Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નાટયદણમાં ઉપરૂપક વિધાન
૧. “ ત્રિપુર દાહ ની કથા વિવિધ રાગોમાં રજૂ થતી હોવાથી તે “ ચિત્ર' પ્રકારના રાગકાવ્યનું ઉદારણ બને છે જયદેવ કત " ગીત-ગવિંદ' પણ ચિત્ર પ્રકારનું રણકાવ્ય છે જે સંગીત અને નૃત્ય—આ બંને કળાઓમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે.
(૧૨) ભાણ/ભણક
‘સાહત્યદર્પણ”માં ઉ૫રૂપકના એક પ્રકાર તરીકે “ભાણિકા અને ઉલ્લેખ છે, ભાણુ’ના નથી.
નાદર્પણ અનુસાર વિષ્ણુ મહાદેવ, સૂર્ય, પાર્વતી, સક-ધ તથા પ્રમથાધિપની સ્તુતિમાં નિબદ્ધ, ઉદ્ધતકરણેથી યુકત, સ્ત્રી પાત્રોથી રહિત, વિવિધ વસ્તુઓના વર્ણનથી યુક્ત, અભિનય કરવામાં દુકર છતાંય રસપ્રદ અને જકડી રાખનાર, અનુવાલ-વિતાલથી યુકા ભાણ/ભાણુક છે પ્રકારના હોય છે. (૧) શુદ્ધ-શુદ્ધપણે સંસ્કૃત વાણુ દ્વારા વર્ણનાયુક્ત (૨) સંકીર્ણ-સંસ્કૃત તથા પ્રાકૃતના સંકર દ્વારા કરવામાં આવેલા વર્ણનથી યુક્ત (૩) ચિત્ર-વિવિધ પ્રકારની તમામ ભાષાઓથી યુક્ત તથા મનોહર ક્રિયા દ્વારા અભિનીત (૪) ઉદ્ધત-ઉદ્ધત ક્રિયાએથી યુક્ત (૫) લલિત–લાલિત્વપૂર્ણ ક્રિયાઓથી યુક્ત તથા (૬) તલત ઠત-લલિત અને ઉદ્ધત ક્રિયાઓના મિશ્રણથી યુક્ત.
(૧૩) ભાણિકા
સાહિત્યદર્પણ” અનુસાર ભાણિકામાં એક જ અંક હોય છે. તેમાં સુંદર નેપથ્થરચના કરવામાં આવે છે. મુખ તથા નિવહણ સબ્ધિ હોય છે. કેશિકી તથા ભારતી વૃત્તિ હોય છે. તેમાં નાવિકા ઉદાત્ત પ્રકૃતિની હેવ છે અને નાયક મંદબુદ્ધિને હોય છે. ઉપન્યાસ, વિન્યાસ, વિધ, સાધ્વસ, સમર્પણ, નિવૃત્તિ અને સંહાર નામના સાત અંગે તેમાં હોય છે. સાહિત્યદર્પણ કારે પાશ્ચત તવોના આધારે ભાણિકાનાં લક્ષ નિરૂપ્યાં છે. નાટ્યદર્પણકારના મતે બહુધા વિષ્ણુના ચરતથી યુક્ત સ્ત્રીઓ દ્વારા સાથી (છંદ), વર્ણ અને માત્રાઓની રચના જેમાં કરવામાં આવે તે પ્રકારના ભાણ પણ સુકુમારતાના પ્રયોગને કારણે ભાણિકો કહેવાય છે. ભામાં ઉદ્ધત પ્રકારની ક્રિયાનું પ્રાયુ હોય છે જ્યારે ભાણિકામાં લલિત પ્રકારની ક્રિયાઓનું બાહુલ્ય હોય છે.
ભેજે ઉપરૂપકના ભેદ તરીકે “ભાણુ'નું વિસ્તૃતપણે વર્ણન કર્યું છે. તેમના મતે ભાણ-ભાણુક-માણિકામાં શિવ, વિષ્ણુ, દેવી, સ્કન્દ, સૂર્ય આદિ દેવોની સ્તુતિ ગાવામાં આવે છે. ભારે કરેલા વિસ્તૃત વર્ણનમાં નૃત્ય અને સંગીત સંબંધી અનેક વિગતો મળી આવે છે. તે સાત ખંડમાં વિભાજિત હોય છે. આ સાતે ખંડમાં વિવિધ પ્રકારની ભાષા અને તાલ પ્રયોજાય છે અને ઉદ્ધત તથા લલિત બંને પ્રકારની શૈલી એમાં નૃત્ય કરવામાં આવે છે. ભેજે કરેલા વનમાં બે મુદ્દા ધ્યાન ખેંચે તેવા છે. ગાયક ગાતી વખતે સતત કશુંક ને કશુંક કહે હોય છે. અને બીજી વાત એ કે બાણમાં જેને અભિનય કર દુષ્કર હોય તેવી વસ્તુઓ તથા
For Private and Personal Use Only