Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈન્દ્રિયસંવાદનાટક-ભાવનગરના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજવીની પ્રશસ્તિનું નાટક
પુરુષોત્તમ હ. જોશી
ગુજરાતમાં સૌરાષ્ટ્રનું મહત્ત્વ વિશેષ છે. સુરાષ્ટ્ર ઉપરથી સૌરાષ્ટ્ર નામ પડેલુ છે. અઢાર અને એગણીસમી સદીમાં જ્યારે ગેાહિલવશના રાજાઓનું સામ્રાજ્ય હતું ત્યારે ભાવનગર એ સૌરાષ્ટ્રનું એક અગ્રગણ્ય નગર ગણુાતું હતું. રાજા ભાવસિંહના શાસન દરમ્યાન એમણે ભાવનગર સ્થાપ્યું અને ભાવનગર નામાભિધાન કર્યું. તે પછીના રાજા અક્ષયસિંહ, વખતસિહ, વિસિહ વગેરેના રાજ્યશાસનકાળમાં પણું ભાવનગરની સારી એવી રાજકીય પરિસ્થિતિ આ રાખઓએ ટકાવી રાખી હતી. આ રાજાએ પરાક્રમી, ઉદાર અને ગુણગ્રાહી હતા. યેાગ્ય વ્યક્તિને તેમના પેાતાના ક્ષેત્રની કલા કે વિદ્વતા માટે પ્રેત્સાહન મળતું હતું. તેમને રાજ્યાશ્રય પણ મળતો હતો. રાજા વખતસિંહ અને વિજયસિંહના શાસનકાળમાં ઉપયુક્ત નાટકની રચના થયેલી છે.
ઇન્દ્રિયસ વાદનાટકની રચના ગાવિંદજી રામજી ભટ્ટે સંવત ૧૮૬૯ એટલે કે ઈ. સ ૧૮૧૩માં કરી હતી. લગભગ ૧૮૦ વરસ પહેલાં આ નાટક લખાયેલુ છે. નાટકના લેખક પહેલા કુડલામાં રહેતા હતા. કુમારશ્રી વિજયસિંહજીએ તેમની વિદ્વત્તાથી પ્રસન્ન થઈને તેમને ભાવનગરમાં સં, ૧૮૫૮ (ઈ. સ. ૧૮૦૨) માં રાજ્યાશ્રય આપ્યો. તેમને રહેવા માટે ઘર અને રૂ. ૫૦ વર્ષાસન કરાવી આપ્યું. કુમારશ્રી જ્યારે ગાદી ઉપર બિરાજ્યા પછી એમણે જ્યારે યજ્ઞ કરાવ્યે તે વખતે આ નાટક વ ́ચાવીને સંભળાવ્યું. પ્રસન્ન થઇને લેખકના વંશજ રઘુનાથજીને ચાલુ વર્ષાસન રૂા. ૨૦૦નું કરી આપ્યું અને ગઢેચી નદીને કિનારે એક વાડી સં. ૧૮૭૯માં આપી. રઘુ નાથજીના પ્રપૌત્ર શ્યામજી વિશ્વનાથ ભટ્ટે આ નાટકનું ગુજરાતી ભાષાંતર કરીને કૃષ્ણકુમારસિંહના કરકમળમાં અર્પણ કરેલુ' અને ઈ. સ. ૧૯૪૬માં રાજ્યાશ્રયથી આ નાટક તળાજા, ભાવનગરથી પ્રકાશિત થયેલું છે. પરંતુ નાટકની છપાર્કમાં ઘણી જ ક્ષતિઓ રહેલી હાવાથી પુનઃપ્રકાશન જરૂરી લાગે છે.
ભાવનગર, ૧૯૪૧, પ્રસ્તાવના
‘સ્વાધ્યાય ’, પુ. ૩૪, અંક ૧૪, દીપેાત્સવી, વસંતપ’ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૯૨-૨૦૮.
* પ્રાચ્યવિદ્યામન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા.
2
શાસ્ત્રી, શ્યામજી વિશ્વનાથ-ઇન્દ્રિયસ વાદનાટક, મા. સ્યામજી વિશ્વનાથ શાસ્ત્રી, તળાન્ત,
For Private and Personal Use Only