Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસને નામ પહેલી કૃતિ-વફામ વૈતાલિકો પણ તેમનાં દર્શન કરવા પ્રસ્થાન કરે છે. આ સાથે વિશ્વામિત્ર રંગભૂમિ પર પ્રવેશ કરે છે. તેઓ તેમના યજ્ઞની રક્ષાને મણે રાજ પાસે રામની માગણી કરવા આવ્યા છે, પરન્તુ તેમને મુખ્ય ઉદ્દેશ છે સુપાત્ર તરીકે પેતાની શસ્ત્રવિદ્યાનાં શ્રેષ્ઠ રહસ્ય અને શસ્ત્રો રાજાને આપવાને, ચાર કુમારના શિક્ષણું બાબત વસિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે સંવાદ થાય છે. વિદ્યાદાન વસિર્ટ કર્યું છે તેથી તેઓ વિશ્વામિત્રને ચાર કુમારની પરીક્ષા લેવાની વિનંતી કરે છે. સૂક્ષ્મ નિરીક્ષણ સાથે રામની પ્રખર શસ્ત્રવિદ્યામાં હજી કંઈક ખૂટે છે. એવો મત આપતા ઋષિ વિશ્વામિત્ર પિતાના રામને આપવાનાં શસ્ત્ર અને શસ્ત્રવિદ્યાની આગાહી કરી દે છે. તે પછી ઋષિ વિશ્વામિત્ર દશરથરાજ સમક્ષ રામને સાથે લઈ જવાની માગણી રજુ કરે છે. ૧૦ દશરથ રામને મોકલવા રાજી નથી તેથી વિશ્વામિત્ર અને દશરથ વચ્ચેનો સંવાદ રસપ્રદ બને છે. મુંઝાયેલા દશરથરાજ વસિષ્ઠની સલાહ લે છે અને તેમની અનુમતિ મેળવી રામ તથા લક્ષમણને વિશ્વામિત્રની સાથે વનમાં મેકલે છે. પંચમાક
આરંભે મિશ્રવિધ્વંભકમાં ત્ર શિષ્ય પ્રવેશે છે. જાણવા મળે છે કે વિશ્વામિત્રને ક્રોધે ભરાઈને શાપ આપતા કરવા માટે રાત્રે રાક્ષસોને મોક૯યા છે. તેને ઉદેશ એ છે કે વિશ્વામિત્ર કે પાવિષ્ટ થઈ રાક્ષસોને શાપ આપે તે તેમના બ્રહ્મર્ષિને નાશ થાય. પરંતુ યજ્ઞમાં થતાં વિદનેને નારા ક્ષત્રિયોને હાથે થાય, તેમને ક્રોધે ભરાઈને શાપ ન આપવો પડે તે માટે તે તેઓ રામને અને તમને લઈ આવ્યા છે, યો નિર્વેિદન પૂરા થાય અને પોતે પોતાનાં દવ્યાસ્ત્રીનું રામને પ્રદાન કરે છે તેમને સંક૯૫ છે, રાક્ષસે અને રાક્ષસી તાટકાને વધ રામ અને લમણુ કરે છે. તેમને વિશ્વામિત્રે દિવ્ય શસ્ત્રોનું પ્રદાન કરી દીધું છે. પૂરી પ્રસન્નતા સાથે આના અનુસંધાને વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ સાથે પ્રવેશ કરે છે. અહીં કવિ નાટકકાર મટી જ રે ચેડા સમય માટે વનની વનમી બને શેભાના નિરૂપણ દ્વારા પોતાનામાં રહેલા કવન મુક્તવિકારને અવસર આપે છે. વનની શોભા, પવિત્રતા અને અકુટિલતા ઉપરાંત વનવાસીઓનાં નિર્મળ, પવિત્ર, સરળ જીવનનું વર્ણન ત્રણેય પાત્રોના વાર્તાલાપ દ્વારા કવિ નિરૂપે છે અને તે નગરજનોના જીવનની સાથે સરખાવતાં અન્ન ભિન્ન છે તે બતાવે છે. ઋષિ વિશ્વામિત્ર, રામ અને લક્ષમણુના વનવર્ણન, વનવાસી-વન–વન દ્વારા જાણે એક અત્યન્ત મનેરમ નિરૂપણ કરીને કવિ ધાયું વાતાવરણ ખડું કરી દે છે.૧૧ અને આ ચેતનામય વનની પાછળ રામ-લક્ષમણું અને વિશ્વામિત્ર જનકપુરીમાં, મધુરામાં પ્રવેશ કરે છે. પઠાંક
વડાંકના આરંભે ત્રણ સૈનિકો પ્રવેશે છે અને તેમના સંવાદ દ્વારા ઘટનાક્રમ નાટક કાર આગળ વધારે છે. શિવધનુષ્ય ઉપાડીને તેની પણછ ચડાવી શકનારને પોતાની કન્યા સતા પરણાવવાને જનકને દઢ સંકલ્પ છે. આની ભૂમિકામાં જ રામ એકાન્તમાં સીતાને જુએ છે અને તેના અપૂર્વ સૌંદર્યથી પ્રસન્નમુગ્ધ થઈ તેને પોતાના હૃદયમાં સ્થાપી દે છે. આ જ રીતે
( ૧૦ વિશ્વામિત્ર આ નાટકમાં સવિશેષ સ્વસ્થ, સંયમી, શાણું પાત્ર તરીકે ૨જૂ થાય છે તેની નોધ લેવી ઘટે.
૧૧ આ કાયમય નિરૂપણ એ પણ આ નાટકનું એક વિલક્ષણ જમા પારકું છે,
For Private and Personal Use Only