Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરપાનમ હ. જેથી
પાવાગઢ-ચાંપાનેરની તે વખતની પરિસ્થિતિનો ખ્યાલ આપતું નાટક છે. કૃષ્ણકુમારવિજ્યાખ્યુદય ભાવનગરના આજ વંશના એક રાજની પ્રશસ્તનું આવા જ પ્રકારનું નાટક છે. ભાષાશૈલી સાદી અને સરળ હોવાં છતાં વિચારગાંભિર્યયુક્ત છે. ભાષાને આડંબર દેખાતો નથી. સુભાષિતો માત્ર દરેક ઠેકાણે ઉદ્દત કરેલાં છે. અલંકાર અને વૃત્તોને પણ ઉપયોગ થયેલ છે. નાટકકારે ભાવયુક્ત થઈને રચના કરેલી હૈવાંથી નાટક સરળ અને સુગમ થયેલું છે. નાટકમાં સહજતા અને પ્રસન્નતા દેખાય છે.
ઇન્દ્રના રૂપક દ્વારા રાજાની સ્તુતિ કરતાં કરતાં રાજાને ઇતિહાસ પણ આપવાનું કાર્ય નાટકકારે નાટક દ્વારા કરેલું છે. પાત્રોની યોજના પણ ઉત્તમ સાધેલી છે. જીવને નિકટને મિત્ર બુદ્ધિ હોય છે. બુદ્ધ વિચારની અધિષ્ઠાત્રી છે. વિચારપૂર્વક કાઈ પણ કાર્ય બુદ્ધિ દ્વારા થાય છે. બુદ્ધિ નેત્ર અને કષ્મ દ્વારા માહિતી મેળવે છે. કોઈપણુ વસ્તુનું પ્રામાણ્ય ઇન્દ્ર દ્વારા જ મેળવી શકાય છે. જીવને વશ મેળવવો હોય તો બુદ્ધિને, તે વિદ્યા તરફ વળે છે. માણસને વિવો હોય પણ વિદ્યાની સખી તરીકે બતાવેલી પરીક્ષા ન થાય ત્યાં સુધી તે વિદ્યા પણ સુપ્તાવસ્થામાં રહે છે. માટે પરીક્ષાની પણ જરૂર છે. આપણે ભાવાર્થ પ્રગટ કરે છે તે તે કવિતા (કાવ્ય) દ્વારા થાય છે. વિદ્યામાં (ચિંતનમાં) માણસ ડૂબી જાય ત્યારે જ એને કવિતા સફરે. રાજા ભાવસિંહ એટલે તમારા ભાવક શ્રદ્ધા હોય તેજ તેને યશની પ્રાપ્તિ થાય અને પ્રયત્નથી વિજય પ્રાપ્ત થાય રાજા વિજયસિંહના નામથી એ પણ સૂચિત થાય છે. ગામનું નામ પણ ભાવનગર છે. નામ આપનાર રાજા ભાવસિંહ છે. આવી રીતે આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન પણ બંધબેસતું કરેલું છે. આધિભૌતિક ઇન્દ્રિો દ્વારા જીવને અધ્યાત્મિકતા તરફ દોરવાને આ નાટકને પ્રયત્ન છે.
ઐતિહાસિક દ્રષ્ટિથી વિચાર કરીએ તે ભાવનગરને ઇતિહાસ આમાં આપેલ છે. રાજ ભાવસિંહ, અક્ષયસિંહ, વખતસિંહ, અને વિજયસિંહ આ ચાર રાજાના નામ, ભાવનગર કયારે વસાવ્યું તેને સમય, નામ, વિજયાદિસિંહને જન્મ કયારે થયો તે, ચંડીયજ્ઞ કપાર કર્યો હતો તે વગેરે વિગતો આમાં સમાયેલી છે. આ ભાવનગરના રાજાઓનો સમય અને માહિતી જે આ નાટકમાં આપેલી છે તે ગુજરાત ગેઝેટિયર ( ભાવનગર જિલ્લાનું) સાથે મળતી આવે છે. ઈતિહાસ આપવામાં આ નાટક પ્રમાણભૂત છે. ભાષાંતરકર્તાના સમયે ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહનું નામ આપેલું હોવાથી તેના શાસનકાળ દરમિયાન ભાષાંતર થયેલું છે. આ રાજાઓનું રાજ્યસન પૂર્વ સમયમાં સિંહપુર સિહોર)માં હતું તે ભાવસિંહ ભાવનગરમાં લાવ્યા.
આ નાટકમાં ત્રણ બાબતે આપણું ધ્યાન ખેંચે તેવી છે. એક તો પંચાયતન દેવતાને ઉલલેખ બે ઠેકાણે, બીજુ દેવીપૂજા ચંડીયજ્ઞને ઉલેખ અને ત્રીજું ભાગવતકથા. આ ઉપરથી આ ત્રણેને પ્રભાવ એ વખતે ત્યાં વધારે હતું એવું દેખાય છે.
For Private and Personal Use Only