Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રલેખાજયપ્રકરણ
કાલિદાસ ઉપરાંત ભવભૂતિની સૌથી વધુ અસર દેવચન્દ્રમણિ પર વર્તાય છે. દેવચન્દ્રમણિની નાટય પ્રતિભા ને ભવભૂતિ એક સગોત્રી આત્મા જણાય છે. ખાસ કરીને અતિપ્રાકત તત્તના આલેખનમાં ભવભૂતિના માલતીમાધવની અસર વર્તાય છે. માલતીમાધવની જેમ અહીં પણ તાંત્રિક વિધિનું નિરૂપણ થયું છે. વિજય અને તત્વપ્રપંચનની મૈત્રોમાં માધવ-મકરન્દની મૈત્રીની છાયા જાય છે. આહિતામાં કપાલકુણ્ડલાની પ્રતિકૃતિ છે. માલતીમાધવની જેમ અહીં પણ વાધ આક્રમણ કરે છે. વિજ્ય દાસીની સહાયે જાય છે અને તે દરમ્યાન તત્વપ્રપંચનને પણુ વિજયની સહાયે મેકલવામાં આવે છે. ચન્દ્રલેખા એકલી પડે છે અને તેનું અપહરણ થાય છે. બરાબર માલતીમાધવમાં પણ આવી જ પરિસ્થિતિમાં કપાલકુડલા માલતીનું અપહરણ કરે છે.
નાટયકારની સર્જનાત્મક શક્તિ સાધારણ કક્ષાની નથી, સંસ્કૃત ભાષા પર નાટયકારનું પ્રશસ્ય પ્રભુત્વ છે. સંસ્કૃત ભાષા-સાહિત્યને નાટયકારે બરાબર આત્મસાત કર્યા છે, અને તેથી નાટકમાં ઘણું કવિત્વમય પદ્યો અને વર્ણને મળે છે. સંસ્કૃત અને પ્રાકૃતમાં દેવીચન્દ્રગણએ દીર્ધ ગદ્યખંડ લખીને પોતાનું બન્ને ભાષા પરનું પ્રભુત્વ દાખવ્યું છે. સાહિત્યિક દૃષ્ટિથી જઈ એ તે હાસેખ યુગમાં લેખકને ભાષાને સર્જનાત્મક વિનિવેગ આશ્ચર્યજનક જ કહેવાય !
રંગસૂચનામાં તરવપ્રપંચનનું આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તવોrtવરથ નાનપાતર્મુલં નિશાન વનાં નાદથતિ બેસીને બે ઢીચણ વચ્ચે માથું રાખીને મૂંઝવણને અભિનય કરે છે. આની પહેલાં સંસ્કૃત સાહિત્યમાં આવી રંગસૂચના આવતી ન હતી. બીજા અંકમાં નાટયકારે કેટલાક નામધાતુ પ્રયોગો કર્યા છે. જેવા કે સાધૂચન્ત, ifરવૃઢાયતે, તારે, સહાય જેવા મળે છે. આવા પ્રયોગો સંસ્કૃત સાહિત્યના સુવર્ણયુગનું સ્મરણ કરાવે છે, જેમાં બાણ જેવા ભાષા સ્વામીઓ થઈ ગયા.
पृथुलकुचा सदशा चन्दनतिलकावलौकलिता । નયાત્રયન્જિનિતા વચ્ચે નવયં દુર (–૧૮) અહી શ્લેષ અલંકારને સુંદર વિન્યાસ થયેલ છે. नायं ललाटे काम्याया बकः कस्तुरिकाशशी । સીમાથાનિયંત્રાવથરસરાનનમ્ | (૨-૨૦)
આ પ્રિયતમાના કપાળમાં કસ્તુરિકાથી કરેલે આ ચન્દ્ર નથી પણ સેથીમાંથી વહેતું સૌન્દર્યનું ઝરણું છે. અહીં અપહતુતિ અલંકાર છે.
પ્રશિષ્ટ સંસ્કૃત નાટકોમાં પ્રસંગોપાત પાત્ર પિતાને અનુમત હોય તે સિવાયની પણ ભાષા બોલતું હોય છે, તે જ પ્રમાણે અહીં સિદ્ધવ્રતા પણ પ્રાકૃત છોડીને સંસ્કૃત બોલવા માંડે છે.
ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ નાટક રસપ્રદ છે. આ નાટકમાં ગુજરાતી ભાષાને અંકુરો. ફટના જોઈ શકાય છે. આ પ્રક્રિયા આગળ તે હેમચન્દ્રાચાર્યના સમયથી ચાલુ થઈ ગઈ છે.
For Private and Personal Use Only