Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
14
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિત એમ. તેથી
નાટકનું કથાવસ્તુ સંક્ષેપમાં આવું છે.
પ્રથમ અંકમાં ( ૧૨ ) કુ`ડિનપુરના રાજા ભીમક તથા તેમનાં રાણી વયસ્ક બનેલી પુત્રી રુક્મિણીના લગ્નની ચિંતા કરી રહ્યાં છે ત્યાં આકાશમાર્ગે નારદ પ્રવેશે છે અને સૂચવે છે કે રુક્મિણીને યોગ્ય પિત તા શ્રીકૃષ્ણ જ છે. રાજા આ સૂચનથી પ્રસન્ન થાય છે અને ( ૧.૩) સૂચના અમલ કરવાની આજ્ઞા આપવા મંત્રીને ખેાલવવા સેવકને આજ્ઞા કરે છે ત્યાં રાજકુમાર રુકો આવીને પિતા સમક્ષ ચંદિરાજ શિશુપાલ તથા મહારાજ જરાસંધની યોગ્યતા વર્ણવે છે. નારદના સૂચનની વાત રાજા કરે છે તે રુકમી ગુસ્સે થાય છે. કૃષ્ણુની નિંદા કરે છે અને ‘ક્ષત્રિય કુળના સંબંધ ક્ષત્રિયકુળ સાથે બંધાય તે જ યાગ્ય, ગાવાળિયા સાથે નહીં ” એમ કહીને ધાર્યું કરવા ચાલ્યા જાય છે.
ખીજા અંકના (૨,૧) વીરસેન અતે શિવશર્મા નામના ખે પ્રજાજનાના સવાદમાંથી જણાય છે કે પ્રજામાં વાત પ્રસરી ગઈ છે કે રુક્ષ્મિણી માટે પતિ તરીકે રાજા કૃષ્ણને ઇચ્છે છે અને રાજકુમાર શિશુપાલવે, રુક્મિણી (૨.૨) પોતે પણ કૃષ્ણને જ ઈચ્છે છે, તેને શિશુપાલનું નામ પણું ગમતું નથી, વિવાહ આડે એક જ દિવસ રહ્યો છે; રુક્િમણી પોતાના પત્ર કૃષ્ણને તરત પહોંચાડી શકે એવા કોઇ યાાંનપુણ બ્રાહ્મણુ લાવવા સખાને કહે છે અને સખી સારિકા હરિભટ્ટ નામના એક વૃદ્ધ બ્રાહ્મણને મેલાવી લાવે છે. રુક્મિણી તેને પત્ર અને પુરસ્કાર આપે છે, અને પુત્ર તરત જ કૃષ્ણને પહેાંચાડવા કહે છે, બ્રાહ્મણ એ પ્રમાણે કરવાની ખાત્રી આપે છે, પણ (૨૩) કુડિનપુરમાંથી બહાર આવેલા બ્રાહ્મણુ એક દિવસમાં દ્વારામતી તેા શી રીતે પહોંચાય, આ તેા ઠીક, કૃષ્ણુના પ્રય નિમિત્તે રાજકુમારી પાસેથી મને દૈવયેાગે દ્રવ્ય પ્રાપ્ત થયું એમ કહીને એક ઝાડ નીચે સૂઇ જાય છે. બીજી ખાજુ, (૨.૪) શિશુપાલને વિવાહ માટે કુડિનપુર જતા રાંકવા તેની માતા તેને તેના જન્મની વાત કરે છે. શિશુપાલને જન્મ સમયે લલાટમાં રક્તવર્ણ નેત્ર હતુ, કૃષ્ણના ખેાળામાં એ તેત્ર શમી જતાં એનું મૃત્યુ કૃષ્ણ દ્વારા થશે એમ માતાને નાદના વચન અનુસાર જાગુ થયેલી છે, એટલે એ શિશુપાલને કૃષ્ણથી દૂર રહેવા વિનંતી કરે છે, પણ જરાસંધની સાથે શિશુપાલ કુંડનપુર જવા નીકળે જ છે.
ત્રોજા અંકમાં (૩. ૧) અંત આહારથી
થલ બનેલે હિ૨ભટ્ટ એક વૃક્ષ નીચે ઊંઘી જાય છે. પણ ( ૩. ૨ ) દ્વારકામાં કુષ્ણે પોતાના મિત્રો પ્રવાસશોખીન શ્રીદામ અને મિષ્ટાન્નપ્રિય વિદ્યાધર સાથેના વાર્તાલાપમાં કહે છે #અનુયાયિનામિલાવપૂરળાયૈવ મનોદ્ભવઃ । આના સમર્થન તરીકે ૩, ૩) હરિભટ્ટ કૃષ્ણની માયાને કારણે જાગે છે તેા પેાતાની જાતને દ્વારામતીમાં આવી ગયેલી જુએ છે. એટલે તરત ( ૩. ૪ ) એ કૃષ્ણ પાસે જઈને એને રુક્િમણીને પત્ર આપે છે. પત્ર વાંચીને કૃષ્ણુ પ્રત્યુત્તરમાં ન ડરવાનું આશ્વાસન આપતા પત્ર મેાકલે છે અને બલરામને ૌન્ય સજ્જ કરવા સાત્યકિને આજ્ઞા કરા એમ કહેવડાવે છે.
For Private and Personal Use Only
ચેથા ગંકમાં ( ૪. ૧) બલરામ સંદેશ પ્રત્રે સૈન્ય સજ્જ કરાવે છે. ( ૪, ૨ ) રુક્િમણી ચિંતાતુર કૃષ્ણનાં બાળપરાક્રમેાનું કીર્તન સ્મરણુ કરી રહી છે ત્યાં માતા એને લગ્ન પૂર્વે