Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂ. ૫મણલાલ નાગરજી મહેતા
રાજકીય સંઘષેની ઘણી કથાઓ ઈતિહાસને પાને નોંધાયેલી છે. પરંતુ સમાજમાં યાત્રા, પ્રવાસ, વેપારથી એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરતા પદાર્થો, ભાષાનાં આદાન-પ્રદાન આદિ અનેક ક્ષેત્રોની ક્ષિતિજો આવી પરિસ્થિતિ દર્શાવે છે. તે
તદુપરાંત ગંગાધર જ્યારે નાટયપ્રયોગ કરનાર નાટયકારને કર્ણાટમાંથી 'નાટ્ય રસિક' નામના નટપતિ લાવે છે તે પ્રથમ અંકની માહિતી પણ તત્કાલીન વિજયનગરનાં રાજ્યને રાજ્યાશ્રય સૂચવે છે.
વિજયનગરના બળવાન રાજ્યમાં થયેલી વિદ્યાકીય પ્રવૃત્તિમાં વેદની સંહિતાઓની વિસ્તૃત સાવ ભાષ્યની રચના, વિદ્યારણ્યના પંચદશી જેવા વેદાન્તના ગ્રંથો, વિદ્યાનાથનું પ્રતાપરુદ્રકલ્યાણ નાટક તેમ જ કન્નડ ભાષાની પ્રવૃત્તિઓની સાથે ગંગદાસપ્રતાપવિલાસનાટક પણ ગુજરાત અને કર્ણાટકના સંબંધોની લાંબી પરંપરામાં તૈયાર થયું હોવાનું દેખાય છે, કવિ ગંગાધરને કથન પર વિશ્વાસ રાખવામાં આવે તો ગંગદાસપ્રતાપવિલાસનાટકની રચના અને નાટય પ્રયોગો પાવાગઢની ભૂમી પર કર્ણાટકનું પ્રદાન હવાને મત દઢ બને. કર્ણાટકમાં થતા નાટયરગેની અસર વિદ્યાર સ્વામીની પંચદશીના તત્વજ્ઞાનના ગ્રંથમાં દેખાય છે. તેમાં નાટકદીપ પ્રકરણના અધ્યાય ૧૦, ૧૧માં તેની વિશિષ્ટ ઉપમા આપેલી છે. કર્ણાટકના નાટયલેખક તથા નો અહીં આવતા અને રાજ્યાશ્રય પામતા હોવાથી, ભારતના વિવિધ ભાગોમાં પાંગરતું ભારતીયતાનું મૂળ સ્પષ્ટ થાય છે. ગુજરાત અને કર્ણાટકના સંબંધની લાંબી પરંપરામાં આ પરિસંવાદનું કેન્દ્ર મૈસુર-કર્ણાટકના રાજવી ચામરાજેન્દ્રના માર્ગ પર છે. તે એક આશ્ચર્યકારક બનાવ છે. રાજકીય પરિસ્થિતિ
ગંગદાસપ્રતાપવિલાસ એ રાજકીય સંધર્ષની નાટચરચનામાં સ્વાભાવિક રીતે તત્કાલીન રાજકીય પરિસ્થિતિને નિર્દેશ છે. રાજકીય પરિસ્થિતિમાં ભારતને મેદાનોમાં તથા પહાડી પ્રદેશમાં નાનાં મોટાં રાજ હતાં, તે પોતાની સત્તા વધારવા માટે અરસપરસ સંધિ વિગ્રહની રચના કરતાં, તેમાં અમદાવાદના મુઝફફરી સુલતાને અને માંડુના ખજી સુલતાનના પ્રદેશોની વચ્ચે પૂર્વગુજરાતનાં ઈડર, પાવાગઢનાં રાજ હતાં. આ રાજ્ય જે પ્રદેશ સાથે સંબંધ રાખે તેને તેના નજીકના પ્રદેશને દબાવવાની સારી તક મળતી, પંદરમી સદીની રાજકીય પરિસ્થિતિમાં ગુજરાતમાંથી માળવા, ખાનદેશ પર લશ્કરે જતાં તેમજ માળવા, ચિતોડ જેવા પ્રદેશમાંથી ગુજરાત પર લશ્કર આવતાં, તેના જયપરાજયની કથાઓ દરબારી વૃત્તાતોમાં વણાયેલી છે. ખાસ કરીને માળવાના માંડુના ખજીઓ અને અમદાવાદના મુઝફફરી સુલતાનના રાજ્યની વચ્ચેના પાવાગઢના ચૌહાણને પોતાના પક્ષમાં બળથી કે કળથી રાખવાના પ્રયત્નોના ઉલેખ ગંગદાસપ્રતાપવિલાસના પહેલા અંકમાં રાજસચિવ હરિદાસનું માંડુથી આવેલા પત્રનું વાચન તેમજ પાંચમાં અંકમાં સૂલતાનનાં વાકયમાં દર્શાવ્યા છે. તેમાં માંડુના ખજુઓ અને ગંગદાસની મૈત્રીને ઉલ્લેખ સુલતાનના સાથી નાના ભૂપ દર્શાવે છે. તથા આઠમા અંકમાં માંડ્રના સુલતાનને અમદાવાદ પર ચડાઈ કરતે દર્શાવે છે. રાજનીતિમાં રાજદરબારમાં ખાસ કરીને બળવાન રાજ્યમાં નિર્બળ રાજાએ લગ્ન સંબંધ બાંધતા હવાના ઉલેખે મૌર્ય સામ્રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે, તે પરંપરા પણ ચોથા અંકમાં વીરમ અને નાનાના પત્રમાં દર્શાવી છે, તેમની નિર્બળતા દર્શાવવા માટેની
For Private and Personal Use Only