Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભૂતિ વિક્રમ ભટ્ટ
પ્રાકત કથા લખાઈ હતી. આ પરથી તેને સમય અને પદવી ઐતિ. દષ્ટિએ નિશ્ચિત થાય છે.૧૫ આ ઉપરાંત અંબડ, સાધુ થાડક, શાભ, શ્રીપાલ, નાગદેવ, ગોધરામંડલને કેશવ, ઉદયપાલ, ચંદ્રસૂરિ, મહાદેવ, વેશધર, દંડનાયક, શીલાક વગેરેના ઉલેખ જૈન પ્રબંધોમાં પણ ઉપલબ્ધ થાય છે. આ વાદ પ્રસંગે શોભને સંવાદ કરતા દર્શાવે છે તે ભાભ નો પુત્ર હોવા સંભવે છે.૧૭ બામાં પૌરાણિક અને ઐતિહાસિક પાત્રો, કવિસમ (ચંદ્રગર્વ ધાતુ = ચંદ્રકાંતમણિ-પૃ. ૨૨ ), ઈદ-અલંકારની વિવિધતા રજુઆતમાં પ્રાગ૯ભ્ય અને નવીનતા લાવવાને કવિનો પ્રયાસ ખરેખર દાદ માગી લે તેવો છે.
આ પ્રકરણુમાં સંક્ષિપ્ત કથાનકવાદને પ્રસંગ-યવસ્થિત અને સુંદર ઢબે ચિત્રાત્મક અને પ્રેરક બને તેવું છે. તેમાંના વિવિધ દર્શન શાસ્ત્રોનાં પંડિતો અને ગ્રંથ, વિવિધ રાજાઓના મંત્રો વગેરેની ચર્ચાને કાવ્યશાસ્ત્રીય ઉપરાંત સામાજિક વગેરે દૃષ્ટિએ ઘણે અવકાશ રહેલે છે.
એ સમયે સિદ્ધરાજની સભામાં અનેક કક્ષાના વિવિધ જાતિના, અન્ય રાજ્યના મંત્રીઓ, કવિઓ, સાંપ્રદાયિક પંડિતો અને વિદ્વાનોની અવર-જવર થતી હૈવાનું આ પ્રકરણ પરથી સ્પષ્ટ લાગે છે. તેનાથી ગુજરાતના ધાર્મિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક (સાધુને વેશ, બાર અને રસ્તાનું વર્ણન, પત્રીએ, અને યેષિતાઓ પ્રાકૃતિક સૌંદર્ય, રાજમહેલ ઈત્યાદિ ) ઈતિહાસના અભ્યાસ માટે આ “ પ્રકરણ’ અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે તેવું છે.
ગુજરાતની બહાર સાંભર (અજમેર પાસે)ના રહેવાસી યશશ્ચંદ્ર, કર્ણાટકનિવાસી કુમુદચંદ્ર, અણહિલપુરના અદ્દભુત પ્રતિભાશાળી વાદિદેવસૂરિ જેઓ હેમચંદના ય ગુરુ હતા તેમની તથા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસુરિની અને વિવિધ શાસ્ત્રોના પંડિતેની ઉપસ્થિતિમાં જ રચાયેલા વાદ પ્રસંગને લગતું આ પ્રકરણ ગુજરાતની વૈવિધ્યલક્ષી અસ્મિતાની સમૃદ્ધિ અને વિશાળતા પુરવાર કરવા માટે આ એક માત્ર પ્રકરણ જ-અગત્યનું અને પૂરતું પ્રમાણભૂત થઈ પડે તેમ છે એમાં શંકા નથી.
૩૫ કાપડિયા હી. ૨, ઉપર્યુક્ત, ખંડ ૨, ૩. ૧, પૃ. ૫૨-૫૨૨ આ “પ્રકરણ”ની લેખન સં. ૧૨૧૦ મળે છે. તેથી તે પહેલાં આની રચના થઈ હોવાનું સ્પષ્ટ છે. યશશ્ચન્દ્રને કદાચ ઉત્તર સમકાલીન કવિ સંમેશ્વર હશે એમ લાગે છે. મુ. કુ. ક. ૪, ૨, ૪, ૫, ઉપયુક્ત, થે. ૧૭૨. ઢે. પ્ર.", ગુ. મ. રા. ઈ., પૃ. ૩૦૮૦૩૧૬.
૧૬ ક. ૩. અને મ. f., ઉપર્યુક્ત પા. ટી. નં. ૭-૮.
૧૭ શાસ્ત્રી દુર્ગાકર કે, “ ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ', અમદાવાદ, ૧૯૫૬, ૫. ૧૧ - ૧૫.
For Private and Personal Use Only