Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એશ બેટાઈ
કરેલાં વિલક્ષણ તો તેમાં નથી સચવાતાં; ઘણી વખત સંવાદને ગદ્યને સ્થાને પદ્યપ્રયોગ થયે છે એમ પણ લાગે. છતાં આ પ્રયોગ માં સુલક કે કૃત્રિમ પદ્યો ધણાં ઓછાં છે. સંભવ છે કે અહીં પણ કાલિદાસના “શાકુન્તલ ને પ્રભાવ હોય. સંસ્કૃત નાટકમાં હાસ્ય એક નબળું તત્ત્વ છે. માત્ર વિદૂષકની ભેજનપ્રિયતાને ઉપયોગ હાસ્ય જમાવવા માટે સામાન્યત: નાટકકારે કરે છે. પરન્તુ ફરી એકની એક રીતે આ વાત આવે ત્યારે તે હાસ્યરસ નથી રહેતો. આ નાટકમાં આ એક નેધપાત્ર ખામી છે, મર્યાદા છે. નાટકના સંવાદ સહજ જણાય છે, તેનાથી વસ્તુવિકાસ સરસ રીતે, કલાત્મક રી1 થાય એવા પ્રભાવેત્પાદક આ સંવાદે છે. અને કયું પાત્ર સંસ્કૃતમાં બેલે અને કયું પ્રાકૃતમાં તે બાબતની પરંપરા જાળવી રાખવા છતાં નાટકકારે જરૂરિયાત જણાઈ તે મુજબ તે મrfથ એ રંગસૂચન સાથે ધણાં, ધણી કક્ષાનાં પાત્રોને સંસ્કૃતમાં વાર્તાલાપ કરતાં બતાવ્યાં છે. સમગ્રપણે વસ્તુ, તેનું સંકલન, નાટયકલા, સંવાદકલા-તમામ બાબતે માં નાટકકાર પિતાની સર્જક તરીકની મૌલિકતા જાળવી રાખે છે. કથાવસ્તુ, પાત્રો, નાટયકલા, દશ્યસજન વગેરેમાં કલાકાર તરીકે નાટકકાર ઠીક ઠીક સ્વતંત્ર જણાય છે. સંસ્કૃતનાં કાલિદાસ અને ભવભૂતિને બાદ કરતાં, આ કૃતિને રચયિતા તેની વિલક્ષણ રીતે નવી ભાત પાડે છે.
કૃતિને સાસ્વાદ
“શાકુન્તલ”ના આરંભે નટીના અતિમધુર ગાનથી સૂત્રધાર દૂર દૂર ખેંચાઈ ગયો; તેને, મમટના શબ્દોમાં “ વિચલિતદ્યાન્તર આનન્દ” એવી એકાગ્રતા પ્રાપ્ત થઈ. જે સંગીતના રસ અને માધુર્યને લાગુ પડે છે, તે જ નાટયકલાના રસને લાગુ પડે છે. આ દૃષ્ટિથી વિચારીએ તો આપણે સ્વીકારી લઈએ કે નાટક સમગ્રપણે સારી એવી જમાવટ કરી શકહ્યું છે. સામાજિક આ નાટકને રંગભૂમિ પર ભજવાતું જોઈને ક્યાંય કંટાળો નહીં અનુભવે, સમગ્રપણે તેની એકાગ્રતા અકબંધ રહેશે, જળવાઈ રહેશે. જો કે આપણે એ પણ કહેવું ઘટે કે કાલિદાસ અને ભવભૂતિની સફળતા આ નાટકના રચયિતાને પ્રાપ્ત થવાનો સંભવ ઓછો છે. છતાં સમગ્રપણે સામાજિકની રસવૃત્તિને જાળવી રાખતા આ નાટકમાં કયાંય પણ કંટાળો આવે, નાટકકાર નાટયકલા અને કાવ્યકલાની સિદ્ધિમાં અત્યન્ત નિમ્ન કક્ષા એ ઉતરી ગયે છે એવો અનુભવ ખાસ થતો નથી.
ગુજરાતમાં સચવાઈ રહેલી હસ્તપ્રતોની મદદથી આ નાટક ઉપલબ્ધ થયું છે, અન્યત્ર નહીં તે જોતાં, આ નાટક કાલિદાસના પુરોગામી ભાસનું રચેલું છે એવો સંપાદકને દાવો ન
સ્વીકારીએ તે પણ અનામી નાટકકારની આ નાટયકતિ ગુજરાતની છે, ગુજરાતની સમ્પત્તિરૂપ છે એટલે તે આપણે જરૂર સ્વીકારીએ.
For Private and Personal Use Only