Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ કલાલનું શ્રીકૃષ્ણ-લાક્યુદયમ- એક અભ્યાસ
૨૧૩ આ દર્શન પૂરું થતા રાણીઓ પરમેશ્વરીની સ્તુતિ કરે છે. પાર્વતી આશીર્વાદ આપી અંતર્ધાન થાય છે.
અંક પાંચની શરૂઆતમાં સુદામાદંપતી ઉપર શિવ પ્રસન્ન થાય છે. ત્યારે સુદામા કૃની ઈચ્છા પૂરી કરવા જણાવે છે. બીજું વરદાન માગવા કહે છે. તે તે ભક્તિ માગે છે. શિવ તેમને કેવલ ભક્તિ આપે છે. શ્રીકૃષ્ણ ત્યાં આવે છે. બને રાજધાની અર્થાત સુદામાનગરી પિોરબંદરમાં જાય છે. બીજા દશ્યમાં સુદામાની સભામાં ઉમસેન, બળદેવ, વસુદેવ, સાત્યકિ, ભીમ, અર્જન, શ્રીકૃષ્ણ અને ઉદ્ધવ બેઠા છે. ભીમ સમાચાર આપે છે કે કૃષ્ણની બધી જ રાણીઓ સગર્ભા છે. બધાને આનંદ થાય છે ત્યાં દાસી ખબર લાવે છે કે બધી જ મુખ્ય રાણીઓને પુત્ર રત્ન જ ગ્યાં. સૌ આનંદથી આશીર્વાદ પાઠવે છે. નગરજનોમાં ઉત્સવ ઉજવવા આદેશ આપે છે. ત્રીજા દ્રશ્યમાં વસુદેવ ગર્ગાચાર્યને બેલાવી–ષષ્ઠી જાગરણની વિધિ પૂરે છે. ષષ્ઠી-જાગરણને ઉત્સવ થાય છે. ઉજાગરાથી થાકેલી રૂફમણને જરાક ઊંધ આવી જાય છે અને તેના પુત્રની ચોરી થાય છે. આંખ ઉધડનાં જ રાણુ પુત્ર ચરાવાના દુઃખથી મૃઈત થાય છે. ષષ્ઠી જાગરણને વિધિ પતે છે ત્યાં તે રુકિમણીના પુત્રની ચોરી થયાના ખબર આવે છે. એટલે સાત્યકિ વગેરે ચારે દિશામાં લશ્કર સાથે તપાસ કરવા જાય ત્યાં ભીમ, અર્જુન પ્રવેશી કહે છે બાળકને શોધી લાવવા અમે જ બસ છીએ. પછીના દ્રશ્યમાં અસુરોની સેવિકા માયાવતીને પ્રસંગ છે. મહેશ્વરીએ તેને કહેલું કે તું અસુરા પાસેથી વિદ્યા શીખી લે તે તેને પતિ મળશે. પણ હજુ મળ્યું નથી તેથી તે ગળે ફાંસે ખાવા તત્પર થઈ છે. ત્યાં એક સેવક આવી માછલી રાંધવા કહે છે. તેને ચીરતા તેમાંથી બાળક નીકળે છે. આકાશવાણી થાય છે કે “ આ તારો પતિ છે ' માયાવતી તેને મણિમંજુષામાં મૂળ લઇ જાય છે. પછીના દ્રશ્યમાં જાબવતીને પુત્ર કુરુકુળની કન્યાનું હરણું કરી લાવે છે પણ જાબવતીને ઉત્સાહ નથી. કેમકે રૂફમણીને પુત્ર આટલા વર્ષે પણું મળ્યું નથી તેથી સં શિવની સ્વાત કરે છે. શિવ-પાર્વતી રતિ અને કામ સાથે પ્રગટ થાય છે, કામની ઓળખાણું આપી તેને ફમણીના પુત્ર તરીકે અને માયાવતીને પુત્રવધુ તરીકે સેપે છે તેમ જ શ્રીકૃષ્ણને ચક્ર આપે છે. એમ આનંદ મંગળ સાથે નાટક સમાપ્ત થાય છે.
મહાકવિ શંકરલાલ શાસ્ત્રી ઓગણીસમી સદીના અંતમાં થઈ ગયા. તેમણે પોતાનાં બધાં જ નાટકને છાયાનાટક કહ્યાં છે. કીથ ઈત્યાદિ પાશ્ચાત્ય ઈતહાસકારોનું કહેવું છે કે તે છાયાનાટક નથી
છાવાનાટક એટલે શું ? આ સમસ્યાને પાશ્ચાત્ય વિદ્વાનને કોઈ સંતોષકારક જવાબ મળતા નથી. એક વાત નક્કી છે કે તે યુરોપનું Shadow Play તે નથી જ. ભારતમાં છાયાનાટકની પિતાની પરિભાષા રહી છે જે સંસકૃત નાટને લાગુ પાડી શકાય તેમ છે. શ્રી રામજી ઉપાધ્યાય તેમને “મદપકાલીન સંસ્કૃત નાટક "માં છાયાનાટકનાં લક્ષણે બતાવે છે, જે બતાવે છે કે છાયાનાટકમાં નીચે પ્રમાણે એક અથવા વધારે તો હોવાં જોઈએ. તેઓ કહે છે,
(૧) કોઈ નાયકને છાયા દ્વારા પ્રસ્તુત થવું. જેને પ્રેક્ષકે મૂળ નાયકથી અભિન્ન સમજે.
For Private and Personal Use Only