Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જતીન પ" cજા
પાંચમા અંકના પ્રથમ પ્રવેશમાં મડમિશ્રના ઘરને શોધતા શંકર માહિષ્મતી નગરીમાં આવી પહયા. બીજા પ્રવેશમાં શંકરે મંડનમશ્રને પોતાના વાકચાતુર્યથી પ્રભાવિત કરીને મંડનમશ્રની પત્ની સરસ્વતીનું આતિથ્ય સ્વીકાર્યું.
દિવસ સુધી ચાલેલા મંડનમશ્ર-શંકરને સુપ્રસિદ્ધ વાદવિવાદને અંતભાગ છઠ્ઠા અંકમાં નિરૂપાયો છે. સતત ૫૦ દિવસ સુધી વિવાદ ચાલ્યું. છઠ્ઠા અંકના પ્રથમ પ્રવેશમાં ચિંતાગ્રસ્ત સરસ્વતી વિવાદના વિષે વિચારમગ્ન દશામાં ફરતાં હતાં ત્યાં ચેટીએ આવીને મંડનમિકો હાર
સ્વીકારી લીધી તેના સમાચાર આપ્યા. લોકો ગુસ્સામાં શંકરનો વધ કરવાની રજા માગવા લાગ્યા. સરસ્વતીએ તેમને ૨૫ટકાવીને વાદમંડપમાં પ્રવેશ કર્યો ત્યાંથી બીજે પ્રવેશ શરૂ થાય છે. સરસ્વતીએ પિતે વિવાદ શરૂ કર્યો, અને કામસૂત્રની ચર્ચા આરંભી. શંકરે પરકાયાપ્રવેશ માટે ૬ માસને સમય માગી લીધા.
સાતમા અંકમાં શ કર પુનઃ પ્રત્યક્ષ થયા અને વિવાદ પૂર્ણ કર્યો. કવરોધી ક્રક) વગેરે પણ ત્યાં આવી પહોંચ્યા. અને સરસ્વતીના વચનથી આચાર્ય પદવી પ્રાપ્ત કરી શંકરાચાર્ય તત્ત્વજ્ઞાન અને વ્યવહારને સંતુલિત કરતે ઉપદેશ આપ્યો. સરસ્વતી સહિત ચારેય આચાર્યોએ શંકરની સ્તુતિ કરી ત્યાં નાટક સમાપ્ત થાય છે. વિક્રમ સંવત ૨૦૨૦ના વૈશાખ સુદ પાંચમને દિવસે આ નાટક કર્તાએ સમાપ્ત કર્યું' એવી પુપિકા કર્તાએ અંતે આપી છે.
નાટકનું વસ્તુ :
હારવરિતમ્ નાટકની કથા શંકરાચાર્યના દાર્શનિક સિદ્ધાંતોના વિજયની કથા છે. પરંતુ નાટકનું વસ્તુ શાંકરસિદ્ધાંતની પાછળ રહેલી મને વૈજ્ઞાનિક ભૂમિકાનું નિરૂપણ કરવાનું અને તરવજ્ઞાન અને વ્યવહારનું સંતુલન કરવાનું છે. શંકરાચાર્યના સમયમાં ધર્મને નામે જે દુરાચાર ફેલાયેલો હતો તેના ચિત્રથી નાટકને આરંભ થાય છે. વિદ્યાસંપન્ન વર્ગ પણ શબ્દચાતુર્યથી ભરેલા નિરર્થક પરિહાસ અને વિવાદમાં આત્મગૌરવ સમજતા હતા તે હરિહર અને નટરાજના પાત્રોથી વ્યક્ત થયું છે. શિવગુરુ જેવા ભેડા ગયાગાંઠ્યા ધર્મના આ પતનથી ચિતિત હતા. શંકરે બાલ્યાવસ્થા માં જ સંસારના છે આટાપાટા જોયા તેનાથી તેનું ચિંતનશીલ મન સંન્યાસ તરફ ઢળ્યું. આ સમગ્ર વિભાગ શાંકરદાંતની મને વૈજ્ઞાનિક ભૂમિકાનું વિશ્લેષણ કરનાર છે. સર્વત્ર અભેદ હોવાથી સર્વ પ્રત્યે આત્મવત્ વર્તવું એ વ્યવહાર છે, પરાજિત પ્રત્યે શંકરાચાર્યની કઠોરતા પણ લોકસંપ્રહાર્થ જ છે એમ નાટકકાર નિરૂપ છે, પરંતુ વિરોધી પ્રત્યે
સ્નેહભાવ અને આત્મભાવથી સમનવય દષ્ટિ સહ વિરોધ કરવો એવા સરસ્વતીના સૂચનને પણુ શંકરાચાર્ય સ્વીકારે છે. વિચ્છિન્ન સમાજની પુનઃપ્રતિષ્ઠા માટે ચાર મઠની સ્થાપના કરવામાં આવી. એ પ્રમાણે તત્વજ્ઞાનનું પણ અંતિમ ધ્યેય જનહિત અને વ્યવહાર છે એમ નાટક કારે નિરૂપ્યું છે. આ રીતે શાંકર વેદાંત વિષેના અભિગમને નિરૂપવાનું વિષયવસ્તુ નાટકકારને અભિપ્રેત હોય એમ જણાય છે.
For Private and Personal Use Only