Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત પ્રહસને ( પૂર્વકાલીન અને સમકાલીન પ્રહસનેના પરિપ્રેક્ષ્યમાં)
ચિત્રા શુકલ
ગુજરાતનાં સંસ્કૃત પ્રહસનમાં શ્રી ગજેન્દ્રશંકર પંડ્યાનું પ્રદાન મહત્વનું છે. તેમને જન્મ ઈ. સ. ૧૮૯૧માં થયો હતો. દેવગઢબારિયાની શાળામાં ૧૯૩૦ થી ૧૯૫૧ સુધી તેમણે આચાર્યપદ સંભાળ્યું અને ૧૯૫૩ થી ૧૯૬૦ સુધી સુરતની વનિતા વિશ્રામ સંસ્થામાં શિક્ષણકાર્ય કર્યું. તેમની પૂર્વે સંસ્કૃતમાં અન્ય રૂ પક પ્રકારે રચાયા હતા, પરંતુ તેમના સિવાય અન્ય કોઈનું પ્રદાન સંસ્કૃત પ્રહસને માં ગુજરાત માં જોવા મળતું નથી. તેમણે આઠ પ્રહસને આપ્યાં છે : (૧) નિયમનમ (૨) સુભગમ નિયમ (૩) વેદત્તમઃ (૪) કત્વમ્ (૫) કસ્ય દેષઃ (૬) કઃ કોયડન (૭) ચુરબુદ્ધિમત્તા (૮) બુદ્ધિપ્રભાવમ્ આ સર્વ સંસ્કૃત પ્રહસને સરળ ભાષામાં રચાયાં છે અને તેમના ઘણાંખરાં ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત સંસ્કૃત સામયિક ‘સવિત’માં પ્રકાશિત થયાં છે.
આ પ્રહસને પૂર્વકાલીન સંસ્કૃત પ્રહસનોથી જુદાં પડે છે. આધુનિક સંસ્કૃત પ્રહસનેમાં માત્ર શ્રી ગજેન્દ્રશંકર જ નહીં પણ અન્ય પ્રાન્તના લેખકોનાં પ્રહસનેમાં પણ અંકસંખ્યા, સંવાદ, પાત્રો અને વિષયમાં મેટું પરિવર્તન આવ્યું છે. ભારતના નાટયશાસ્ત્રમાં દર્શાવાયેલા નિયમો હવે ચુસ્તપણે અનુસરતા નથી. એક કે બે અંકોમાં સીમત ન રહેતાં પ્રહસને ક્યારેક ચાર કે પાંચ આંક સુધી વિસ્તરે છે. આધુનિક પ્રહસનેમાં દંભી ધર્મગુરુઓ ક ઢાગી સાધુઓ નાયકસ્થાને નથી તેમ નાયિકા સ્થાને ગણિકા નથી. સામાન્ય સ્ત્રીપુરુષ, વેપારી, વિદ્યાથીઓ, રાજપુરુષો અને અમલદારો આધુનિક પ્રહસનેની પાત્રસૃષ્ટિમાં સ્થાન લે છેઆ પ્રહસનેને વિષય ધર્મગુરુઓની લેલુપતા કે દંભમાં સીમિત નથી પરંતુ સમાજજીવનના વિવિધ ક્ષેત્રોને આવરે છે. સાસુ-વહુના ઝધડા જેવી કૌટુંબિક સમસ્યાઓ, શિક્ષણક્ષેત્રે દેખાતી બદીઓ, અમલદારશાહીની અનીતિઓ, કાળાબજાર, હવે પ્રહસનેનું લક્ષ્ય બને છે. આ બધા ઉપરાત પૂર્વ કાલીન પ્રહસનેમાં અનુચિત શૃંગારરસના નિરૂપણ દ્વારા સ્થૂળ, અશ્લીલ હાસ્યરસ નિપન્ન થતા હતા તેને સ્થાને સમકાલીન સંસ્કૃત પ્રહસનોમાં સુરુચિપૂર્ણ કટાક્ષે, ભાષાચાતુર્ય કે સંજોગ અને સ્થિતિના વિષનિરૂપણ દ્વારા સ્વરછ સુંદર હાસ્યરસ નિપન્ન થાય છે. પાશ્ચાત્ય સંપકને પરિણામે અંગ્રેજી સાહિત્યની અસર પણ હવે વરતાય છે. કેટલાંક પ્રહસને તે ભજવાયાં હોવાને
વાયાય', પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી. અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬ ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૧-૧૮.
* ૮૫-એ, કંજ સોસાયટી, અલકાપુરી, વડોદરા-૫.
For Private and Personal Use Only