Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અit S. જેથી
છે તેમ આ નાટિકાની પ્રસંગોજના સ્વાભાવિક રીતે જ ઉત્તરરામચરિતને છાવાઅંકની જનાને ધણી રીતે મળતી આવે છે.
હવે આપણે છાયાશાકુન્તલને કથાવસ્તુની સાથે સાથે આસ્વાદ લઈએ. પ્રારંભમાં નાટિકાના કર્તા પ્રાધ્યાપક પરીખ નાન્દી દ્વારા મહાકવિ-યુગ્મ કાલિદાસ-ભવભૂતિને ઋણ સ્વીકાર કરે છે. જુએ નાન્દી–
शब्दाश्च यै श्रुतिमनोहरचारुवर्णा अर्थाश्च येऽत्र विलसन्ति मनोज्ञभावाः । जानन्तु तान्सहृदया मयि मन्दबुद्धौ
श्रीकालिदासभवभूतिकृपाकटाक्षान् ॥ १ ॥ સાચે જ આ નાટિકામાં ઠેરઠેર શ્રતિમાને હારવણું જોવા મળે છે. શકુન્તલાના પ્રત્યાખ્યાન પછીના પ્રસંગોથી નાટિકાને પ્રારંભ થાય છે. મારીચ ઋષિના આશ્રમમાં જન્મેલો શકુન્તલાને પુત્ર ભરત પાંચ વર્ષનો થઈ ગયો છે. જેમ ઉત્તરરામચરિતમાં સીતા-પરિત્યાગ પછી રામમાતા કૌસયા આદિ અધ્યા છેડી ગયા હતા (આમ સીતાના પરિત્યાગથી રામ પોતે જ પરિત્યક્ત બની ગયા ) તેમ શકુન્તલાના પ્રત્યાખ્યાનથી વ્યથિત પિતા કર્વ અને ગૌતમી અન્ય ઋધિઓ સહિત કવાશ્રમ છોડી હિમગિરિ પર ક્યાંક ચાલ્યાં ગયાં છે. તો આ તરફ અત્રિતવનમાં રાક્ષસને હરાવી પાછો ફરતે દુષ્યત માર્ગમાં કર્વાશ્રમ આવશે જ એવું જાણીને વિરહિણી શકુન્તલાને દુષ્યતનું દર્શન કરીને પણ આશ્વાસન મળે તે માટે ઋષિ મારીચના પ્રભાવથી છાય રૂપે–એટલે કે માત્ર આશ્રમ દેવતાને દેખાય પરંતુ અન્ય માટે અ9 એવી–શકુન્તલાને લઈને સાનુમતી કાશ્રમમાં પ્રવેશે છે. શકુન્તલાને આટલે વર્ષે જોઈને આશ્રમ-દેવતા જે ઉગાર કાઢે છે તેના દ્વારા લેખક આપને શાકુન્તલના શબ્દક અને ભાવક ઉભયને સંપર્શ કરાવે છે. જુઓ. आश्रमदेवता-समवलोक्य) हा वत्से शकुन्तले चिरेण दृष्टाऽसि ।
सामं शरीरं वदनं विवर्ण दीर्पण शोकेन मनः सचिन्तम् । तथाऽपि रम्याऽसि हिमैः समीरैः
शीर्णव हेमन्त-सरोज-लक्ष्मीः ।।५।। શકુન્તલાનું કહેવાશ્રમમાં આટલા વર્ષે પુનરાગમન થતાં અન્યાની જેમ શકુન્તલાને સહચર એવા આશ્રમમૃગો પણું શકુન્તલા જતાં આશ્રમ છોડી જંગલમાં ચાલ્યા ગયા હતા, તે આજે પાછા આવ્યા, તે જોઈ, જાણું અનસૂયા આશ્ચર્ય અનુભવે છે. જુઓ
शकुन्तलायाश्चिरविप्रयोगात् त्यक्त्वाऽऽश्रमं यानि वनं श्रितानि । सारङ्गयूथानि निवृत्त्य सद्यो नृत्यन्ति संहृष्टमनांसि तानि ॥ ६ ॥
For Private and Personal Use Only