નહિ, પરંતુ કેટલાયે અન્યકર્તક ગ્રન્થો માટે પણ તેમ કર્યું છે. આથી એમના વિવરણાત્મક સાહિત્યના બે વર્ગ પડે છે : (૧) સ્વપજ્ઞ વિવરણો અને (૨) અન્યકર્તક ગ્રન્થોનાં વિવરણો. પ્રથમ વર્ગના બે ઉપવર્ગ સૂચવાય તેમ છે : (અ) સંસ્કૃતમાં રચાયેલાં વિવરણો અને (આ) ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં રચાયેલાં વિવરણો કે જેને સામાન્ય રીતે બાલાવબોધ' કે “ટબ્બો કહે છે. આમ ત્રણ પ્રકારનું વિવરણાત્મક સાહિત્ય સર્જાયું છે.
(૧) સ્વોપજ્ઞ સંસ્કૃત ઉપલબ્ધ સાહિત્ય આ નિમ્નલિખિત ગ્રન્થોને લગતું છે:
અજઝપ્પમયપરિફખા, આધ્યાત્મિકમતખંડન, આરાધક-વિરાધક-ચતુર્ભગી, ઉવએ રહસ્ય, ઐન્દ્રસ્તુતિ, કૂવદિન્તવિસઈકરણ, ગુરુતત્તવિણિચ્છય, જ્ઞાનસાર, જ્ઞાનાર્ણવ, દ્રવ્યલોક, દ્વાર્જિશદ્ધાત્રિશિકા, ધમ્મપરિફખા, નયોપદેશ, પ્રતિમાશતક, ભાસારહસ્સ, વીરસ્તવ (ન્યાયખંડખાદ્ય) અને સામાયારીપયરણ.
(૨) સ્વોપન્ન ગુજરાતી ઉપલબ્ધ સાહિત્ય આ અંગેની કૃતિઓ નીચે મુજબ છે :
અજઝષ્યમયપરિખા, જ્ઞાનસાર, દોઢ સો ગાથાનું હૂંડીનું સ્તવન, દ્રવ્યઅનુયોગ-વિચાર, સંયમશ્રેણિવિચારસઝાય), સમકિતનાં છ સ્થાનની ચોપાઈ, સવા સો ગાથાનું સ્તવન અને સાડી ત્રણ સો ગાથાનું સ્તવન.
(૩) અન્યકર્તક ગ્રન્થોનાં સંસ્કૃત વિવરણો આને લગતા અન્યકર્તક ગ્રન્થો નીચે પ્રમાણે છે :
૧. આના ઉપર અવચૂર્ણિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org