Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 293
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનકશંકર મનુશંકર દવેનાં સંસ્કૃત નાટકે: એક પરિચય જતીન પંડ્યા* પ્રાસ્તાવિક : અર્વાચીન સમયમાં પણ સંસ્કૃત સાહિત્યમાં સર્જન પ્રવૃત્તિ ચાલી રહી છે અને સંસ્કૃત સામયિકો તેને પ્રસિદ્ધ કરી રહ્યાં છે એ આનંદ અને સંતોષની વાત છે. ભારતીય વિદ્યાભવન, કે. એમ. મશી મા*, મુંબઈ-૪૦૦ ૦૦૭ ના સંસ્કૃત શૈમાસિક “સંવિ'માં સ્વ. શ્રી જનકશંકર મનુશંકર દવે રચિત ત્રણ નાટકો પ્રસિદ્ધ થયાં છે. અહીં તે નાટકોને પરિચય આપવા ધાર્યો છે. પરંતુ પહેલાં નાટકકારના જીવન વિશે ની માહિતીની નોંધ લેવી ઉચિત રહેશે. જીવન અને સમય : આ નાટકના રચયિતા શ્રી જનકશંકર મનુશંકર દવેને જન્મ ૨૬ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ મહાશિવરાત્રીના દિવસે સુરતમાં થયો હતો. તેઓ તેના પિતાશ્રી મનુશંકર કૃષ્ણશંકર દવે તથા માતાશ્રી સુમનગૌરીના બીજા સંતાન હતા. તેમને બે ભાઈ અને ત્રણ બહેન હતાં. તેમણે કૃતિમાં સંબંધીઓનાં નામે ઉલ્લેખ કર્યો હોવાથી તે નામે નોંધવા પણ જરૂરી છે. તેમને મોટાભાઈનું નામ શ્રી રહિત દવે હતું. નાના ભાઈ શ્રી વિશ્વશ દવે તથા ત્રાગુ બહેને નામ પ્રજ્ઞાનવિદ્યા, ત્રિપુરા તથા ચંદ્રવિદ્યા છે. પ્રજ્ઞાનવિદ્યાની પુત્રીનું નામ જ્યોતિ છે. ત્રિપુરાના પુત્રને ઉલેખ વતીન્દ્રને નામે છે. આ યતીન્દ્ર એટલે ખરેખર તે જતીન, આ લેખને લેખક, ત્રિપુરાની બીજી પુત્રી સ્મૃતિને પણ આડકતરા ઉલેખ થયું છે. આ બધાં જ નામે એક સાથે શંકરચરિતના આરંભના શ્લોકમાં સ્પષ્ટ રીતે જણાય છે. શ્રી જનકશંકર મનુશંકર દવે એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરતમાં મેળવ્યું. ૧૯૩૦માં વિલસન કોલેજ, મુંબઈથી તત્ત્વજ્ઞાન વિષયમાં બી. એ. (ઓનર્સ) ની ડિગ્રી મેળવી અને ૧૯૩૫માં તે જ વિષય સાથે એમ. એ. થયા. તત્ત્વજ્ઞાનના અભ્યાસી હોવાને કારણે સંસ્કૃત શાસ્ત્રો સાથે તેમને સારો એવો પરિચય રહ્યો હતો. ઘરમાં પણ સંસ્કૃતનું વાતાવરણ હતું. વ્યવસાયે શિક્ષક હોવાને કારણે અને મહદંશે ભાષાશિક્ષણ તેમને ફાળે આવ્યું હોવાને કારણે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ઉપર તેમનું પ્રભુત્વ ધારદાર બન્યું હતું. ગુજરાત “ સ્વાધ્યાય', પુ. ૧૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-બેં ગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૬૫-૨૭૬, સંરકત વિભાગ, શ્રી એમ આ૨. ડી. આર્ટસ અને બી ઈ ઈ. એલ. કે. કોમર્સ કોલેજ, ચીખલી, જિ લિસા - ૯ ૬ ૫ ૨૧ સ્વા૦ ફ૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341