Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજય પંડ્યા
એક રાત તેની સાથે ગાળે છે અને પાછા વળે છે. દેવી પ્રભા ગર્ભવતી બને છે, અને તેનાં માતાપિતા લેકાનંદાથી ડરીને તેને જગલમાં ત્યજી દે છે. દેવીપ્રભા ચક્રવતી પુત્રને જન્મ આપશે એવું જ્યોતિષીઓએ ભાખ્યું છે. દેવીપ્રભા જગલમાં એક પુત્રને જન્મ આપે છે જેનું અહિતામાં અપહરણ કરે છે. પણ વિજયને સહાયક મતિવિભ્રમ રાક્ષસનાં પંજામાંથી પુત્રને બચાવી લે છે. (અંક ૨ )
વિજય અને દેવીપ્રભાને પુત્ર યજ્ઞ કરીને મહાવિદ્યા પ્રાપ્ત કરવામાં પિતાને સહાય કરવાને છે વિજય અને ચન્દ્રલેખા રમણીય અરણ્યમાં એકબીજાને સહચાર માણી રહ્યાં છે ત્યારે વિજયની દાસી પર એક વાઘ આક્રમણ કરે છે. વિજય તેની મદદે જાય છે. ચન્દ્રલેખા તત્વપ્રપંચનને પણ તેની સહાયે મોકલે છે. આ દરમ્યાન કોઈકે પાતાળનિવાસી ચન્દ્રલેખાનું પણ અપહરણ કરે છે. વિજય એક અંધારા કુવામાં કુદકા મારે છે જેમાં શત્રુ છૂપાયેલું છે. એક નાગ કનકચૂડની સહાયથી વિજય ચન્દ્રલેખાને બચાવે છે: (અંક ૩)
દેવીપ્રભાનો પુત્ર હવે ઉજજયિનીને રાજા બને છે. વિજયને ચરુપાક નામની તાત્રિક વિધિ કરવાની છે. તે અજિતબલા દેવીના મંત્રને જાણકાર છે. મંત્ર ચિત્રબન્ધ પ્રકારનો છે અને તેને આકાર માળાને છે. વિજયને સાચી માળા મળે છે. અને પ્રસન્ન થયેલી દેવી અજિતબલા tવાને ચમકારક ચાખાના દાણા આપે છે. દેવીપ્રભા પોતાના પતિને મળે છે. (અંક ૪)
શેષનાગના માર્ગદર્શન હેઠળ થનારા ચરુપાક યજ્ઞની બધી તેયારી થઈ ચૂકી છે. ૬૪ ગનીઓ રાસ રમવા આવી છે. રાજકુમાર રત્નપુંજ (વિજય અને દેવીપ્રભાને પુત્ર) હાથમાં ખડગ લઈ પતાના યજ્ઞ માટે રક્ષણ કરતો ઊભે છે. ફરી આહિતાત્માને ભાઈ યજ્ઞમાં વિદન ઊભું કરવા પ્રયત્ન કરે છે પણ શેષનાગ તેને નિષ્ફળ બનાવે છે. આ દરમ્યાન ચન્દ્રલેખા પણ આવી પહોંચે છે. વિજયની બને સપત્નીએ એકબીજાને મળે છે. આવતામાની રાક્ષસી બહેન વદન ઊભું કરવા પ્રયત્ન કરે છે. પણ તવપ્રપંચન પિતાના તપના પ્રભાવથી વિદન દુર કરે છે.
આખરે ચરપાક તૈયાર થઈ ગયો. વિજય મહાસિદ્ધિ પ્રાપ્ત કરે છે. વૈતાઢ્ય પર્વત પર માયાપુરી નગરીમાં રાજકુમારને ચક્રવતી બનાવવાનું આજ્ઞાસિદ્ધ વરદાન આપે છે. અહીં પાંચમો અંક પૂરા થતા નાટક ૫ણું પૂરું થાય છે. સાહિત્યિક મૂલ્યાંકન :–
બે જન્મની કથાવાળા આ નાટકમાં ઘણું વળાંક છે.. અતિપ્રાકૃત તત્ત્વોથી ભરપૂર આ નાટકમાં પ્રસંગના સમાધાન માટે dues ex machina દેવી તરોને ઘણીવાર આશ્રય લેવામાં આવે છે.
નાટયકાર પ્રશષ્ટ સંસ્કૃત સાહિત્યની પરંપરામાં દઢમૂળ છે અને નાટકમાં વિનિયોગ થયેલા કથાઘટકની સફળતા પાછળ નાટયકારના તેજસ્વી પુરોગામીઓની અસર દેખાય છે.
For Private and Personal Use Only