Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી મૂળકર યાજ્ઞિકનાં નાટકઃ એક અભ્યાસ
સ્વીકારવા માટે પ્રસ્તાવ મોકલાય છે, પરંતુ રાણા પ્રતાપ તે પ્રસ્તાવને નકારી કાઢે છે અને અકબરની ગુલામી કરતા માનસિંહ સાથે ભોજન ન કરી તેનું અપમાન કરે છે. માનસિંહ ક્રોધિત થઈ અપશબ્દો બોલી ત્યાંથી ચાલ્યો જાય છે.
અંક-૨, હલ્દીઘાટસંધામ : હલ્દીઘાટના યુદ્ધમાં પ્રતાપના વીર દ્ધાઓ વિજય મેળવતા આગળ વધી રહ્યા છે. આ જાણું અકબર પોતે યુદ્ધ પર આવી રહ્યો છે અને તેથી રાણા પ્રતાપ ખૂબ ચિંતિત છે. તેમને મંત્રી કુટયુદ્ધ કરી શત્રુઓને માત કરવાની સલાહ આપે છે. સૂર્યકુળના રાજવીઓને આ ન શોભે એમ જાણવા છતાં રાણા પ્રતાપ પરિસ્થિતિને કાબૂમાં લાવવા મંત્રાની સલાહ માને છે અને સૈનિકોને કુંભલગઢ પર યુદ્ધ માટે મોકલે છે.
અંક-૩, મેવાડામણમ: અકબર અને માનસિહ રાણા પ્રતાપને પકડી લાવી કેદ કરવાના પ્રયત્નો આરંભ્યા છે. છ છ માસથી ગુપ્તચરને રેષા છે. પરંતુ ગાંધારમાં વિપ્લવ ફાટી નિકળના પ્રતાપને પકડી લાવવાની જવાબદારી માનસિંહને સોંપી અકબર પોતે રાજધાની તરફ પ્રયાણ કરે છે.
અંક-૨, શલદુર્ગાશ્રય: રાણા પ્રતાપના અમાત્યને સાધવા અકબર એક બ્રાહ્મણને મોકલે છે. અકબરના ઈરાદાની ગંધ આવી જતા પ્રતાપ તેની પ્રજાને સંરક્ષણ માટે પર્વતીય પ્રદેશમાં ચાલી જવા કહે છે. ત્યાં નિષાદરાજ તેઓને ખૂબ સહાયતા કરે છે. આ જ વન્યપ્રદેશમાં પૃથ્વીરાજની બહેનને યુવરાજ અમરસિંહ સાથે પ્રેમ પાંગરે છે.
અક-૫, શલવિહાર: વનચરની મદદથી પૃથ્વીરાજની બહેન ખૂબ વીરતાથી શત્રુઓને પરાસ્ત કરે છે. આ જાણી રાણા પ્રતાપ ખૂબ પ્રસન્ન થાય છે અને તેને પિતાના કુળમાં સ્વીકારવા વચન આપે છે.
અંક-૬, સાર્વભૌમમાખણડનમઃ રાણા પ્રતાપ અકબરનું શરણ શોધે છે એવી અફવા ફેલાઇ ચૂકી છે એમ વિકૅભક દ્વારા સૂચિત થાય છે. પ્રતાપને મિત્ર પૃથ્વીરાજ આ વાત માનવા તૈયાર નથી. અકબર પૃથ્વીરાજને સત્ય હકીકત જાણી લાવવાનું કાર્ય સોંપે છે.
અંક-૭, મૃષાવાદપરિહારઃ પૃથવીરાજ અનુચર દ્વારા પ્રતાપને પત્ર લખી જણાવે છે કે તેણે શરણાગતિ ન સ્વીકારવી. નિષાદપતિ પ્રતાપને જણાવે છે કે પર્વતીય દેશને યવને એ ઘેરી લીધું છે અને તેથી બીજા પર્વત પર ચાલ્યા જવું યોગ્ય છે.
અંક-૮, વિજયપ્રયાણમ: પ્રતાપને બાળકુમાર વન્ય”વનથી ખિન્ન છે અને કુંભલગઢનાં મહેલમાં જવા જિદ કરે છે. મોગલસેના વિપ્લવ શાંત કરવા અન્ય પ્રદેશમાં જતી રહે છે. કુંભલગઢ પણ છતાઈ ગયું છે અને ઉદયપુર જીતવાને યત્ન ચાલી રહ્યો છે.
અંક-૯, વિજયમહોત્સવઃ વિજયનાં સમાચાર મળતા સમસ્ત મેવાડમાં આનંદ ફેલાવે છે. વીણાવાદકો સુંદર શાસ્ત્રીય ગીતોથી પ્રતાપના ગુણગાન ગાય છે. વિજયને યશ રાણા સ્વા ૦ ૨૯
For Private and Personal Use Only