Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજાલાલનાં બાળનાટકો
રમણલાલ પાક
લગભગ સાડાપાંચથી છ દાયકા સુધીને સુદીર્ઘ કવનકાળ ધરાવનાર પૂજાલાલ રણછેાડદાસ દલવાડી ૧૯૨૬ થી ૧૯૮૫ સુધી શ્રીઅરવિંદઆશ્રમ પાંડિચેરીમાં રહ્યા હાવાથી ગુજરાતની સામાન્ય પ્રજા અને વિદ્વત્ઝામાં પણ તેએ અલ્પજાણીતા છે. તેઓના જન્મ ૧૭ જૂન ૧૯૦૧માં પંચમહાલ જિલ્લાના ગેધરા નગરમાં અને સ્વર્ગ વાસ ૧૭ ડીસેમ્બર ૧૯૮૫ના રાજ શ્રીઅરવિંદઆશ્રમ પાંડિચેરીમાં થયો હતેા. તેમના પૌતુક ધા માટીની ઈંટ બનાવવાને હતા પરંતુ પૂનલાલ નાનપણુથી જ ભણવામાં હેાશિયાર હતા, તેથી ધંધામાં ન જોડતાં તેમને ભણવા દેવામાં આવ્યા. યુવાવસ્થામાં વ્યાયામ શિક્ષકની નેાકરી સ્વીકારી અને સનિષ્ઠાના બળે વ્યાયામને વરેલા ગુજરાતના નામાંકિત વ્યાયામવીરેશમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. કાં વ્યાયામ શિક્ષક અને કત્યાં સંસ્કૃત સાહિત્યકાર ! તેએ ગુજરાતની માધ્યમિક શાળાઓમાં વ્યાયામશિક્ષક હતા—ભાષાસાહિત્યના નહિ. પૂનલાલે બાળકો અને કિશોરો માટે ઘણાં ઊર્મિ કાવ્યો-ભાવગીતે લખ્યાં છે. તેથી તેએ માત્ર બાળકવિ હતા એવું નથી. તેમણે ગંભીર કહી શકાય એવા નાનાં મેટાં સેનેટા, શ્લોકા પણું વિપુલ પરિમાણુમાં લખ્યાં છે. તેમણે મેઘદૂત અને ઈશાવાસ્યાપનિષદના સુંદર અનુવાદ કર્યા છે. શ્રી અરવિંદનાં નાટકો ઉપરાંત મહાકાવ્ય સાવિત્રીને સુંદર અને સપૂર્ણ અનુવાદ કર્યા છે, તેએ શ્રી માતાજી પ્રત્યે વિશેષ ભક્તિભાવ રાખતા હોવાથી માતાજીએ તેમને ' માયપેાએટ ' કથા છે.
આધુનિક ભારતના અન્ય કોઇ સંસ્કૃતના સાહિત્યકારે પૂજલાલ જેટલાં સ ંસ્કૃત બાળકાવ્ય, નાટકો અને આલાપમાલા સંવાદે નહિ લખ્યાં હોય.સૌંસ્કૃતના અન્ય નાટકકારની તુલનામાં પૂજાલાલની કેટલીક વિશિષ્ટતાએ છે. તેમના સ ંસ્કૃત લખાણેામાં બે સ્થિત્યંતર જોવા મળે છે. પ્રથમ છે પ્રશિષ્ટપણું અને પછી છે ઋજુતા, માટે ભાગે નાટકકારી સરળતાથી કઠીનતા તરફ જતા હૈાય છે. જ્યારે પૂજાલાલમાં આમ નથી. ૧૯૬૮માં માતાજીએ ‘ સરળ સંસ્કૃત ' માટે અને ૧૯૭૧માં સંસ્કૃતને રાષ્ટ્રભાષા થવાના સંદેશ આપ્યા ત્યારથી પૂજલાલે ભાષા-શૈલીમાં ઋજુતા-સરળતાના વિશેષ ખ્યાલ રાખ્યા છે. ( ૨ ) કોઈ સ્કૂલમાં સંસ્કૃતના વિધિવત અભ્યાસ નથી કર્યા, સ્વાધ્યાયથી જ સૌંસ્કૃતભાષા આત્મસાત કરીને સાહિત્યનું લેખનકાર્ય શરૂ કર્યું. ( ૩ ) તેમણે પાંડિચેરીના શ્રી અરવિંદઆશ્રમનાં બાળકો માટે નાટકો લખ્યાં છે. આ બાળક આપણા ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણુતાં ખાળકોની માર્કે સાધારણું પરિવારાનાં અને સામાન્ય સ્તરનાં નહિ પરંતુ શ્રી અરવિંદઆશ્રમમાં ‘સ્વાધ્યાય ’, પુસ્તક ૩૪, અક ૧-૪, દીપેાત્સવી, વસંતપ ંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અ'ક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૨૭, પૃ. ૨૮૭-૨૯૬.
બ્રાહ્મણ ફળિયું', તરસાલી, મઢાદરા-૩૯૦૦૦૯,
For Private and Personal Use Only