Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બદ્રિનાથ શાસ્ત્રીજીનાં નાટકો
૨૪૧
તેમજ નવરાત્રિમાં શેરીઓમાં ગવાતા સંસ્કૃત ગરબાઓએ થોડાંક વર્ષો સુધી તે નવીન આકર્ષણ ખડું કર્યું હતું, જેની નોંધ દેનિકપત્રોએ પણ ખૂબ જ સુંદર રીતે લીધી હતી.
વાર્ષિકોત્સવમાં ભજવાવવાના ઉદ્દેશથી જ એમણે સંસ્કૃત એકાંકી નાટક રચવાને પણ ઉપકમ કર્યો હતો, અને એ નિમિત્તે “ રાધાવિનોદ', “ રત્નાવલી ', ' માલિની', ' મિથ્યાવાસુદેવ', દીપશિખ કાલિદાસ ' વગેરે એકાંકીએ રચ્યાં હતાં. છેલ્લા સિવાય બધાં સભાની વાર્ષિકોત્સવની પત્રિકામાં છપાયાં છે.
શાસ્ત્રી વંદરા સયાજીરાવ વિશ્વવદ્યાલય અન્તર્ગત સંરકનમહાવિદ્યાલયમાં શ્રીવલભદાન્તના માનાર્હ પ્રાધ્યાપક તરીકે સંપ્રદાયની સેવા કરી.
શાસ્ત્રીજી શ્રીમદ્ભાગવતનો તલસ્પર્શી જ્ઞાતા અને અદ્વિતીય પ્રવક્તા હતા. શાસ્ત્રોના કઠિન અને કર્કશ વિષયનું સહજ, સરલ અને રસપૂર્ણ શ્રવણ શાસ્ત્રીજીના મુખેથી કરવું એ જીવનને લહાવે હતે. શ્રીમદ્ભાગવતના અનેક જ્ઞાનયજ્ઞોમાં અનેક અત્તર શત મહોત્સવમાં તથા શ્રીગિરિરાજ જતિપુરામાં સર્વ પ્રથમ અષ્ટોત્તર સહસ્ત્ર શ્રીમદ્ભાગવત મહોત્સવમાં ગુજરાતીમાં પ્રધાન વ્યાસાસનેથી ભાગવત પ્રવચનેથી સર્વને મત્રમુગ્ધ કર્યા હતા. તથા તેમનાં ભગવદ્ગીતાશ્રીવાલ્મીકિરામાયણ ષડશચન્થ ઉપરનાં જ્ઞાનસત્રને તે સમયના શ્રોતાઓ આજે પણ ભાવપૂર્વક યાદ કરે છે.
ગુજરાત સરકાર દ્વારા ૧૦-૧૧-૧૯૭૦ના ગુજરાતના વિશિષ્ટ પંડિત તરીકે શાસ્ત્રીજીનું મા શ્રી રાજપાલશ્રીના હસ્તે રાજભવન, અમદાવાદમાં સન્માન કરવામાં આવ્યું હતું.
દેશની આઝાદી માટે શાસ્ત્રીજીના ક્રાન્તિકારી લેખેને કારણે તેમના ઉપર સી, આઈ. ડી. મૂકવામાં આવી હતી. આ વાત વડોદરાના ન્યાયમંદિર હાલમાં પૂ. પા. ગો. શ્રી ૧૦૮ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજશ્રી દ્વારા વિદ્યાસુધાનિધિ પદવીથી શાસ્ત્રીજીને વિભૂષિત કરવા નિમિત્તેના જાહેર સન્માન સમારંભમાં પ્રાધ્યાપક શ્રી ગોવિંદલાલ ભટ્ટસાહેબે કરી હતી. શાસ્ત્રીજી પરમ વિદ્વાન, આદર્શ અધ્યાપક, અદિતીય પ્રવક્તા અને સાથે સાથે પરમ ભક્તહૃદય હતા. અને પોતાના ઘરમાં ગૃહસેવામાં બિરાજતા શ્રી દ્વારકાધીશના અનન્ય સેવાનુરાગી હતા.
શાસ્ત્રીજીને ગૃહિણી શ્રી હીરાલક્ષ્મીબેન પણ સંસ્કૃતનાં સારાં અભ્યાસી હતાં. “ગૃહિણી સચિન : સખી” એ આદર્શ પ્રમાણે શાસ્ત્રીજીનું ગૃહજીવન આદર્શ અને પ્રસન્ન હતું.
શાસ્ત્રીજીની ભાગવત શિષ્ય પરંપરામાં શ્રી રમેશચંદ્ર મ. શાસ્ત્રી, શ્રી બટુકશંકર મ. શુકલ શ્રી કનૈયાલાલ મા. જોષી, શ્રી ઓચ્છવલાલ પુરાણી વગેરે દિગવંત છે.
વને પ્રધુમ્ન બ. શાસ્ત્રી, સુબોધચંદ્ર ચુ. શાસ્ત્રી, નિરંજન શાસ્ત્રી વગેરે તથા અન્ય અનેક છે. સ્વ ૦ ૩૧
For Private and Personal Use Only