Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનકર કર મનુશંકર વેનાં સંસ્કૃત નાટકો: એક પરિચય
હાલરડા પ્રકારની રચના ખાસ નોંધપાત્ર છે. કેટલીકવાર રચનાઓ ખંડિત ઇદમાં તો કેટલીકવાર અધુરા છંદમાં છોડી દેવાયેલી છે, પરંતુ તે સાભપ્રાય હોવાનું જણાય છે. અલંકાર ;
સાદમૂલક અલંકારનો પ્રયોગ ઘણે આકર્ષક છે. ઉપમા અને ઉàક્ષાના પ્રયોગો નોંધપાત્ર છે. અન્ય ક્તિ, કલેષ અને વિરોધ અલંકારના પ્રાગે પણ પ્રશંસાને પાત્ર છે. અલંક રોની ભરમાળને બદલે જરૂર પ્રમાણેના તેના વિનિયોગને લીધે ગણે કૃતિઓ આસ્વાદ્ય બની છે. શંકરાચાર્યની શૈલીએ વિચારને સ્પષ્ટ કરવા માટે દષ્ટાંત આપવાની કર્તાની વિશિષ્ટતા પણ નોંધનીય છે.
ભાષા :
કર્તાની ભાષા સરળ, પ્રવાહી અને સંપૂર્ણતયા પ્રભાવશાળી છે, સંસ્કૃત ભાષાની લઢણુ, વાક્યરચના તથા વિચારપ્રવાહ અને ભાવવાહિતા સાથે મેળ ખાય તે પદક્રમ એ સમગ્રનું સમુચિત સંયોજન સંસ્કૃત શૈલીને પૂરેપૂરું અનુરૂ૫ છે. કર્તાને સંસ્કૃત ભાષા સાથે એટલે ગાઢ પરિચય પ્રતીત થાય છે કે કહેવામાં ન આવે તો આ અર્વાચીન રચના છે એ ખ્યાલ ભાષાપ્રયોગ ઉપરથી ભાગ્યે જ આવી શકે. ક્યાંક ભાષામાં અપાણિનીય પ્રયોગો જોવા મળે છે. સંભવતઃ તે વાર્ધકની વિસ્મૃતિ, કયારેક થેડી અસાવધતા તે ક્યારેક ઉતાવળનું પરિણામ હોય તેમ જ ગાય છે. કયારેક તો કાઈ અભિયાન માટે પાસે કૌંસમાં વૈકલ્પિક શબ્દપ્રયોગ પણ દેખાય છે. એ ઉપરથી એવું સ્પષ્ટ અનુમાન થઈ શકે કે કૃતિને અંતિમ સ્પર્શ આપવાનું કોઈક વાર રહી. ગયું છે પ્રભાવક પરિબળે :
2 નાટકોમાં કર્તાની ભાષા, શૈલી, ચિંતન અને સમગ્ર માવજત ઉપર પ્રભાવ પાડતાં પરિબળ બહુ સ્પષ્ટ રીતે નજરે પડે છે. ભાષાની બાબતમાં કાલિદાસ અને ભતૃહરિની અસર વ્યાપક પ્રમાણુ માં છે. કેટલીક વાર કાલિદાસુના સીધે સીધા વાક્યમંડ લેવાયેલા છે. વિશ્વામિત્રમેનકા પ્રસંગમાં અવારનવાર શિવ-પાર્વતીનાં પ્રસંગોના ઉલલેખ થયેલા છે. રઘુવંશમુની અસર પણ સ્પષ્ટ છે. ભવભૂતિના ઉત્તરરામચરિતમ્ અને ભતૃહરિના શતકોને પ્રભાવ પણ ભાષા-શૈલી અને વિચારના સંદર્ભમાં જોવા મળે છે. ભગવદ્ગીતા તે ત્રણે નાટકોનું સંચાલક બળ હોય તેમ જણાય છે. ગીતાના વિચારો ઠેકઠેકાણે અને કયારેક તે તેવા જ શબ્દોમાં રજૂ થયેલા છે. શાંકરદાંતને પ્રભાવ માત્ર શંકરાચાર્યના નાટકમાં જ નહીં પરંતુ ત્રણે નાટકમાં જોવા મળે છે. શંકરાચાર્યની ગદ્યશૈલી, તેમના સ્તોત્રો, ચિંતન અને તર્ક પદ્ધતિને પણ ત્રણે નાટકોમાં પ્રભાવ વર્તાય છે. સંસ્કૃત વ્યાકરણ સાથે કર્તાને સધન પરિચય છે. નારદની પ્રવૃત્તિ અને યાચનાના સંદર્ભમાં આમને પદ-પરૌપદની ક્રિયા વિષેના વિનોદમાં પણ તાવિક દષ્ટિ જ વિશેષ મહત્ત્વની બની રહે છે. નાની હળવી રમૂજથી પણ ઊંડું તત્ત્વચિંતન પ્રગટ થયું છે.
કર્તાના રાજકારણ સાથેના પરિચયને પણ ઘણે મોટે પ્રભાવ નાટકની માવજત અને ચિંતન ઉપર પડ્યો છે. ત્રણે નાટકોમાં રાજકીય પ્રવૃત્તિને ઉપપ્રવાહ પણ વહેતો દેખાય જ છે.
For Private and Personal Use Only