Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્રા શુ'
ચોટદાર કટાક્ષેા દ્વારા ઉચ્ચ કોટિના હાસ્યરસ - નિષ્પન્ન થતા હતા, તેવે આ હાસ્યરસ નથી પણુ આગલી સદીએમાં અશ્લીલતામાં સરી પડેલા સ્થૂળ હાસ્યરસને પુનઃ સ્વચ્છ બનાવી હાસ્યરસને નિર્માંળ બનાવવાનો પ્રયાસ તેમણે કર્યો છે. વળી સમાજને સ્પર્શીતા પ્રશ્નો તરફ પણ તેમને ધ્યાન દોર્યું છે.
ગુજરાતના આ પ્રહસનાના અભ્યાસ અન્ય રાજ્યાના સમકાલીન સંસ્કૃત પ્રહસના સાથે સરખાવીએ નહીં તો પૂર્ણ ગણાય. ગજેન્દ્રશંકર પંડયાના સમકાલીન, કલકત્તાના શ્રી જીવ ન્યાયતીર્થે પણ્ સ્વચ્છ અને તંદુરસ્ત પ્રહસને આપી હાસ્યરસને અíયત શૃંગારથી મુક્ત રાખવાના પ્રયાસ કર્યા છે. એમના ‘દરિદ્રતૢ વપ્રહસન 'માં વક્રેશ્વર નામના લાભી અને કંજૂસ બ્રાહ્મણુને એ સિદ્ધો જોઈએ તેટલા ચાખા મળે તે માટે વરદાનપેટે એક પાસે આપે છે, જે કંજૂસ મનેાવૃત્તિને કારણે તે ગુમાવે છે. ‘ વિવાહવિડમ્બનમ્ ’ નામના તેમના પ્રહસનમાં રતિકાન્ત નામના વૃદ્ધ ગૃહસ્થ ચન્દ્રલેખા નામની યુવતી સાથે લગ્ન યોજવા હારા રૂપિયા લગ્ન નક્કી કરાવતા પુરુષને આપે છે અને યુવાન દેખાવા પ્રયાસ કરે છે પરંતુ ચન્દ્રલેખા બીન્ત યુવાન સાથે લગ્ન કરી લે છે. ‘ શતવાર્ષિક ’ નામના તેમના પ્રહસનમાં મણુિ નામના વૈજ્ઞાનિક રોકેટ દ્વારા બ્રહ્મલેાકમાં પાંચે છે, અન્ય ગ્રહો અને રાહુ તેને બ્રહ્મા પાસે લઇ જાય છે અને બ્રહ્મા યુન્ત્રવિજ્ઞાનને કાણુમાં રાખવા કહે છે. પિકચષ્ણુ ' નામના પ્રહસનમાં કૃપણું કાપાલિકની ધનલાલસાને હાસ્યનું લક્ષ્ય બનાવાયું છે તે ‘ રાવિરાગ ’નામના તેમના પ્રહસનમાં સંગીત પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા રાજાને સંગીતપ્રિય યુગલ સંગીતાભિમુખ બનાવે છે. વિધિવિપર્યાસ ' પ્રહસનમાં સ્ત્રી અને પુરુષ પોતપાતાની તિ બદલવા જાય છે પણ છેવટે પાતાની જાતિમાં જ સતાષ માને છે. • વનભેજન ’પ્રહસનમાં પર્યટન માટે વનમાં ગયેલા અને મૌન જાળવવાની હરિફાઈ કરતા મૂર્ખ શિષ્યાને ચેર સમજી પોલીસ પકડે છે પણુ અંતે છેડી દે મા સર પ્રહસનામાં નિષિ અને સ્વચ્છ હાસ્યરસ છે.
છે.
તિરૂવલગડમાં જન્મેલા અને મદ્રાસની હાઇકોટમાં વકીલાત કરતા શ્રી મહાલિગ શાસ્ત્રીએ તેમના પ્રહસનેામાં સંગીત અને વાઘનું તત્ત્વ ઉમેરી પ્રહસનના સ્વરૂપને નવા નિખાર આપ્યો છે. તેમનાં કૌડિન્યપ્રહસન 'માં આંખમાં ધૂળ નાખીને એક મિત્ર બીજાના ભાણાની મિઠાઈ ખા જાય છે એવા પ્રસંગને આલેખે છે. ‘ શું`ગારનારદીય ' નામના તેમનાં પ્રહસનમાં બદલાતી ાંતના કથાઘટકને કેન્દ્રમાં રાખીને રમૂજી પ્રસંગેા આલેખ્યા છે. નારદનુ વાદ્યસ‘ગીત
આ પ્રહસનનું વિશિષ્ટ પાસું છે. તેમના જ ‘ ઉભયરૂપક ’ પ્રRsસનમાં કોલેજિયન યુગલને પ્રેમલગ્નની મંજૂરી ન આપનાર માતાપિતા પુત્ર દ્વારા ભજવાય રહેલા નાટકના આત્મહત્યાના કાગળને સાચા માની ગભરાઇને સમતિ આપી દે છે. મહાલિ'ગ શાસ્ત્રોનાં પ્રહસને નવી ભાત પાડે છે અને સાસુ-વહુના ઝધડા, ખાઉધરાપણું, પત્રોથી થતી ગેરસમજ વગેરે જીવનમાં ઠેર ઠેર અનુભવાતી વાસ્તવિકતાએમાંથી હાસ્ય નિષ્પન્ન કરે છે.
આ જ સદીમાં ડૉ. વી. રાધવનનું ‘ પ્રતાપવિજય' અથવા 'વિદ્યાનાથવિડમ્બના' પ્રહસન, વિદ્યાનાથના ‘ પ્રતાપયશભૂષણ ' નામના ગ્રંથના ઉપહાસાથે રચાયું છે. રાજા પ્રતાપદ્રતી પ્રશસ્તિ માટે વિદ્યાનાથે જે આલ'કારિક અને અતિશયેક્તિપૂર્ણ શૈલી અપનાવી તેને અહીં
For Private and Personal Use Only