Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્રા શુકa
અણસાર પણ મળે છે તેથી રંગભૂમિ, પ્રકાશ, વનિ વગેરેની સુચના કે આયોજનનો લાભ પણ મળી રહે છે.
ભગવદજજકીય ' કે “મત્તવિલાસપ્રહસન ' ઉપલબ્ધ સંસ્કૃત પ્રહસનેમાં પ્રાચીન મનાય છે. ધર્મના વિવિધ સંપ્રદાયના અનુયાયીઓ એક-બીજાની ખામીઓને નિર્દેશ કરી આ પ્રહસનેમાં હાંસી ઉડાવતા હોય છે. આત્માઓની અદલાબદલી, તકભાસ, મિયા દલીલબાજી દ્વારા હાસ્ય નિષ્પન્ન થાય છે. આ પ્રહસને ઊંચી કોટિને હાસ્યરસ નિપન્ન કરી સમાજમાં પ્રવર્તતા દાંભિક રીતિઓ તરફ અંગુલિનિર્દેશ કરે છે. કીથ “ભગવદજજય’ ચેથી સદીમાં રચાયું હાવાનું માને છે. * મત્તવિલાસ પ્રહસન ના કર્તા મહેન્દ્રવિક્રમધમનને સમય ઈસવી સન ૬૦૦ થી ૬૫૦ને હાવાના સામાન્ય રીતે સ્વીકાર થયો છે. આ પછીનાં પ્રહસનેમાં શંખધરચિત
લટકમેલક', વત્સરાજ રચિત “ હાસ્યચૂડામણિ” જ્યોતિરીશ્વરચિત “ધૂર્ત સમાગમ ', શંકર મિશ્રરચિત “ ગોરીદગમ્બર ' અને હરિજીવનમિ રચેલાં ‘ પ્રાસંગિક ', “ પલર મરડન ', ‘અદભૂતતરંગ ', ‘વિખુધમોહન ', “ ધૃતકુવાવલી મળે છે, અને બારમીથી સત્તરમી સદીમાં તે રચાયાં હોવાના નિર્દેશ મળે છે. “લટકમેલક'માં જન, બૌદ્ધ અને વેદાંતમતના અનુયાયી સાધુઓ હાસ્યનું લક્ષ્ય બન્યા છે. “હાચૂડામણિમાં ગુરુ જ્ઞાનરાશિ અને તેમના શિષ્યોના દભ અને છળ હાસ્ય નિષ્પન્ન કરે છે, તો “ગૌરીદિગમ્બર ’માં પાર્વતી પ્રત્યેને ભગવાન શિવને અનુરાગ હાસ્ય નહપન્ન કરે છે પરંતુ આ હસનની પરિણતિ શાંત કે ભક્તિરસમાં થાય છે. વિવિધ પ્રદેશના બ્રાહ્મણોને ખાવાપીવાના વિધનિષેધમાંથી ઉદ્દભવતી તકરાર “ પલાડુમરડન ’માં રમૂજ ઉપજાવે છે. “અદ્દભુતતરંગ', ‘સહદયાનન્દ' જેવાં પ્રહસનેમાં અત્યંત નિમ્નકક્ષાને, અશ્લીલતાભર્યો હાસ્યરસ છે. આમ બારમીથી સત્તરમી સદીનાં પ્રહસનેમાં ધૂળ પ્રકાર, અનુચિત, વિકત સુજ્ઞાથી ઉદ્દભવ હાસ્યરસ છે. શુંગારરસ ગૌણ બનીને હાસ્યરસને પ્રાધાન્ય
અઢારમી અને ઓગણીસમી સદીમાં સામરાજ દીક્ષિતરત “ ધૂસમાગમ ', જગદીશ્વરનું ‘હાસ્યાવ' પણ ધૂર્ત સાધુએ, તેમના શિષ્યો, ઊંટદદ વગેરેને હાસ્યરસના લય બનાવે છે. વેંકટેશ્વરનાં “ભાનુપ્રબંધ', “ લખેદર' પ્રહસનો અત્યંત વિકૃત, હીન કક્ષાના શૃંગારપ્રસંગોના નિરૂપણુથી હાસ્યરસ નિષ્પન્ન કરે છે. આવું જ આલેખન ધનશ્યામરચિત “ ચડાતુરંજન', અને વેંકટેશ્વરરચિત “ ઉમત્તકવિકલશપ્રહસન”માં છે. કૃષ્ણ ભટ્ટનું “સાન્દ્રકુતુહલ ' પણ આવાં જ, અનૌચિત્યપૂર્ણ ભૂગારવર્ણનેથી સ્થૂળ હાસ્ય નિપજાવે છે. તિરૂમલરચિત “ કુહનાભૈક્ષવ' અને અરુણગિરિનાથનું “સોમવેલીયેગાનદ' પ્રહસન દંભી સાધુઓ અને તેમની કામુક્તા આલેખી અનૌચિત્યને કાળજીપૂર્વક દૂર રાખી, વેશવિપર્યય વગેરેથી થતા ગોટાળામાંથી હાસ્યરસ નિષ્પન્ન કરે છે. આમ પ્રાચીન પ્રહસનેને ઉચ્ચ કોટિને હાસ્યરસ પછીના સમયમાં ઊતરતી કક્ષાને થત જાય છે અને અશ્લીલતામાં સરતા જાય છે.
વીસમી સદીના સંસ્કૃત પ્રહસનકારે પૂર્વકાલીન પ્રહસન સાહિત્યના અશ્લીલતા અને સ્થૂળ કોટિના હાસ્ય પર અત્યંત સજાગ છે. શ્રી ગજેન્દ્રશંકર પંડયા અને શ્રીવ ન્યાયતીર્થ તે આ
For Private and Personal Use Only