Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થદાસમતાપવિલાસનાટક, પુરાવસ્તુવિદ્યાની નજરે
દલીલો પાંચમાં અંકમાં દર્શાવી છે. તથા ભારતની રાજકીય પરિસ્થિતિની રૂપરેખા પણ ચોથા અંકમાં આપી છે. આ પરિસ્થિતિમાં થતી ચર્ચામાં યવનને કન્યા આપનારને અને પોતાની નિર્બળ સત્તા ગમે તેમ કરીને ટકાવવાના પ્રયત્નોને માટે ઉપાલંભ પાંચમા અંકમાં દેખાય છે, તે પ્રતીકને ઈતિહાસમાં પણ ઉપયોગ થાય છે. અત્રે નોંધવું જરૂરી છે કે વિરમ કાલ્પનિક ૫ ત્ર છે કારણ કે ઇડરમાં આ નામને સમકાલીન રાજા નથી. તેવી સ્થિતિ નાના ભૂપની છે. આ લખાણું અને તેના આગળના ચોથા અંકના લખાણનાં હસ્તપ્રતનાં પાનાં નષ્ટ થયાં હોઈ ને તેના સંતાર્થોની ચર્ચા અશક્ય છે. રાજ્ય ખટપટોમાં થતાં સ્થળાંતર તથા અન્ય રાજાઓને અપાતા રાજ્યાશ્રયના ઉલ્લેખ પણ નાટકને યથાર્થતા અર્પતા દેખાય છે.
પાવાગઢનું વર્ણન
ગંગદાસપ્રતાપવિલાસનાટક મહમદની પાવાગઢ પરની ચઢાઈ અને તેને પરાજય દર્શાવવા રચાયું છે તેમાં પાવાગઢ પર્વત તથા ચાંપાનેર નગરનાં વનમાં સ્થાનિક માહિતી અને કલ્પનાનું મિશ્રણ છે. તેમાં ખાસ કરીને પાંચમા અંકમાં પાવાગઢનું અને સાતમા અંકમાં એકત્રોસ લોકોમાં પાવાગઢ અને ચાંપાનેરનું વર્ણન છે. જે
પાંચમા અંકનું વર્ણન સુલતાન દૂરથી પાવાગઢ જોઈને કરે છે. દૂરથી વાદળાં ક મૈધ જેવા લાગતા પાવાગઢ કવિ કલ્પનાનું ભાજન બને છે. એ વર્ણન પરથી સુલતાનની સાથે રહેલો વીરમ એ ગંગાદાસના નિવાસ રૂપી પાવકાચલ હોવાની વાત રજુ કરે છે, અને ગુજરાતના માલવ પ્રદેશમાં માંના આધારભૂત પાવાગઢ જીતવાની કલ્પના પણ કરી છે.
પાવાગઢ પર ગંગદાસના મહેલનું વર્ણન મોલિયા પરનું છે. ત્યાં કાલીકા માતાનાં શિખર પરથી પડને વરસાદ ઝીલીને, પાણી મળી રહે તે માટે ધણું તળાવ બાંધ્યાં હતાં એ તળાવો પૈકી દુધિયા તળાવની પાળ વ્યવસ્થિત છે, તથા નકુલીશનું મંદિર પાસેનું તળાવ વ્યવસ્થિત છે. બાકીનાં તળાવોની માળ તૂટી ગઈ છે. • આ તળાવોનાં વર્ણનમાં રામગંગા સંભવતઃ ગિરીશ. પ્રાસાદ પાસેનું છે. આ પ્રાસાદ જુનો છે તેને રામે બનાવ્યો હોવાનું નાટયકાર જણાવે છે. તે તળાવ જો રામસાગર હોય તે તેની ઉત્તરે સીતા સરવર ગણાય. તેની પશ્ચિમે પણ તળાવો છે. તેમાં ગંગાદાસે બનાવેલું ભૂરિ સુધા ધવલ વારિ તળાવ સંભવતઃ દુધિયા ગણાય. અહીંના મંદિરમાં ગણપતિ, દુર્ગા, સૂર્ય, ક્ષેત્રપાલ અને જૈન મંદિરની ગણના કરી છે, તે પૈકી કેટલાંક અસ્તિત્વ ધરાવે છે, જયારે બીજાનું અસ્તિત્વ નથી.
આ મલિયાની નીચે વિષવલી; પાવાગઢની મધ્યમાં દર્શાવી છે. તે પાટીઆ પુલની ખીણુ છે. અહીંથી પાવાગઢ માચીને ભાગ અને મૌલિયા જુદાં પડે છે. એટલું જ નહીં પણ પાટી પુલને ઊંચકી લેવાથી મોલિયા પર ચઢવું ઘણું મુશ્કેલ બની જાય છે. અહીં જે મહાયન્સથી સંરક્ષિત દુગનું વર્ણન છે તે માચીની નીચેને બુઢિયા દરવાજે છે. તેના પરની અટ્ટાલિકા, બુરજ આદિ વાળ જૂને પ્રસ્તર અર્થાત પથ્થરનો જૂને દુગ આજે અસ્તિત્વ ધરાવે છે એટલું જ નહીં પણ એને મકરયન્ટમાંથી નાખેલા ગેળાઓ નીચેના ભાગમાંથી મળ્યા હતા.
For Private and Personal Use Only