Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જે દ્રશંકર લાલશંકર પંડયા :
કૃત રૂપકક્ષેત્રે પ્રદાન
૨૫
દ્ર
રૂપકનું વિષયવસ્તુ પ્રચારાત્મક સાહિત્યની કક્ષામાં મુકાય છે. નાટકમાં નિરૂપિત કથાવસ્તુ કવકાંપત-ઉપાદ્ય છે: મનહર નામના ગુણસંપન્ન, સુધારાવાદી, પ્રÍતશીલ યુવકને ચાહતી યુવાન કન્યા લાવણ્યવતીને તેના પિતા સુન્દરદાસ દેવીદાસ નામના જરઠ, મરાસન્ન વૃદ્ધ સાથે
ભને કારણે બળપૂર્વક પરગાવી દે છે. લગ્ન સમયે વારાણસી ગયેલ મનોહર આ વિષમપાણયથી અજાણું રહે છે, તેને અટકાવી શકતા નથી. પાછા ફર્યા પછી તે પોતાની બહેન મંજરી દ્વારા આ આધાજનક સમાચાર જાણે છે, ત્યાં તે દેવીદાસ મૃત્યુ પામે છે. તેની વિધવા ભાભી, સુંદરદાસની બહેન દુઃશીલા અને અન્ય રૂઢિચુસ્ત વિધવા સ્ત્રીઓ, લાવણ્યવતીને કુળવાન, સંસ્કારી વિધવાને માટે પીયત એવા કેશવપન, કંકણુભ છે વગેરે પરંપરાગત સંસકારો કરાવવાની ફરજ પાડે છે, લાવણ્યવતી દઢતા અને હિંમતપૂર્વક તેમને વિરોધ કરે છે. સમયસર આવી પહોચેલો મને હર અને ગતિશીલ સમાજસુધારાવાદી શાન્તિદાસ કે.ટના હુકમથી આ અઘટિત સરકાર થતા રોકવામાં સફળ થાય છે.
જ્ઞાતિ મહાજન યુવાન વિધવામાં મનહર સાથેનાં પુનલગ્નને અનુમોદન આપે છે; પરન્તુ સુન્દરદાસ અને દુઃશીલા -પાવા અનાચાર (!) ને સહી શકતાં નથી. વાસ્તવમાં, આવાં લગ્નથી સુન્દરદાસની દ્રથલાલસા સંતોષાવાની નથી અને દુ:શીલા પતે વધવા હાઇ ને જે લડનસુખ પામી શકી નથી તે લાવવવતીને પ્રાપ્ત થાય તેથી ઈષ્ય પામે છે. આમ દ્રષદધુ દુઃશીલા ભાઈને ઉશ્કેરીને તેના દ્વારા લાવવતીને વિષપાન કરવાની ફરજ પાડે છે, જે તે વિષપાન નહીં કરે તો તેના પ્રેમી મનેહરની વાત કરાવી નાખવાની ધમકી આપે છે ! લાવ વતી પાસેથી “પ ને પશ્ચાતાપને કારણે વેચ્છાએ વિષપાન કર્યું છે' એવું બયાન પણ લખાવી લે છે. પ્રેમને ખાતર લાવણ્યવતી પ્રાણ પણ કરે છે. મને હર અપરાધીઓને સજા કરાવવામાં સફળ થાય છે, પરંતુ ચિતામાં ભસ્મીભૂત થઈ રહેલા પિયતમાના મૃતદેહને જોતાં વિરહવ્યથાથી આધાત પામીને તે જ અગ્નિમાં કુદી પડી આત્મહત્યા કરે છે! આ આદર્શ પ્રેમીઓના અગ્નિસંસ્કાર સાથે જ વિષમ પરિણય જેવાં સામાજિક અનિષ્ટોના અગ્નિસંસ્કાર કરવાને નિશ્ચય શાન્તિદાસ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જાહેર થાય છે. એ રીતે આ રૂપક દ્વારા લેખકે સમાજને આપવા ધારેલા સંદેશની તારસ્વરે ઉષણ થાય છે:
न कश्चिद गृह्णीयात्कथमपि हि शल्कं परिणये । न वा कश्चित्कुर्याज्जरठजनलग्नं मतिभवम् ॥२
નાટક પૂર્વેના નિવેદનમાં લેખક નિર્દેશ કર્યો છે તે પ્રમાણે આ નાટક, જેને લેખક પિતે 'નાટક' કહે છે તે નાટ્યશાસ્ત્રના નિયમને અનુસરતું નથી. લેખક તેમાં સાભિપ્રાય દુઃખાન્ત પ્રય છે. પરંતુ તેનું બાહ્ય રૂપ સંસકૃત નાટક જેવું જ છે. નાન્ડીકમાં નાટયકારે ગણેશવંદના કરી છે, પ્રસ્તાવનામાં સૂત્રધાર-નટીને સંવાદ છે. તેમાં નાટકકારના નામનો ઉલ્લેખ
૨ એજન, અંક ૫, પ્લાક ૩૬.
३ विषमपरिणयमित्येतन्नाटकं संस्कृतनाट्यशास्त्रनियमादीननुसत्य न योजितम् ।... એજન, નિવેમ્-9. ૨,
For Private and Personal Use Only