Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
શ્રી મૂળશંકર યાજ્ઞિકનાં નાટકો: એક અભ્યાસ
શ્વેતા પ્રજાપતિ
સંસ્કૃત રૂપકક્ષેત્રે ગુજરાતનું શું પ્રદાન છે એમ જ્યારે વિચારીએ ત્યારે શ્રી મુળશંકર માણે કલાલ યાજ્ઞિકનું નામ ખૂબ સહજતાથી આપણી સ્મૃતિમાં આવે છે. સંગિતાસ્વયંવર (સં. સ્વ.), છત્રપતિસામ્રાજ્ય (. સા.) અને પ્રતાપવિજય (પ્ર. વિ.આ ત્રણ નાટકો એ તેમનું આધુનિક સંસ્કૃત સાહિત્યક્ષેત્રે આગવું પ્રદાન છે. આ ઉપરાંત તેમણે અન્ય પુસ્તકો પણ લખ્યાં છે.' તેમને જન્મ ગુજરાતનાં નટરમાં (ખેડા જિલ્લાનું નડીઆદ) 31 જાન્યુઆરી ઇ. સ. ૧૮૮ ૬માં થયે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડીઆદમાં મેળવી વધુ અભ્યાસાર્થે તેઓ વડોદરા આવ્યા. ઇ. સ. ૧૯૦૭ માં તેમણે સંસ્કૃતમાં બી. એ. કર્યું અને સાથે સાથે મહાન તત્ત્વજ્ઞ શ્રી અરવિંદનાં સાનિધ્યમાં એક સાચા માનવ તરીકે કળવાયા. તેમની વિદ્વત્તા અને નિરંતર કાર્યશીલતાથી આકર્ષાઈને શ્રી સયાજીરાવ ગાયકવાડે છે, સ. ૧૯૧૫ માં વડોદરાનાં સંસ્કૃત મહાવિદ્યાલયનાં પ્રથમ આચાર્ય તરીકે તેમની ફક્ત ૩૦ વર્ષની ઉંમરે ) નિમણુક કરી. ઈ. સ૧૯૩૨ સુધી મહાવિદ્યાલયમાં સેવા આપી પછી તેઓ ટી. જે. હાઇસ્કૂલ, મહેસાણામાં આચાર્ય તરીકે જોડાયા અને ઈ. સ. ૧૯૪૨માં નિવૃત્ત થયા. શેષ જીવન નડીઆદમાં ગુજાર્યું અને ૧૩ નવેમ્બર ૧૯૬૫ના રાજ તેઓ વડેદરામાં દવંગત થયા.
સંસ્કૃત ઉપરાંત ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, ફ્રેંચ આદિ ભાષાને પણ તેઓ જાણકાર હતા. જોતિષ, વેદ અને સંગીતમાં પણ તેમને ખૂબ રસ હતે. સંગીત પ્રત્યેની તેમની રુચિ તમના નાટકનાં ગીતમાં સારી એવી પ્રકટ થાય છે. તેમની પ્રખર વિદત્તાને પારખી બનારસની કાઉન્સીલ ઓફ કલર્સે તેમને “ સાહિત્યમણ ની માનદ ઉપાધિ આપી હતી.
ઐતિહાસિક કથા-વસ્તુવાળી તેમની નાટયત્રયીનું તેમણે પોતે જ અનુક્રમે ઈ. સ. ૧૯૨૮. ૧૯૨૯ અને ૧૯૩૧માં વડોદરાથી પ્રકાશન કર્યું. શ્રીધર શાસ્ત્રી પદેની તેના પરની સંસ્કૃત ટીકા અંગ્રેજી અનુવાદ અને મ. સ. વિશ્વવિદ્યાલયમાં તેમનાં નાટકના પાઠયક્રમમાં સમાવેશ પરથી તેમની કૃતિઓનું મૂલ્ય અકી શકાય તેમ છે. આ સુંદર નાટકોને હિન્દી અનુવાદ પણ થશે
“સ્વાદપાય, પુસ્તક ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૨૧-૨૨૮,
* પ્રાચ્યવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
| Jani A. N., . Mulshankar Yajnik-His Life and Works' Recent Studies in Sanskrit & Todology, Ajanta Publication, Delhi, 1982, p. 147., 4188 ગુજરાતના સંસ્કૃત નાટક, યુનિ મંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૯૬, પૃ. ૭૫- ૭૭.
For Private and Personal Use Only