Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
પુનમ હ. જોશી
આ નાટકની એકમાત્ર હસ્તપ્રત પ્રાચ્યવિદ્યામંદિરના સંગ્રહમાં સચવાયેલી છે. તેને નંબર ૨ ૫૦૮૯ છે. તેના એકંદર ૪૨ પત્રો (પાના) છે. અને તેની પ્લેકસંખ્યા ('ગં. સં. ) આશરે ૫૦૦ જેટલી છે. દરેક પાન ઉપર ૬. ૬ લીટીઓ અને દરેક લાઈનમાં ૩૦-૩૨ અક્ષરો છે. તેનું માપ ૧૯. ૫ X ૧૨ સે. મી. છે. આ હસ્તપ્રત સારા, સ્પષ્ટ અને મોટા અક્ષરોમાં લખાયેલી છે. લખાણમાં લહિયાની ભૂલો છે. પશુ છાપેલા પુસ્તકના પ્રમાણમાં ઓછી છે. આ કૃતિને ઉલેખ 'કાઈપણ સંદર્ભ ગ્રંથમાં કે કેટલૈગમાં મળતું નથી. તે દૃષ્ટિથી આનું પુનઃ સંપાદન કરીએ તે આ અજ્ઞાત નાટક પ્રકાશમાં આવશે.
આ નાટક રૂપકાત્મક છે. નાટક રૂપકાત્મક હોવાથી તેનાં પાત્રો આ પ્રમાણેના છે. જીવ, બુદ્ધિ, શ્રવી (કાન), નેત્ર ( આંખ ), વિદ્યા, કાવતા, ભાવસિંહ (ભાવ), વિચાર, વિજયસિંહ ( વિજય) વગેરે. બધી જ ઇન્દ્રિયને પાત્રાત્મક સ્વરૂપ આપવામાં આવેલું છે. પાત્રો કાલ્પનિક પણ કથાભાગ સત્યધટના ઉપર આધારિત છે. મુખ્યતયા રાજાની સ્તુતિ કરવાને નાટકકારને હેતુ છે. ભાવનગરનરેશ વિવાદિસિંહ ( જેનું ગુજરાત ગેઝેટિયરમાં વજેસિંહ એવું નામ આપેલું છે.)” રાજાની સ્તુતિ રચવાનું કાર્ય લેબંક કરેલું છે. આમાં ભાવનગરની સ્થાપનાની સંવત, વિજયસિંહ રાજાને જન્મદિવસ, તેમણે કરેલા ચંડીયજ્ઞને દિવસ વગેરે આતહાસિક ઉલ્લેખ આવતા હોવાથી આ નાટકનું ઐતિહાસિક મહત્વ પણ છે.
નાટકમાં આવતા નાંદી, પ્રવેશક, વિતંભક વગેરે નાટયતત્રની જે વિશેષતાઓ હોય છે તેના ઉલલેખે આમાં, નથી. ફક્ત ઇન્દ્રિયેના સંવાદો તથા પદ્યાત્મક શ્લોક જે પ્રમાણે નાટકમાં હોય છે તે પ્રમાણેના છે. તે દષ્ટિથી કથાભાગ રચાયેલ છે. તેથી નાટસદશ્યતા જળવાયેલી છે. નાટકની ભાષા સંપૂર્ણપણે સંસ્કૃત છે કઈ ઠેકાણે પ્રાકૃતનો ઉપયોગ થયેલ નથી. ભાષા સરળ, ભાવવાહી અને અર્થગર્ભિત છે. વાચક તથા શ્રોતાઓને આકર્ષિત કરે એવી છે. સુભાષિત, અલંકાર અને છંદને સારો એવો ઉપગ થયેલો છે. આ નાટષતને ભાગ આમાં સચવાયેલું હોવાથી આ નાટકના નામાભિધાનમાં જ નાટક એ નિર્દેશ લેખકે કરેલો છે. રમા નાટકને એક રૂપકાત્મક નાટક કહી શકાય. કથાભાગ,
આ નાટકમાં આવતાં ઇન્દ્રિયોના સંવાદ બ્રાહ્મણુ-ગ્રંથમાં આવતા પ્રાણસંવાદની યાદ અપાવે છે.
નાટકની શરૂઆત પંચાયતન દેવતાની વંદનાથી થાય છે. ગણપતિ, સરસ્વતી, શિવ, સુર્ય, વિષ્ણુ આ પાંચે દેવતાઓને એક એક લેકથી વંદન કરાયું છે. તેવી જ રીતે ચોથા અંકમાં આશીર્વાદના લોકોમાં પણ પંચાયતન દેવતાને ઉલલેખ છે. (તે સમયમાં પંચાયતન દેવતાપૂજનને વિશેષ પ્રચાર હશે એવું લાગે છે.) આ લેક પછી નાટકને હેતુ બતાવે છે.
૨ ગુજરાત સ્ટેટ ગેઝેટિયર્સ, ભાવનગર ડિસ્ટ્રીક, ગવર્નમેન્ટ એક ગુજરાત, અમદાવાદ;
For Private and Personal Use Only