Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 294
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬s જતીન ૫'ડચા વિદ્યાપીઠની હિન્દી પરીક્ષાઓ સાથે ઘણું લાંબા સમય સુધી સક્રિય રીતે સંકળાયેલા રહ્યા હતા. સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજકારણ અને ધર્મ તેમને અત્યંત રસના વિષય હતા. તેમના ભરયુવાનીકાળમાં ભારતની આઝાદીની ચળવળ પૂર જોશમાં ચાલતી હતી. તેમણે ૧૯૩૦, ૧૯૩૨ અને ૧૯૪૨ના આંદોલનમાં સક્રિય ભાગ લીધે અને ચાર વાર ધરપકડ વહોરીબે વાર સાદી અટકાયત અને બે વાર વરસ–વરસ માટેની સખત કેદની સજા ભોગવી. ૧૯૫૬ સુધી કાંગ્રેસના સક્રિય સભ્ય રહ્યા. પછી વૈચારિક મતભેદને કારણે રાજીનામું આપી રાજકારણમાંથી લગભગ નિવૃત્તિ લીધી, પરંતુ રાજકારણને રસ, રાજકીય ચિંતન અને રાષ્ટ્રભાવના પટ સુધી જીવંત રહ્યા. રાજકારણ સાથે તેમને જીવંત સંબંધ પ્રસ્તુત નાટકમાં પ્રતિબિબિત થયેલ દેખાય છે. ૧૯૬૬-૬ના અરસામાં વ્યવસાયમાંથી પણ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સુરતમાં સ્થાયી થયા અને ત્યારબાદ તેમનું સર્જનકાર્ય થયું. એટલે જીવનનો સંપૂર્ણ અનુભવ તેમની કૃતિઓમાં અભિવ્યક્ત થયેલું જણાય છે. તેમના પ્રસિદ્ધ થયેલાં સંસ્કૃત નાટકો ૧. શંવરિત ૨. pળે સન્નઈવનનમ્ ૩. માળીરના એ ત્રણ નાટકોનું સામાન્ય અવલોકન કરતાં પણ કર્તાના જીવનદર્શનને પરિચય થાય છે. ૨૪ માર્ચ ૧૯૯૦ ના રોજ તેમનું નવસારી મુકામે અવસાન થયું. ૨. રાંવરિતમ્ . પ્રકાશન : * સંવિ’ના ઓગસ્ટ-નવેમ્બર ૧૯૭૪થી ઓગસ્ટ ૧૯૭૬ સુધીના અંકોમાં ક્રમશ: આ નાટક પ્રસિદ્ધ થયું છે. કુલ ૬૩ જેટલાં પૃષ્ઠોમાં તે પથરાયેલું છે. પાછલા અંકમાં તેનું શીર્ષક સવિનયમ્ આપેલું છે. બંને શીર્ષકે ઉચિત છે. નાટકનું સામાન્ય માળખું : ફાંકારિત૬ ૭ અંકનું નાટક છે. ચોથા અંકમાં ચાર અને બીજ, પાંચમા તથા છઠ્ઠા અંકમાં બે-બે પ્રવેશે છે. તે સિવાયના અંકમાં જુદા પ્રવેશો નથી. તેમાં ૪૯ જેટલા લોકો છે. મોટાભાગના કર્તાના પિતાના રચિત છે, પરંતુ લગભગ ત્રીજા ભાગ જેટલા વિવિધ ગ્રંશેમાંથી અવતરણો સ્વરૂપે લેવાયેલા છે. મુખ્યત્વે ભગવદ્ગીતા, શંકરાચાર્યના સ્તોત્રો અને સુભાષિતોમાંથી તે લેવાયેલાં છે. અવતરણે પોતપોતાને સ્થાને અત્યંત સુયોગ્યતા પૂર્વક નિરૂપાયેલાં છે. નાટકની કથા : પ્રથમ અંક નદીથી શરૂ થાય છે. અને પછી મહાન આચાર્ય શંકરના જન્મસ્થાન કાલડી ગામમાં સંધ્યા સમયની આરતીથી મુખ્ય દશ્ય શરૂ થાય છે. તે સમય કાપાલિકાના અનાચાર અને અત્યાચારનો સમય હતે. શંકરના પિતા શિવગુરુના એક મિત્ર વિદ્યાનાથની, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341